કયાં છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી?
એક સમયની એ-ગ્રેડ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હાલ બી-ગ્રેડથી જ સંતોષ માનવો પડે છે: ટીચર્સ યુનિવર્સિટીને માત્ર બી-ગ્રેડ : ગુજરાત વિદ્યાપીઠને પણ અગાઉ કરતા નેક રેંકીંગમાં ઓછા માર્ક મળ્યા
એક સમયની એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે માત્ર બી-ગ્રેડ મેળવીને સંતોષ માની રહી છે ત્યારે તાજેતરમાં જ એડબલ પ્લસ રેન્ક મેળવી ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ નાકનું ટેરવું ઉચું કરી નાખ્યું છે. ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીઓ દ્વારા નેશનલ એસએસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સીલ માટે કરાયેલી દરખાસ્તના અનુસંધાનમાં કરાયેલા ઇન્સ્પેક્શન બાદ દરેક યુનિવર્સિટી માટે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને ડબલ પ્લસ ગ્રેટ એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે સતત ચર્ચામાં રહેતી ટીચર્સ યુનિવર્સિટીને બી-ગ્રેડ મળ્યો છે.
ગયા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ નેકનું ઇન્સ્પેક્શન આવ્યું હતું જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રગતિ કરવાને બદલે પીછેહઠ કરી હોય તેમ એમાંથી બી ગ્રેડ મેળવવામાં સફળ રહી હતી. ઓપન યુનિવર્સિટી જો એપ્લસપ્લસ ગ્રેડ મેળવી શકે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમા ક્યા છે? સો મણનો સવાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આખરે કરી શું રહી છે? કેમ કે જે રીતે એક વર્ષથી વધુનો સમય થયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાદવિવાદો સિવાય કંઇ જ વિદ્યાર્થી લગતી કામો ન થતાં હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતમાં પોતાનું નામ ઉપર કરે વિદ્યાર્થી લગતી કામો વધુને વધુ થાય તે દિશામાં પ્રયત્ન કરે તેવી આશા સેવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓ નેકમાં જતી નથી તેવી ફરિયાદ વચ્ચે હાલમાં જે યુનિવર્સિટીઓ અરજી કરી છે તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને નેકના પ્રથમ રાઉન્ડમાં જ એ-ડબલ પ્લસ રેન્ક આપવામાં આવ્યો છે. રાજ્યમાં એ-ડબલ પ્લસ રેન્ક મેળવનારા રાજ્યનાી પ્રથમ યુનિવર્સિટી બનવાની સાથે સર્વોચ્ચ રેંક યાદીમાં પણ દેશની પ્રથમ સ્ટેટ ઓપન યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટીની સ્થાપના પછી આ પ્રકારનો ગ્રેડ પ્રથમ વખત મળ્યો હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા કુલપતિ ડો.અમિબેન ઉપાધ્યાયને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા.
બીજી બાજુ ટીચર્સ યુનિવર્સિટીને માત્ર બી-ગ્રેડથી સંતોષ માનવો પડ્યો છે. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ બી.એડ કોલેજને જુદીજુદી યુનિવર્સિટીઓમાંથી દૂર કરીને ટીચર્સ યુનિવર્સિટીમાં સામેલ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીનો વિસ્તાર વધતાં સારો દેખાવ કરશે તેવી અપેક્ષા વચ્ચે 12મી થી 14મી જુલાઇ વચ્ચે કરવામાં આવેલા નેકના ઇન્સ્પેક્શનમાં માત્ર બી-ગ્રેડ આપવામાં આવ્યો છે. એટલું જ નહિં નેકની ટીમ દ્વારા જરૂરી સુધારા કરવા પણ તાકીદ કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીએ હજુ સુધી નેક માટે અરજી સુદ્વા કરી નથી. આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠને પણ તાજેતરમાં બીજા તબક્કામાં બી-ડબલ પ્લસ રેંક આપવામાં આવ્યો છે.
એ-ડબલ પ્લસ રેન્ક મેળવનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી
રાજ્યમાં એ-ડબલ પ્લસ રેન્ક મેળવનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી ડો.બાબાસાહેબ આંબેડકર બની છે. એટલું જ નહિં સર્વોચ્ચ રેંક યાદીમાં પણ દેશની પ્રથમ સ્ટેટ ઓપન યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટીની સ્થાપના પછી ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી પ્રથમ વખત નેકમાં ગઇ હતી અને પ્રથમ પ્રયાસે જ એ-ડબલ પ્લસ રેંક મેળવી માત્ર ગુજરાત જ નહિં પરંતુ દેશભરમાં નામ રોશન કર્યું છે.