આધુનિક પેસમેકરથી દર્દીના ધબકાર 30 થી વધીને 80 થયા: હૃદ્યનું પંપીંગ ર 5 ટકાથી વધીને 60 ટકા થયુ

55 વર્ષીય હિરાભાઇ મારૂ ભયમુક્ત થઇને સામાન્ય વ્યક્તિની જેમ જ રોજીંદા જીવનનું કામકાજ કરી શકે છે

 

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્ર કચ્છની સુપ્રસિધ્ધ અને એકછત્ર હેઠળ તમામ પ્રકાર ની સાર વાર  પુરી પાડતી એન.એમ઼.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ જયાં તમામ રોગોના નિષ્ણાંત તબીબોની ટીમ અને અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ ઓપરેશન થીએટર્સ અને બધા જ રોગો માટે અલગ અલગ વોર્ડ છે. જેથી દર્દીઓને સમયસર , સચોટ નિદાન અને સાર વાર  પુરૂ પાડી શકાય.

તાજેતર માં જ પપ વર્ષિય હિરાભાઈ મારૂને વોકહાર્ટ હોસ્પિટલમાં સાર વાર  માટે લાવવામાં આવેલ હતા. દર્દી ને વારંવાર  ચકકર  આવવા, શ્ર્વાસ ચડવો અને બેભાન થઈ જવાની તકલીફ હતી. આ ઉપરાંત દર્દી એકવાર  બેભાન થઈ ને પડી જતા તેમને માથામાં ગંભીર  ઈજા પણ થઈ હતી.

વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત કાર્ડીયોલોજીસ્ટ ડો.અભિષેક રાવલની દેખરેખ હેઠળ દર્દીની સાર વાર  શરૂ કર વામાં આવી અને દર્દીના ઈ.સી.જી અને ઈકો-કાર્ડીયોગ્રાફી રિ પોર્ટસ કર તા માલુમ થયુ કે તે દર્દીના હૃદયના ધબકારા (30 થી 40 પ્રતિ મીનીટ)સામાન્ય વ્યક્તિ કર તા ખુબ જ ઓછા હતા. એક સ્વસ્થ વ્યક્તિના ધબકારા સામાન્ય રીતે 70 થી 90 હોવા જોઈએ તથા તે શ્રમ કર તા વ્યક્તિને 90થી પણ વધી જાય છે. પરંતુ આ દર્દીના ધબકારા પ્રમાણમાં ખુબ જ ઓછા હતા. આ પ્રકાર ની તકલીફ કમ્પ્લીટ હાર્ટ બ્લોક તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તેને હૃદયની ડાબી બાજુ ધબકારા માટેના પ્રવાહ વહેવામાં (લેફટ બંડલ બ્રાંચ બ્લોક) તકલીફ હતી. જેના કાર ણે તેના હૃદયનુ પંપીંગ ખુબ નબળુ (ર પ%) હતું.

ડો.અભિષેક રાવલના જણાવ્યા અનુસાર  આપણા માનવ હૃદયમાં ધબકારા તથા પંપીંગના નિયમન માટે એક કુદર તી અલાયદુ ઈલેકટ્રીક વાયિરંગ (કંડકશન સિસ્ટમ) હોય છે. આ પ્રકાર ની હૃદયની સિસ્ટમમાં પણ અલગ અલગ જગ્યાએ ખામી ઉભી થાય છે તેના કાર ણે ઓછા ધબકારા (કમ્પ્લીટ હાર્ટ બ્લોક) તથા લેફટ બંડલ બ્રાંચ બ્લોક તકલીફ થાય છે. દર્દીને આ બંન્ને તકલીફ સાથે હોવાથી તેને વારંવાર  ચકકર  આવવા, શ્ર્વાસ ચડવો અને બેભાન થઈ જવાની તકલીફ થતી હતી.

આ પ્રકાર ની બિમારીમાં દર્દીને કોઈપણ સમયે ચકકર  આવે છે અને બેભાન થઈ ને પડી જવાથી દર્દીને ગંભીર  ઈજા થવી, હૃદયના ધબકારા બંધ થઈ જવા તથા જીવનુ પણ જોખમ ર હે છે. આ બીમારીના નિવાર ણ માટે દર્દીને પેસમેકર  મુકવાની જરૂરીયાત પડે છે. પરંતુ ડો.અભિષેક રાવલના જણાવ્યા મુજબ દર્દીને જો સામાન્ય પેસમેકર  મુકવામાં આવે તો તેના હૃદયનુ પહેલેથી જ નબળુ પડેલ પંપીંગ વધુ નબળુ થવાનુ જોખમ હતું.

ડો.અભિષેક રાવલના જણાવ્યા મુજબ જો સામાન્ય પેસમેકર ના બદલે ત્રણ તાર  વાળુ પેસમેકર (સી.આર .ટી.) મુકવામાં આવે તો દર્દીને વધુ રાહત થઈ શકે છે. સી.આર .ટી.માં પણ પંપીંગમાં થતો સુધારો અલગ અલગ કે અપુર્ણ પણ હોઈ શકે છે તથા હૃદયનુ પંપીંગ સુધર તા 3 થી 1ર  મહિના જેવો સમય લાગી શકે છે. સામાન્ય પેસમેકર  કે સી.આર .ટી હૃદયમાં ફિક્સ સ્થાન પર  જ ધબકારા આપી શક્યા હોવાથી હૃદયના પંપીંગ પર ની અસર  થોડી અનિશ્ર્ચિત હોય છે.

આ ઉપરાંત દર્દીના માથામાં થયેલ ઈજાની સાર વાર  ન્યુરોસર્જન ડો.કાંત જોગાણી દ્વારા ર્ક્યા બાદ આ દર્દીમાં કુદર તી વાયરીંગનુ સંસોધન કરી, ડાયરેકટ એ ડિફેકટીવ વાયરીંગ પર  જ પેસમેકર નો તાર  મુકી લેફટ બંડલ પેસીંગ કર વામાં આવ્યુ. ડોકટર ના જણાવ્યા મુજબ હૃદયની કુદર તી ર ચના ઉપર  જ પેસમેકર  મુકવાથી કુદર તી ધબકારા જેવા જ ધબકારા અને હૃદયના પંપીંગને ફાયદો થાય છે. આ સફળ સાર વાર  બાદ તેના ધબકારા 80 થી 90 ર હેવા લાગ્યા અને તેના હૃદયનુ પંપીંગ 3-4 દિવસમાં જ ર પ-30 % થી વધીને 4પ % થયુ તથા 1 મહિના બાદ તે પપ-60% થઈ ગયુ. તથા હાલ દર્દી ને કોઈપણ તકલીફ નથી. આ ઉપરાંત, તેઓ ભયમુક્ત થઈ ને સામાન્ય વ્યક્તિની જેમ જ રોજીંદા જીવનનુ કામકાજ કરી શકે છે.

ડો.અભિષેક રાવલ જણાવે છે કે, ધબકારા તથા હૃદયના પંપીંગની બીમારીઓની સમયસર  અને સચોટ સાર વાર  કર વામાં આવે તો તકલીફો અને જીવના જોખમમાંથી બચી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.