Table of Contents

        સામાજિક સમતા થકી રાષ્ટ્ર નિર્માણના સ્વપ્ન દ્રષ્ટા

સૌરાષ્ટ્રના પાટનગર સંસ્કાર નગરી રાજકોટમાં હર્ષોલ્લાસ: ગીત સંગીતના કાર્યક્રમમાં શોભાયાત્રા સાથે પરિસંવાદ સહિતના બૌદ્ધિક કાર્યક્રમ દ્વારા ડો.બાબા સાહેબને યાદ કરાયા

જે તરફ નીકળી જશુ  ત્યાં જ રસ્તો બનાવી લઈશુ…

Screenshot 6 8

આ જ પંક્તિ ડો.  આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. આજે ચૌદમી એપ્રિલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેકવિધ કાર્યક્રમ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતીની ભાવભર ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ જિલ્લા અને શહેરમાં ઠેર ઠેર આંબેડકર ની યાદ માં અનેકવિધ કાર્યક્રમમાં ભાવ વંદના ની સાથે શોભાયાત્રા પ્રતિમાઓને પુષ્પાંજલિ અને ભાવ વંદના કાર્યક્રમો અને સંગીતમય કાર્યક્રમના આયોજનની સાથે સાથે ભાવવંદના અને પ્રવૃત્તિ ચર્ચા વિચારણા સાથે ડોક્ટર બાબા સાહેબ ની ભાવવંદના સાથે ભાવાંજલિ આપવાના કાર્યક્રમ આયોજન કરાયું છે સવારથી સાંજ સુધી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતી નો ભાવભર્યો માહોલ ઉભો થયો છે.

DSC 0093

. 14 એપ્રિલ 1891માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ  આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો. સંજોગવશ ભીમરાવ સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમને માટે માઁનો પાલવની છાયા બની ગયા બાબા સાહેબે કહ્યુ – વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે. સમાજવાદ વગર દલિત-મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી.

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ  આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે શિષ્યવૃત્તિ આપીને 1913માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી દીધા અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થ નીતિનો ઉંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો હતો. ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મસૂત્રથી મળતી અસ્પૃશ્યતા નહોતી. તેથી તેમને અમેરિકામાં એક નવી દુનિયાના દર્શન થયા. ડો, આમ્બેડકરે અમેરિકામાં એક સેમિનારમાં ’ભારતીય જાતિ વિભાજન’ પર પોતાનો પ્રખ્યાત શોધ-પત્ર વાચ્યો, જેમાં તેમના વ્યક્ત્તિત્વની ચારેબાજુ પ્રશંસા થઈ.

ડો.  આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો.  આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. અને તેમણે કરેલા કાર્યથી આજે તે વંચિતોના મસીહા તરીકે પૂજાય

આરએસએસ દ્વારા  પૂષ્પાંજલી અર્પણ

Screenshot 8 6

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ  દ્વારા પૂજ્ય આંબેડકરજી જન્મ જયંતીની ઉજવણી રાજકોટ મહાનગરમાંદ્વારા પાંચ સ્થાનો ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અને ફૂલહારના કાર્યક્રમો કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં હોસ્પિટલ ચોક ખાતે સૌરાષ્ટ્ર પ્રાંતના માનનીય સંઘચાલકજી  મુકેશભાઈ મલકાણ,મહાનગર સંચાલકજી ડો જીતેન્દ્રભાઈ અમલાણી રાજકોટ વિભાગ સંઘચાલકજી ડો સંજીવભાઈ ઓઝા વિભાગના અધિકારી  મનીષભાઈ બેચરા રાજકોટ મહાનગર કાર્ય વાહ ડોઆશિષભાઈ તથા વર્ધમાન વિસ્તારના કાર્યવાહ શ્રી અશોકભાઈ મકવાણા  મારુતિ વિસ્તારના કાર્યવાહ  ડો હાર્દિકભાઈ નિમ્બાર્ક રૈયા ગામ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલય પ્રમુખ  દિનેશભાઈ પાઠક પ્રાંત ઘોષ પ્રમુખ હિરેનભાઈ ચીકાણી નટરાજ વિસ્તાર સહ કાર્યવાહ સચિનભાઈ દોશી રાજનગર ચોક ખાતે કિશોરભાઈ મૂંગલપરા પ્રાંત શારીરિક પ્રમુખ  દિપકભાઈ ગમઢા વિભાગ ધર્મજાગરણ સંયોજક  રાજેશભાઈ શિંગાળા લક્ષ્મી વિસ્તારના કાર્યવાહ રાજેશભાઈ પરમાર નટરાજ વિસ્તારના કાર્યવાહ  ડો હિરેનભાઈ ઠુંમર તથા અમુલ ચોક ખાતે મહાનગર સહકાર્યવાહ ડો  વિરમભાઈ સાંબડ રણછોડ વિસ્તારના કાર્યવાહ ડો. પ્રદીપભાઈ ચૌહાણ આસ્થા ચોક ખાતે પ્રાંત વ્યવસ્થા પ્રમુખ ડો નરેન્દ્રભાઈ દવે તથા પ્રાંત ભંડાર પ્રમુખ  મુકેશભાઈ કામદાર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરતા ભુપત બોદર

