આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકોટને ઝળહળાવનાર
30થી વધુ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ડો.ભાવનાબેન જોષીપુરાના લગ્ન વિષયક કાનૂનની તલસ્પર્શી છણાવટની સરાહના
ચાંદ છીપે નહિં બાદલ ર્છાંયો…સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની વિદ્વતા કંબોડીયાના પાટનગર ન્હોમ પેન્હમાં યોજાયેલી આંતરરાષ્ટ્રી કાનૂની સહાય પરિષદમાં ડો.ભાવનાબેન જોષીપુરાના જ્ઞાના ઓજસ પથરાયા હતા.
પ્રાચીન ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિનો જ્યાં આજે પણ ખૂબ જ પ્રભાવ છે અને અને જ્યાં સદીઓ જૂનું ભવ્ય વિશ્ર્વ વિખ્યાત અંગકોરવાટ વિષ્ણુ મંદિર આવેલું છે તેવા કંબોડિયાના પાટનગર નોમ પેન્ટ ખાતે બાર એસોસિએશન ઓફ ધી કિંગડમ ઓફ કંબોડિયાના યજમાનપદે “બેક ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન લીગલ એઇડ” બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પ્રશાંતકુમાર અને લો એશિયાના પ્રમુખ શ્યામ દિવાનની આગેવાનીમાં દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રીનું પ્રતિનિધી મંડળ કંબોડિયા ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ પરિષદમાં ભાગ લેવા અર્થે ગયેલું હતું. બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભાવનાબેન જોષીપુરા આ પ્રતિનિધિ મંડળમાં ખાસ નિમંત્રિત હતા.
આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કંબોડિયા સર્વોચ્ચ અદાલતના પ્રમુખ ચિવ કેંગ દ્વારા કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોશીપુરાએ નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાયમાં સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકાના વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ખાસ કરીને વર્તમાન સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાયની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ આ વ્યવસ્થા સાચા લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચી શકે અને તેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તે વિષય ઉપર શ્રીમતી ભાવનાબેન જોશીપુરાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. લગ્ન વિષયક તકરારના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાનૂન સંદર્ભે પ્રવર્તમાન સ્થિતિની વિષદ છણાવટ પણ કરી હતી. ભાવનાબેન જોષીપુરાએ મીડિયેશન, કન્સિલિયેશન અને સમજાવટ એટલે કે કાઉન્સેલિંગ સહિતના આયામો ઉપર પોતાના અનુભવ આધારિત સૂચનો કર્યા હતા. જેને વિશ્ર્વભરમાંથી આવેલ અનેક વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની પ્રશંસા મેળવી હતી.
કોન્ફરન્સમાં 30થી વધારે દેશના પ્રતિનિધિઓએ વિષય ઉપર ગંભીરતા પૂર્વક વિચરી એવા તારણ પર આવેલ કે કે સંસ્થાગત સ્તર ઉપર તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વાંગી પ્રયત્નો છતાં વિશ્ર્વભરના બે તૃતીયાંશ લોકો હજુ પણ નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાય મેળવવામાં અનેકવિધ અવરોધોનો સામનો કરી રહેલ છે, જેની અંદર ખાસ કરીને લીગલ એડના ક્ષેત્રમાં ધારાશાસ્ત્રીઓની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કંબોડિયામાં બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા અંતર્ગત તેંત્રિશ સભ્યોની બાર કાઉન્સિલની છે, આમ બાર એસોસિએશનએ સર્વોચ્ચ સંસ્થા છે અને વર્તમાન અધ્યક્ષ એલ વાય ચંટોલા આ પ્રસંગે વિશ્ર્વ સમુદાયનું સ્વાગત કરી અને નિશુલ્ક અને સક્ષમ કાનૂની સહાય માટે ધારાશાસ્ત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સક્રિય ભૂમિકા ભજવી અને સામાજિક ઉત્તરદાયિત્વની સંકલ્પના સિદ્ધ કરશે તેઓ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
બાર એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત કુમારે આ પ્રસંગે સવિશેષ રીતે કાનૂની સહાયના પ્રકલ્પમાં ધારાશાસ્ત્રીઓની સહભાગીતાને સામાજિક ઉત્તરદાયિત્વની સંકલ્પના જણાવવાની સાથે ભારતમાં નિશુલ્ક અને સક્ષમ કાનૂની સહાય કેવી રીતે આપવામાં આવે છે. તેની પૂરી વિગત આંતરરાષ્ટ્રીય મંચ ઉપર રજૂ કરી હતી. લો-એશિયાના પ્રમુખ શ્યામ દીવાને સમાજ જીવનના વંચિત વર્ગ માટે ન્યાય સહાયની વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. બોમ્બે હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ નીતિન ઠક્કર, ઉદય વરૂંજીકર, કાયદા વિદ જે પી ગુપ્તા કર્ણાટક હાઈકોર્ટ બાર એસોસિએશનના શ્રીરંગા સહિત ભારતીય પ્રતિનિધિ મંડળમાં સભ્યો જોડાયા હતા. કંબોડિયા કોન્ફરન્સના ફોલોઅપ કાર્ય અંગેની બેઠક આગામી સપ્તાહમાં મળનાર છે