કેન્સર એટલે કેન્સલ નહી, કેન્સરના દર્દી સમયસરની સારવારથી બચી શકે છે
સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિધ્ધ અને એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉત્કૃષ્ટ સારવાર અને સુવિધા પૂરી પાડતી અને એનએબીએચ સર્ટીફીકેટથી પ્રમાણીત થયેલ રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં રાજકોટના ૫૦ વર્ષના પ્રૌઢ મહિલાને દાખલ કરવામાં આવેલ. આ મહિલાને છ માસથી વધારે સમયથી પેડુના ભાગમાં અને પીઠમાં દુખાવો અને કબજીયાત અંગેની ફરિયાદ સાથે હોસ્પિટલના ઓન્કોસર્જન ડો.દિપેન પટેલને સારવાર અને નિદાન માટે મળેલ હતા.ડો.દપેશ પટેલે સીટી સ્કેન અને અન્ય તપાસ કરતા ગર્ભાશ અને અંડાશયમાં બે અલગ અલગ મોટી ગાંઠો હોવાનું જાણવા મળેલ. જેમાં ગર્ભાશયની ગાંઠ ૧૭ સે.મી. અને અંડાશયમાં ૩૦ સે.મી.ની ગાંઠ હોવાનું માલુમ પડેલ પરંતુ ભર્ગાશયની ગાંઠ કેન્સરની હોવાનું નિદાન થતા તાત્કાલીક તેમનું ઓપરેશન કેન્સર સર્જન ડો.દિપેન પટેલ અને જનરલ સર્જન ડો.હેમલ મોટાણીએ કરી આ ગાંઠ બહાર કાઢેલ હતી જે લગભગ ૮.૫ કિલોગ્રામની હતી. આ ઓપરેશન લગભગ ત્રણ કલાકથી વધુ સમય ચાલેલ. ઓન્કોસર્જન ડો.દિપેન પટેલનો વિશાળ અનુભવ અને તેમની નિપુણતાને કારણે ઓપરેશન સફળ રહ્યાં પછી દર્દીને ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવેલ હતા. દર્દી હવે રોગમુકત થઈને પોતાના નિયમિત કાર્યો કરી શકે છે.ઓન્કોસર્જન ડો.દિપેન પટેલે માહિતી આપતા જણાવેલ હતું કે જો આ દર્દીની સમયસર સારવાર ન થઈ હોત તો ગર્ભાશયના કેન્સરના કોષો શરીરના અન્ય ભાગો જેવા કે આંતરડા, મુત્રાશય વિગેરેમાં ઝડપથી ફેલાવાની શકયતા હતી અને આવા કિસ્સામાં દર્દીને જીવનું જોખમ રહેતુ હોય છે.ભર્ગાશયના કેન્સરના લક્ષણો માસિકના ભાગેથી મેનોપોઝ પછી લોહી પડવું, પેટમાં ગાંઠ થવી, પેશાબ-સંડાસમાં ગાંઠના કદને લીધે તકલીફ થવી, શરીર ઘસાતું જવું વિગેરે છે. જેની મેનોપોઝ પછી સ્ત્રીઓએ સમયાંતરે ડોકટર પાસે ચેકઅપ કરાવવું જ‚રી છે. અથવા ઉપર મુજબના કોઈ લક્ષણો જણાય તો તાત્કાલીક ડોકટરનો સંપર્ક કરવા હિતાવહ છે.ડો.દિપેન પટેલે વિશેષમાં જણાવેલ હતું કે કોઈપણ પ્રકારનો કેન્સરના પહેલા સ્ટેજમાં ૯૦% થી વધારે દર્દીઓની સફળ સારવાર થઈ શકે છે એટલે આ પ્રકારના કોઈ લક્ષણો દેખાય તો કોઈપણ જાતની શરમ કે સંકોચ રાખ્યા વગર નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી હિતાવહ છે. જેથી પહેલા સ્ટેજમાં જ જે તે દર્દીને બચાવી શકાય. કેન્સર માટેની અદ્યતન તબીબી સારવાર અને સાધનોને કારણે કેન્સરના દર્દીઓને હવે બચાવી શકાય છે. પરંતુ આપણી કમનસીબી એ છે કે મોટાભાગના કેન્સરના દર્દીઓ સામાજિક કે કૌટુંબીક ભયથી આવા કોઈપણ પ્રકારના ચિન્હ હોય તો પણ પરિવારના જવાબદાર સભ્યને તેની જાણ કરતા ન હોવાથી બીજા-ત્રીજા સ્ટેજમાં કેન્સરના કોષો પ્રવેશી જાય ત્યારે દર્દીની સારવાર કરવી ખુબ મુશ્કેલ થાય છે તેટલું જ નહીં પરંતુ આવા કિસ્સામાં દર્દીની સારવાર વધુ ખર્ચાળ થઈ જતી હોય છે. કેન્સરના શંકાસ્પદ દર્દીઓએ તાત્કાલીક કેન્સરના રોગના નિષ્ણાંત તબીબની સલાહ લઈ જ‚રી સારવાર કરાવે તે જ‚રી છે જે દર્દી, તેનું કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના હિતમાં છે.