વ્યાજબી દરે સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર માટે ડોકટરો કટિબઘ્ધ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાનમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ પ્રખ્યાત કેન્સર સર્જન ડો.વલ્લભભાઈ કથીરિયાની રાજકોટનાં ડોકટર્સનાં હાર્દસમા વિદ્યાનગર મેઈન રોડ સ્થિત શ્રેયસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ૩૪ વર્ષ પુરા કરી ૩૫ વર્ષમાં મંગલપ્રવેશ કરી રહી છે. ડો.વલ્લભભાઈ કથીરિયા ગામડાના ખેડુત પરિવારમાં જન્મી, ખેતી કરતા કરતા મહેનત અને ખંતથી તબીબીનો અભયાસ કરતા સર્જનની માસ્ટર ડિગ્રી મેળવી રાજકોટમાં તેમની કારકિર્દી શરૂ કરી.
૧૯૮૫માં વિદ્યાનગર રોડ પર રાષ્ટ્રીય શાળાનાં સર્વોદય સંકુલમાં શ્રેયસ સર્જિકલ હોસ્પિટલની શ‚આત કરી બચપણથી આર.એસ.એસ.નાં સેવા અને દેશભકિતના રંગે રંગાયેલા ડો.કથીરિયાએ સેવા પરમો ધર્મ અને દરિદ્રનારાયણ સેવા એજ પ્રભુ સેવા ભેખધારી સેવાભાવી સર્જન તરીકે નામના મેળવી તેમની શ્રેયસ હોસ્પીટલમાં હજારો દર્દીઓને વિનામુલ્યે અથવા નજીવા ચાર્જથી ઓપરેશનો કરી ખ્યાતિ મેળવી છે.
અટલબિહારી વાજપાઈ સરકારમાં આરોગ્ય, માનવ વિકાસ સંશોધન અને ભારે ઉધોગના મંત્રી તરીકે પ્રશંસનીય કામગીરી કરી. ગુજરાતમાં ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડનાં અધ્યક્ષ તરીકે નમુનેદાર કામગીરીના પરિપાક‚પે ભારતનાં ભાગ્ય વિધાતા પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીએ તેમને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષની જવાબદારીના ભાગ‚પે ગૌસેવા માટે રાષ્ટ્રીય ફલક પર કામગીરી સોંપી છે.
ડો.કથીરિયા જાહેર જીવનની વ્યવસ્થાને વચ્ચે પણ દર્દીઓને તપાસવા, ઓપરેશન કરવા, યોગ્ય માર્ગદર્શન આપવું વગેરે કાર્ય સતત કરતા રહ્યા છે. સમય જતા ડો.કથીરિયાએ તેમનીહોસ્પિટલનો વિસ્તાર કરી શ્રેયસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનાં નામાભિધાનથી સર્જરી ઉપરાંત મેડીસીન, ઓર્થોપેડીક, ન્યુરો સર્જરી, પ્લાસ્ટીક સર્જરી જેવા અન્ય વિભાગો શરૂ કર્યા. અનેક ડોકટરો સુપર સ્પેશ્યાલીસ્ટો તેમાં જોડાઈ રાજકોટમાં સ્થાયી થયા. વર્તમાનમાં શ્રેયસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં મા અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઓર્થોપેડીક અને સર્જરીનાં ઓપરેશનો વિનામુલ્યે કરવામાં આવે છે.
૩૫માં સ્થાપના દિન પ્રસંગે ડો.કથીરિયાએ જણાવ્યું હતું કે, બધા જ ડોકટરો માનવતાને પ્રથમ ધ્યાને લઈ સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર વ્યાજબી અથવા નજીવા દરે કરવા માટે કટીબઘ્ધ છે. દર્દીઓ સાથે સહાનૂભૂતિ અને સાહાર્દપૂર્ણ વ્યવહાર કરૂણા અને માનવીય અભિગમ શ્રેયસ હોિસ્પટલનણણી કાર્ય પ્રણાલી છે. આ પ્રસંગે શ્રેયસ હોસ્પીટલ પરિવારને દર્દીઓ, સ્નેહી, શુભેચ્છકો, સામાજીક અને રાજકીય મહાનુભાવો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.