ત્રણ મહિનાની પીડાથી ત્રસ્ત દશવર્ષની બાળકી માટે ઈએન્ડટી સર્જન બન્યા દેવદુત
રાજકોટના જાણીતા ઈએન્ડટી સર્જન ડો. હિમાંશુ ઠકકરે દશ વર્ષની બાળકીની નાકમાં ત્રણ મહિનાથી ફસાયેલ રબરના ટુકડાને ગણત્રીની સેક્ધડોમાંજ કાઢી બાળકીને દુ:ખ અને પરિવારને ચિંતામુકત કર્યા હતા.
હિમાંશુ ઠક્કર પાસે બાળકી શિવાની ત્રિવેદી કે જેની ઉમર માત્ર 10 વર્ષ હતી તેના પિતા મદન ભાઈ મૂળ રાજસ્થાન ના કાંકરોલી ના વતની હાલ માં રાજકોટ ના રહેવાસી ના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિના થી શિવાની ના નાક માંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું અને નાક માંથી લોહી પણ નીકળતું હતું અને નાક માંથી સ્વાસ લેવામાં તકલીફ પડતી હતી શરદી માટે અનેક દવાઓ કરાવી પણ ફરક ન જણાતા અત્રે રાજકોટ ખાતે વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી ડો ઠક્કર ની દાંત તથા કાન નાક ગળા ની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી
ત્યાં ડો હિમાંશુ ઠક્કર કે જેઓ છેલ્લા 20 વર્ષ થી પણ વધારે સમય થી રાજકોટ ખાતે કાન નાક ગળા ના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આવા અનેક કેસો સફળતા પૂર્વક પાર પાડનાર ડો હિમાંશુ ઠક્કર સાહેબે કોઈ પણ જાત ના વિલંબ કર્યા વિના બાળકી ના નાક માં દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડયું કે નાક માં ઊંડે સુધી કાંઈક ફસાયેલ હતું દર્દી ને તાત્કાલિક ઓપરેશન થિયેટર માં લઈ નાક માં દૂરબીન વડે નાક માં અંદર ની ચામડી સાથે ચોંટેલી વસ્તુ દૂરબીન વડે ગણતરી ની મિનિટોમાં કાઢતા માલુમ પડયું કે તે રબર નો કટકો હતો બાળકી ના માતા પિતા પણ ખૂબજ અચંબામાં પડી ગયા કે બાળકી એ ક્યારે આ રબર નાક માં નાખી દીધું તે તેમને પણ જાણ ના હતી છેલ્લા ત્રણ મહિનાથી બાળકી ખૂબજ હેરાન હતી કે જે ડો હિમાંશુ ઠક્કરે દૂરબીન થી ખૂબજ કુનેહ પૂર્વક બાળકી ના નાક માં ત્રણ મહિનાથી ફસાયેલા રબર ના ટુકડા ગણતરી ની મિનિટોમાં કાઢી આપી બાળકી ને યાતના મુકત કરી તે બદલ બાળકી ના પિતા મદન ભાઈ એ ડો હિમાંશુ ઠક્કર નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો ડો હિમાંશુ ઠક્કર ના જણાવ્યા મુજબ રબર કાઢતી વખતે પણ ખૂબજ ધ્યાન રાખવું પડે કેમ કે જો તે નાક ના પાછલા ભાગ માં ઊંડે ઊતરી જાય તો ગાળા માં કે સ્વાસ નળી માં પણ ફસાઈ જાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે ઉપરાંત કોઈ પણ વસ્તુ ત્રણ મહિનાથી નાક માં ફસાયેલ રહે ત્યારે નાક માં અંદર ઇન્ફેક્શન લોહી નીકળવું અને દુર્ગંધ આવતી વી તકલીફ પણ હોય તેવી વિપરીત પરિસ્થિતિ માં પણ ડો હિમાંશુ ઠક્કરે કોઈ પણ જાતની તકલીફ વગર નાક માંથી 3 મહિનાથી ફસાયેલ રબર નો ટુકડો કાઢી આપ્યો ડો ઠક્કર હોસ્પિટલ 202 લાઈફ લાઇન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ મો 7990153793.