મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યનાં નામાંકિત 87 ડોક્ટરો ભાજપમાં જોડાયા
વિકાસની નાડ પારખીને રાજકોટના ડો.તુષાર પટેલ, ડો.પ્રફુલ કામાણી, ડો.જયેશ ડોબરિયા, ડો.સંકલ્પ વણઝારા, ડો.પારસ શાહ, ડો.વિપુલ અઘેરા અને ડો.કમલેશ કાલરિયા સહિત રાજ્યના 87 નામાંકિત ડોક્ટરો ભાજપમાં જોડાઇ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે જ ભાજપમાં ભરતી મેળો પુરજોશમાં ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં 87 નામાંકિત તબીબોએ ભાજપનો ખેસ અને ટોપી ધારણ કરી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાજ્યના નામાંકીત તબીબો મોટી સંખ્યામાં મુખ્યમંત્રી ભૂ5ેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના હસ્તે કેસરીયો ખેસ અને ટોપી પહેરી ભાજપમાં જોડાયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ એમ.એમ.પ્રભાકર, બી.જે.મેડિકલ કોલેજના પૂર્વ ડિન ડો.પ્રણય શાહ, સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.પી.મોદી સહિતના તબીબો ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે.
પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યના શ્રેષ્ઠ તબીબીએ આજે ભાજપા કાર્યાલય ખાતે આવ્યા છે. કોરોનાની મહામારીમાં વિશ્ર્વભરના ડોક્ટરોમાં કેટલી રાષ્ટ્રભક્તિ છે તે દર્શાવવાનું સદ્ભાગ્ય મળ્યુ અને ગુજરાતના તમામ ડોક્ટરોએ ગુજરાતની જનતાનો જીવ બચાવવાનો સફળ પ્રયાસ કર્યો તે બદલ ગુજરાત રાજ્યના તમામ ડોક્ટરોનો આભાર. ગુજરાત ભાજપાના નેતૃત્વ વતી દરેક ડોક્ટરોનું ભાજપામાં હૃદ્યથી સ્વાગત છે.
આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, પ્રવક્તા યમલભાઇ વ્યાસ, ડોક્ટર સેલના સંયોજક ડો.ધર્મેન્દ્રભાઇ ગજ્જર, ડો.અનિલભાઇ પટેલ, ડો.ધનેશભાઇ પટેલ, ડો.અનિલભાઇ નાયક, ડો.તુષારભાઇ પટેલ તેમજ મીડિયા વિભાગના સહ ક્ધવીનર ઝુબીનભાઇ આસરા સહિતના પ્રદેશના હોદ્ેદાર તેમજ ગુજરાતભરના નામાંકીત તબીબઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.