આજે ડોકટર ડે નિમિત્તે તેમને વંદન કરવાનું મન થાય અને ડોકટરોમાં હજી પણ માનવતા મરી પરવારવારી નથી તેવું જીવતું જાગતું ઉદાહરણ ઉપલેટામાં ગોપિબેનના દવાખાના તરીકે જાણીતું નામ ડો.ગોપિબેન ભાટીયા ડો.ગોપીબેન ભાટીયાએ તેના પિતાના સાચા પુત્રી સાબિત થયા છે. ૭૫ વર્ષ પહેલા શહેરના દરબારગઢ દાભીજીના મંદિરની સામે પોતાના રહેણાંક મકાનમાં પિતાએ ગરીબ દર્દીઓની સેવા કરવા માટે ક્લિનીક ખોલેલ. આ ક્લિનીકમાં પિતાએ ૨૫ વર્ષ સેવા કરી તેને નવ પુત્રીમાંથી મોટી પુત્રી ગોપીબેને નજરાંનજર જોયેલ પિતાના અવસાન બાદ નવ જૂન ૧૯૬૯ થી પિતાનું ક્લિનીકની સેવા પુત્રી ગોપીબેન ભાટીયાએ સંભાળી.
ત્યારી આજ સુધી માનવ સેવા એજ માધવ સેવાના મંત્રને ધ્યાનમાં રાખી દરરોજ સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક નિયમીત ક્લિનીકમાં આવતા દર્દીઓને માત્ર રૂ.૧૦માં તપાસ ફી અને દવાના લેવામાં આવે છે. તેઓ સાંઈ સેવા સમિતિમાં જોડાઈને ગામડે-ગામડે ટીમ સો જઈને દર્દીઓની સેવા આજે પણ કરી રહ્યાં છે. છેલ્લા ૧૮ વર્ષી ઉપલેટા સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા જે ૧૦ દિવસ સુધી ગંભીર પ્રકારના ઓપરેશનો કરવામાં આવે છે.
નવ જૂને ડો.ગોપીબેન દવાખાનામાં પ્રેકટીસ કરતા ૫૦ વર્ષ પુરા તથા શહેરની વિવિધ સંસઓ, નગરપાલિકા, શિક્ષણ સમિતિના સર્વોદય ટ્રસ્ટ, ગ્રાહક સુરક્ષા મંડલ, જૈન સમાજ, સીંધી સમાજ, લોહાણા સમાજ, જે.સી.આઈ. ઈન્ડિયન મેડીકલ એસો. સાંઈ સેવા સમિતિ, સોની સમાજ સહિત ૨૦ જેટલી સંસઓ ડો.ગોપીબેન ભાટીયાના સેવાની કદરરૂપે ભવ્ય સભાનું સમારોહ યોજી ડો.ગોપીબેન ભાટીયાનું રૂણ અદા કરાયું હતું.