ડો. હિમાંશું ઠકકર દ્વારા વર્ષાબેન ધકાણ ઉ.૬૨નું દુરબીન વડે નાકસુરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ અંગે તેમના પુત્ર ચિરાગભાઈ ધકાણે માહિતી આપતા જણાવ્યું છે કે, તેમને છેલ્લા ૫-૭ દિવસથી ડાબી બાજુની આંખની આસપાસ સોજો આવી જતા સખત દુખાવો તેમજ તાવ આવી ગયો હતો. અસહ્ય દુખાવો થતા વિધાનગર મેઈનરોડ ઉપર આવેલી ડો. ઠકકરની હોસ્પિટલ ખાતે ડો. હિમાંશુ ઠકકરનો સંપર્ક કર્યો હતો.
ડો ઠકકરે દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડયું હતુ કે તેમની અશ્રુગ્રંથીની નળીમાં રસી થઈ ગયા હતા અને ઈન્ફેકશન વધી ગયું હતુ આ ઉપરાંત તેમને ડાયાબીટીસ પણ વધી ગયું હતુ. ડાયાબીટીસ અને રસી ને લીધે આંખને પણ જોખમ થઈ શકે તેમ હતુ ડો. હિમાંશુ ઠકકરએ જણાવ્યું હતુ કે એક કોમ્લીકેટેડ અને વિકટ કેસ હતો જેને ખૂબજ કુનેહથી પાર પડાયો હતો. દુરબીન વડે નાક વાટે ચેકા, ટાંકા વગરનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ અને ગણત્રીનાં કલાકોમાંજ દર્દીને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ હતી. રસી અને ઈન્ફેકશન કાબુમાં આવી જતા દર્દીને તબીયતમાં રીકવરી સારી આવી છે. અંતમાં ચિરાગભાઈએ ડો. હિમાંશુ ઠકકરનો આભાર માન્યો હતો.