‘ઝેરી શ્રીફળ’થી ઓળખાતુ આ ફળ ૩૦ કિલો વજન ધરાવે છે: માલદીવ ટાપુ પાસે ૬૦ થી ૧૦૦ ફૂટ જેટલા ઉંચા આ ફળના વૃક્ષો જોવા મળે છે: ભગવાન ધન્વંતરીના અમૃત કુંભમાંથી અમિ છાંટણા થતા આ ફળનું સર્જન થયાની માન્યતા
કોઈપણ રોગનો જડમુળથી નાશ કરવો હોય તો આયુર્વેદ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી ત્યારે આયુર્વેદ લોકોના જીવનમાં ખૂબ જ મહત્વનું ભાગ ભજવે છે ત્યારો ડો.અશોકભાઈ શેઠ એટલે કે, કાયમ ચૂર્ણ-શેઠ બ્રધર્સ ભાવનગરના કે જેઓએ કાયમચૂર્ણ નામની ઔષધી બનાવી છે. એમ કહેવાય છે કે, બધાં જ રોગોનું જડ પેટ હોય છે. ત્યારે પેટમાં પડેલો નકામો ખોરાકને બહાર કાઢવા માટે કાયમ ચૂર્ણનો ઉપયોગ સૌથી વધારે વિશ્વમાં થાય છે. ત્યારે હમણાં થોડા જ સમય પહેલા ડો.અશોકભાઈ શેઠના સંશોધનમાં વર્ષોથી જેમની શોધમાં તેઓ હતા તે ફળ એટલે કે દુર્લભ દરિયાઈ શ્રીફળ કે જેને બીજા નામ ‘ઝેરી શ્રીફળ’થી પણ ઓળખવામાં આવે છે.
દરિયાઈ શ્રીફળની ઉત્પતિ હજારો વર્ષ પહેલા વૈદ્યોના ભગવાન ધનવંતરીને કરેલી હોય તેવું કહેવાય છે. ભગવત ગીતાજીના દસમાં અધ્યાયમાં અને શ્રીમદ્ ભાગવતના આઠમાં સ્કંદમાં ધનવંતરી ભગવાનનો ઉલ્લેખ આપેલ છે. સમુદ્ર મંથન પ્રસંગે જયારે ૧૪ રત્નોનું પ્રાગટ્ય થયું તે પૈકી ધનવંતરી ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે ધનવંતરી ભગવાનના ખભા ઉપર અમૃત ભરેલો કળશ હતો.
તેઓએ દરિયા કિનારે તેમના પાવન ચરણો મુકતા જ અમૃત કુંભમાંથી અમિ છાંટણા ધરતી પર પડયા અને આશીર્વાદરૂપ શ્રીફળનું સર્જન થયું. દરિયાઈ શ્રીફળના વૃક્ષો ૬૦ થી ૧૦૦ ફૂટ જેટલા ઉંચા હોય છે. જેના પાંદડા ખૂબ જ મોટા હોય છે. આ ફળ ખૂબ જ મોટું બે ભાગમાં વહેંચાયેલું, ચપટું, દિલના આકારનું ૨૦ થી ૩૦ કિલો જેટલું વજનદાર હોય છે.
પ્રાચીનકાળમાં સાધુ-સંતો તેનો ભીક્ષાપાત્ર તરીકે ઉપયોગ કરતા હતા. તુંબડી તોડતા તેની અંદરથી ગર્ભ નીકળે છે. પરંતુ તેની અંદર સ્નીગ્ધ અંશ કે તેલ હોતું નથી તે સુકાઈ જતાં પથ્થર જેવું સખત થઈ જાય છે. જેને ઝેરી નાળિયેર કહેવામાં આવે છે. આ શ્રીફળ શ્રીલંકાથી ૭૦૦ કિ.મી. દૂર માલદીવ ટાપુ રહેલો છે.
તેનો કિનારો કેનેડા સ્થિત સેસલ્સ દેશને ઉત્તર-પૂર્વ દિશા તરફ મળે છે તે સિવાય પૂર્વ આફ્રિકાના સિકેલીજ ટાપુ અને અમેરિકાના સમુદ્ર પટના જંગલોમાં પણ જોવા મળે છે. દરિયાઈ શ્રીફળ ખૂબ જ માંગલિક અને પવિત્ર ફળ છે તેમજ રૂદ્રાક્ષની જેમ ખૂબ જ પ્રભાવશાળી પણ છે તેના દર્શન ભાગ્યશાળી વ્યક્તિ જ કરી શકે.
વનસ્પતિના તજજ્ઞ અને જાણકાર શેઠ બ્રધર્સના અશોકભાઈ શેઠ છેલ્લા ૩૫ વર્ષથી આ શ્રીફળની શોધમાં હતા પરંતુ તેમને આ અલભ્ય ઔષધ પ્રાપ્ત થયું ન હતું ત્યારે ધનવંતરી ભગવાનની કૃપાથી આટલા વર્ષ બાદ આ ફળ મેળવવામાં સફળ રહ્યાં. હજારો વનસ્પતિઓ વિશે માહિતી આપવામાં તેઓ પ્રદર્શનો કરી ચૂકયા છે. તેઓએ ગુજરાતી ભાષામાં “વસુંધરાની વનસ્પતિઓના સચિત્ર ગ્રંથો અને અંગ્રેજી ગ્રંથો “ધ હર્બ્સ ઓફ આયુર્વેદા અનેક દેશોની યુનિવર્સિટીમાં સ્થાન પામેલ છે અને હાલમાં તેઓ હિન્દી ગ્રંથો તૈયાર કરી રહ્યાં છે. તેમજ “ધ હેલ્થ નામના લોકોને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા ગ્રંથનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે.