મીડિયાની સામે વીડિયોગ્રાફી કરી ડીઆરસી યોજવા પડકાર ફેંકયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં ગત વર્ષે પીએચ.ડીમાં પ્રવેશ લેતા ૪૦ વિદ્યાર્થીઓના મેરીટ લિસ્ટ બાદ ૨ છાત્રાના પાછળ થી બહાર પડેલા બીજા મેરીટ લિસ્ટના વિવાદ મામલે તત્કાલીન ભવન અધ્યક્ષ ડો.જયદીપસિંહ ડોડીયા મેદાને આવ્યા છે અને મીડિયાની હાજરીમાં વીડિયોગ્રાફી કરી ડીઆરસી યોજવા પડકાર ફેંકયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૮માં પ્રવેશ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ડીઆરસી મળી હતી જેમાં ૪૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જો કે ત્યારબાદ અઠવાડિયા પછી અન્ય ૨ છાત્રાને પ્રવેશ માટે મેરીટ લિસ્ટ બહાર પડાયું હતું. જે મામલે વિવાદ સર્જાતા કુલપતિ ડો.નીતિન પેથાણીએ ડો.ગિરીશ ભીમાણીની અધ્યક્ષતા વાળી તપાસ સમિતિ રચી હતી જેનો રિપોર્ટ હવે કુલપતિને સોંપવામા આવશે ત્યારે હવે અંગ્રેજી ભવનના તત્કાલીન હેડ ડો.ડોડીયાએ મિડિયાની હાજરીમાં વિડિયોગ્રાફી યોજી આરડીસી યોજવા ખુલ્લો પડકાર ફેંકયો છે.
તેઓ જણાવે છે કે અંગ્રેજીમાં એમફિલના મેરીટ લિસ્ટમાં તાજેતરમાં મારા જેવા ૨ સભ્યોને અંધારામાં રાખી મેરીટમાં ફેરફાર કરાયા હતા જે બાબતે ઉપકુલપતિ વિજય દેસાણીએ એમફિલના વાયવા ફરી યોજવા આદેશ કર્યો હતો. જો કે કુલપતિ પેથાણીએ ઉપકુલપતિના આ નિર્ણયને માન્ય રાખ્યો ન હતો દરમિયાન તાજેતરમાં પીએચ.ડી કોર્ષવર્કની પરીક્ષામાં ૬ વિદ્યાર્થીઓને નાપાસ કરી ભવન અધ્યક્ષ ડો.સંજય મુખર્જી અને ડો.કમલ મહેતાએ નવો ચિલ્લો ચાતર્યો હતો જેમાં પણ વિદ્યાર્થીઓને પેન્સિલથી પેપર લખવાનું આદેશ અપાયો હતો. હાલ જ્યારે ૨ છાત્રાને પ્રવેશ ના સેક્ધડ મેરીટ લિસ્ટનો વિવાદ છે ત્યારે પ્રવેશ લેતી વિદ્યાર્થીની સૃષ્ટિ ગોહિલકર ગુજરાત યુનિવર્સિટી સલગ્ન અમદાવાદની સેન્ડ ઝેવિયર્સ કોલેજમાં ડીસ્ટિંગશન સાથે પરીક્ષા પાસ કરી હતી અને આઈ આઈ ટી મુંબઇ દ્વારા તેમનું પીએચ.ડી રજિસ્ટ્રેશન માટે નામ શોર્ટલીસ્ટ થયું હતું અન્ય વિદ્યાર્થીની કંસારા કલાવતી અજમેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટીમાંથી એમ.એની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યારે આ બને વિદ્યાર્થીનીના પ્રવેશ પાછળ થી થયાનો વિવાદ ખોટો છે જેથી સત્ય સાબિત કરવું હોય તો મીડિયાની સામે વિડિયોગ્રાફી કરી ડીઆરસી યોજવામાં આવે તેવી માંગ છે.