તા.૨ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીજીએ રજૂ કરેલા બજેટમાં લોકોની આરોગ્ય સુખાકારી માટેની જોગવાઈ કરી છે જે આવકારદાયક છે એમ ભાજપ ડોકટર સેલના સૌરાષ્ટ્ર ઝોનના ક્ધવીનર ડો.અમીત હપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટમાં આરોગ્ય સુવિધા વધારવા અને લોકોને અદ્યતન તબીબી સગવડ મળી શકે એ માટે ૧૨૦૦ કરોડી વધુ રકમ ફાળવવામાં આવી છે. જેટમાં ખાસ ૫૦ કરોડ લોકો માટે ૫ લાખનો આરોગ્ય વિમો આપવાની જાહેરાત કરવામાં આવી છે. કદાચ વિશ્ર્વમાં આવડી મોટી સંખ્યામાં સરકાર દ્વારા અપાતા વિમાની આ યોજના પ્રમ હશે.
ત્રણ લોકસભા બેઠક દિઠ ૧ મેડિકલ કોલેજ આપવાની જાહેરાત અને નવી ૨૪ મેડિકલ કોલેજને મંજૂરી મળવાથી તબીબોની સંખ્યા વધશે જે જરૂરી છે. બાળકો, મહિલાઓ માટે વિવિધ તબીબી સુવિધા વધવા સો દોઢ લાખ જેટલા હેલ્ સેન્ટર ઉભા કરવાની જાહેરાતી નાના સેન્ટરોમાં પણ આરોગ્ય સુવિધાનો લાભ વધશે. આમ આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે સરકાર દ્વારા બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે એ સમયમાં દરેક વર્ગ માટે લાભદાયક બનશે.