Screenshot 7 7

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આવેલ ડો.આંબેડકરની પ્રતિમાના રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે ફુલહાર કર્યા હતા અને વંદન કર્યા હતા આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ  મનોજભાઈ રાઠોડ,સદસ્ય પ્રતિનિધિ  ભીખાભાઈ બાબરીયા,સમાજ કલ્યાણ અધિકારી,નાયબ કાર્યપાલક ઇજનેર,આઈસીડીએસ પી.ઓ. તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અખીલ ગુજરાત કર્મચારી સોશિયલ એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા શરબત વિતરણ

વિશ્ર્વ વિભૂતી ડો. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે ભવ્ય શોભાયાત્રા, પુષ્પાંજલી સહીતના કાર્યકરો યોજાયા હતા. ત્યારે અખીલ ગુજરાત કર્મચારી સોશ્યિલ એન્ડ વેલફેર સોસાયટી દ્વારા મહાપાલિકા કચેરી પાસે શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા બહોળી સંખ્યામાં રાહદારીઓને શરબત પીવડાવવામાં આવેલ. આ કાર્યક્રમ માટે રાહુલભાઇ પરમાર, જયેશભાઇ ગોંડલીયા, ઇશ્ર્વરભાઇ સોલંકી, અમિતભાઇ કોઠારી, કિશોરભાઇ ગમારા, લલીતભાઇ સોલંકીએ જહેમત ઉઠાવી હતી. ‘અબતક’ સાથેની વાતચીતમાં અખીલ ગુજરાત કર્મચારી સોશિયલ એન્ડ વેલ્ફેર સોસા. ના પ્રમુખ રાહુલભાઇ પરમારે જણાવ્યું હતું કે આજે ડો. બાબા સાહેબ  આંબેડકરની 13રમી જન્મ જયંતિ નીમીતે શહેરભરમાં રેલી યોજાઇ હતી. એ રેલીમાં નિળકતા લોકો તથા રાહદારી માટે ઠંડા શરબતનું વિતરણ કરેલ. જેમાં અમને મહાનગરપાલિકાનો ખુબ જ સાથ સહકાર મળ્યો છે. ડો. બાબા સાહેબ આંબેડકરને નોલેજ ઓફ સિમ્બોલ કહેવાય છે. અમે છેલ્લા 10 વર્ષની ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ શરબત  વિતરણ કરીએ છીએ.

શહેર ભાજપ દ્વારા ડો.આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી

Screenshot 9 4

એમ.જી. હોસ્ટેલ દ્વારા ડો.આંબેકડરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

Screenshot 13 3

વિશ્ર્વરત્ન, મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ, સંવિધાન નિર્માતા શોષિતો પીડીતો મિ!લાઓ ના મુકિતદાતા ડો. બાબા સાહેબ આંબેડકરની 13રમી જન્મ જયંતિ નીમીતે રાજકોટમાં એમ.જી. હોસ્ટેલ કાલાવડ રોડ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવેલ. બહોળી સંખ્યામાં યુવાઓએ ઉ5સ્થિત  રહી બાબ સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  પુષ્પાંજલિ

Screenshot 10 3

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ એ આજે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે તેમની પ્રતિમા ને ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરાયા. આ તકે  રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, તેમજ ફ્રન્ટલ સેલના ચેરમેનો નરેશભાઇ સાગઠીયા, રણજીતભાઇ મુંધવા,  સહિતના આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot 11 3

Screenshot 12

વોર્ડ 17માં સફાઇ અભિયાન યોજાયું

ભારતીય સમાજની સામાજીક વિભેદનકારી દિવાલો ભષ્મ કરીને સત્ય, શિવ, સુંદર, સ્વરુપ ભારતના નિર્માણમાં અનન્ય યોગદાન આપનાર ડો. બાબાસાહેબ આંબેકડરની 13રમી જન્મજયંતિ એ શહેરના વોર્ડ -17 માં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં શાસક પક્ષના નેતા, વોર્ડ 17 ના કોર્પોરેટર વિનુભાઇ ઘવા, કોર્પોરેટર કિર્તીબા રાણા, રવજી મકવાણા, ભાજપ અગ્રણી ગૌતમભાઇ ગોસ્વામી, જેન્તીભાઇ નોંધણવદરા વિઠ્ઠલભાઇ પટેલ ચંદુલાલ ગરનારા વોર્ડ મહામંત્રી યોગેશ ભટ્ટ, જગદીશ વાઘેલા સહીતના ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.