રાજકોટના તબીબોની રાજ્યની ટીમમાં પસંદગી સાથે યુવા પેથોલોજીસ્ટ ડો.અમિત અગ્રાવતને રીસર્ચ આર્ટીકલ માટે રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના રાજકોટ ઝોનના ઉપપ્રમુખ તરીકે જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.હિરેન કોઠારીની વરણી કરવામાં આવી છે. રાજકોટના યુવા પેથોલોજીસ્ટ ડો.અમિત અગ્રાવતને રીસર્ચ આર્ટીકલ માટે રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમ ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટના પ્રેસીડન્ટ ડો.ચેતન લાલસેતા અને સેક્રેટરી ડા.તેજસ કરમટાની એક યાદીમાં જણાવાયું છે.
ડો.ચેતન લાલસેતાના જણાવ્યા અનુસાર આઈ. એમ. એ.-ગુજરાતના ઉપપ્રમુખપદે વરાયેલા ડો.હિરેન કોઠારી વર્ષોથી રાજકોટમાં ઓર્થોપેડીક સર્જન તરીકે પ્રેકટીસ કરે છે. આઈ.એમ.એ.-રાજકોટના પ્રમુખ, સેક્રેટરી સહિત મોટાભાગના તમામ હોદ્દા પર તથા આઈ.એમ.એ.-ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપી છે. ડો.કોઠારી રાજકોટ ઓર્થોપેડિક સોસાયટીના પ્રમુખ, સર્જન્સ એસોસીએશનના પ્રમુખ તથા રાજકોટમાં ગુજરાત ઓર્થોપેડિક એસોસીએશનની ત્રણ વખત યોજાયેલ રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં મહત્વની જવાબદારી પર સેવા આપી હતી. તેઓ તબીબી ક્ષેત્ર સાથે સંગીત અને ક્રિકેટ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. ડો.હિરેન કોઠારી ઓર્થોપેડિક સર્જન હોવા સાથે એક સારા ગાયક કલાકાર છે અને કરાઓકે ટ્રેક પર તેમનું પ્રભુત્વ છે. તેઓની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં એપેક્ષ કાઉન્સીલના મેમ્બર તરીકે પણ વરણી થઈ છે. આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ રાજકોટ આઈ.એમ.એ.ની ટીમ રાજ્ય કક્ષાએ પ્રશંસનીય કામગીરી કરી રહી હોય રાજકોટના અમુક તબીબોની રાજ્યકક્ષાએ વરણી કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ઈન્ડિયન મેડિકલ એસો. ગુજરાતની સપના ૧૯૫૪માં થઈ છે. એમ.બી.બી.એસ. અને એથી ઉપરની એલોપેથીક ડિગ્રી ધરાવતા તબીબોના આ સંગઠનની હાલ ગુજરાતમાં ૧૧૫ બ્રાન્ચ છે, જેમાં ૨૭૦૦૦ કરતાં વધુ તબીબો મેમ્બર છે. ગુજરાત આઈ.એમ.એ. દ્વારા આઈ.એમ.એ. હેડ કવાર્ટર-દિલ્હી સાથે સારી રીતે સંકલન થઈ શકે એ માટે સેન્ટ્રલ વર્કિંગ કમીટીમાં રાજકોટના ડો.ભરત કાકડીયા, ડો.યજ્ઞેશ પોપટ, ડો.એમ.કે.કોરવાડીયા અને ડો.રશ્મી ઉપાધ્યાયની સ્કીમમાં ડો.અમિત હપાણી, પ્રોફેશ્નલ પ્રોટેકશન સ્કીમના ડાયરેકટર તરીકે ડો.દિપેશ ભાલાણી, ઝોનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો.અમિત અગ્રાવત, સાયન્ટીફીક કમીટીમાં ડો.ચેતન લાલસેચા, એડીટોરીયલ બોર્ડમાં ડો.પિયુષ ઉનડકટ, ફેમીલ વેલફેર સ્કિમમાં ડો.કે.એમ.પટેલની વરણી કરવામાં આવી છે.
ડો.તેજસ કરમટાના જણાવ્યા અનુસાર આઈ.એમ.એ. ગુજરાતમાં ઝોનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે પસંદગી થઈ છે એવા રાજકોટના યુવા પેથોલોજીસ્ટ ડો.અમિત અગ્રાવતને રીસર્ચ આર્ટીકલ માટે રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આઈ.એમ.એ.ગુજરાતના પ્રમુખ પદ્મશ્રી ડો.એસ.એસ.વૈષ્યના હસ્તે તાજેતરમાં યોજાયેલા સમારંભમાં તેમને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ડો.અગ્રાવતને આ પહેલા રાષ્ટ્રીય કક્ષાએ ડો.ડી.એસ.મુનાગેકર એવોર્ડ ફોર બેસ્ટ રીસર્ચ અને રાજય કક્ષાએ ડો.કે.જે.નવાણી એવોર્ડ ફોર મેડિકો સોશ્યલ સર્વિસીસ પણ મળ્યા છે.
આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યા, રાજકોટના ગુજરાત આઈ. એમ. એ. ના પૂર્વ ઉપપ્રમુખો ડો.એમ.કે.કોરવાડીયા, ડો.ભરત કાકડીયા, ડો.અમિત હપાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પી.વી. સી. ડો. વિજય દેસાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર અને ગુજરાત મેડિકલ કાઉન્સીલના ડો.ભાવિન કોઠારી, મેડિકલ ફેકલ્ટીના ડિન ડો.વિજય પોપટ (જામનગર), રાજકોટ આઈ. એમ. એ. ના વરિષ્ઠ તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો.ડી.કે. શાહ, ડો.સુશિલ કારીઆ, ડો.પ્રકાા મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. સી. આર. બાલધા, ડો.સુરેશ જોષીપુરા, સંઘચાલક-રાજકોટ મહાનગર આર. એસ. એસ. ડો.જીતેન્દ્ર અમલાણી, ડો.કીર્તિભાઈ પટેલ, ડો.વસંત સાપોવાડીયા, ડો.દિલીપભાઈ પટેલ, ડો.ભાવેશ સચદે, ડો.કિરીટ દેવાણી, ડો.યજ્ઞેશ પોપટ, ડો.પિયુષ ઉનડકટ, ડો.દિપેશ ભાલાણી, ડો.પારસ ડી.શાહ, ડો.અમિત અગ્રાવત, ડો.અતુલ હિરાણી, ડો.યોગેશ રાયચુરા, ડો.હિમાંશુ ઠક્કર, ડો.ચેતન લાલસેતા, ડો.તેજસ કરમટા, રાજકોટ મેડિકલ કોલેજના ડિન ડો.ગૌરવી ધ્રુવ, રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનિષ મહેતા, ડો.અજય રાજ્યગુરૂ, ડો.મહેન્દ્ર ચાવડા, આઈ.એમ.એ.લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો.સ્વાતીબેન પોપટ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.દર્શના પંડ્યા, ઓન્કોલોજીસ્ટ ડો.બબીતા હપાણી, પૂર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, એફ.પી.એ.ના ડો.કે.એમ.પટેલ, ડો.દિપક મહેતા, ડો.કિરીટ કાનાણી, ડો.રશ્મી ઉપાધ્યાય, ડો.વસંત કાસુંન્દ્રા, વૈભવ ગ્રુપના વિજય મહેતા સહિત અનેક તબીબો અને અગ્રણીઓ દ્વારા રાજ્ય કક્ષાએ વિવિધ પદ પર નિયુક્ત યેલાં રાજકોટના તબીબોને શુભેચ્છા પાઠવવામાં આવી છે.