કુલાધિપતિ-ચાન્સેલર જેવા મહત્વ પૂર્ણ હોદા પર સૌરાષ્ટ્રમાંથી સૌ પ્રથમ વખત જાની નિમાયા
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ભારત સરકારના માનવ સંશાસન મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મઘ્યપ્રદેશની સુખ્યાત સાગર યુનિવસીટી ડો. હરિસિંહ ગૌર વિશ્ર્વ વિભાલય- સાગરના ચાન્સેલર પદે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવસીટીના પૂર્વ કુલપતિ એન.સી.ટી. ઇ. વેસ્ટ ઝોન ભોપાલના પૂર્વ ચેરમેન, સૌ. યુનિ. ની આટર્સ ફેકલ્ટીના પૂર્વ ડીન તેમજ ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પૂર્વ પ્રાઘ્યાપક અને અઘ્યક્ષ ડો. બળવંત જાનીને નિમણુંક કરાયા છે.સાહિત્ય શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રમાં તેમના વ્યાપક પ્રદાનને અનુલક્ષીને એક કુલધિપતિ જેવા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના અત્યંત મહત્વના સ્થાન પદ ઉપર સૌરાષ્ટ્રને સૌ પ્રથમ વખત આ પ્રકારનું ગૌરવ પ્રાપ્ત થઇ રહ્યું છે. રાજયની યુનિવસીટીઓમાં કુલાધિપતિ ચાન્સેલર પદે જે તે રાજયના ગર્વનર હોય છે. જયારે કેન્દ્ર સરકાર હસ્તકની સેન્ટ્રલ યુનિવસીટીમાં શિક્ષણ ક્ષેત્રમાં મહત્વના રાષ્ટ્ર વિખ્યાત વિદ્વાનોને કુલાધિપતિના ગરિમા પૂર્ણ પદે પાંચ વર્ષ માટે નિયુકત કરાયા હોય છે. મઘ્ય પ્રદેશની નામાંકિત સાગર યુનિવસીટીમાં રાષ્ટ્રપતિ દ્વારા ડો. બળવંત જાનીની ચાન્સેલર પદે નિયુકિત થતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી,સંસ્કૃતિ મંત્રી તથા ગુજરાતની તમામ યુનિવસીટીના કુલપતિઓ, શિક્ષણકારો, સાહિત્યકારો, પત્રકારો અને સિન્ડીકેટ સભ્યો તથા ડો. બળવંત જાનીના બહોળા મિત્ર સમુદાયે અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખ પદ માટે ચુંટણી લડી રહેલા ડો. બળવંત જાનીની મઘ્યપ્રદેશ સાગર યુનિવસીટીમાં ચાન્સેલર પદે નિયુકિત થતા મતદારોમાં આનંદની લાગણી પ્રસરીછે.