ધો.૧ થી સ્નાતક સુધીનો અભ્યાસની જવાબદારી સોંપવા જિલ્લા કલેકટરને પત્ર લખ્યો
કાશ્મીરના પુલવામા ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહિદ થયા છે. કોઈ પણ એક શહિદના બાળકને દતક લઈ તેનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડો.દિનેશભાઈ ચોવટીયાએ દર્શાવી છે. આ અંગે તેઓએ આજે જિલ્લા કલેકટરને પત્ર લખ્યો હતો.
ડો. આર. ડી. ગાર્ડી એજયુકેશનલ કેમ્પસ દ્વારા દેશની કાજે આતંકી હુમલામાં શહિદી વહોરનાર ૪૪ પૈકી કોઈપણ એક જવાનના પુત્ર કે પુત્રીને દતક લઈ તેનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.દિનેશભાઈ ચોવટીયાએ આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાને પત્ર લખી એવી જાણ કરી છે કે, આતંકી હુમલામાં શહિદ થયેલા ૪૪ જવાનો પૈકી કોઈપણ એક જવાનના પુત્ર કે પુત્રીના ધો.૧ થી સ્નાતક સુધીના અભ્યાસક્રમની સંપૂર્ણ જવાબદારી મને સોંપવામાં આવે તેવી મારી અરજ છે. સરકાર તરફથી મને જે કોઈ શહિદ જવાનના પાલયની અભ્યાસ કરવાની જવાબદારી સોંપવામાં આવે તેની માહિતી મોકલી આપવી જેથી તેના શિક્ષણ, અભ્યાસને લગતી ફીનો ચેક હું શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચાડી શકું.