ધો.૨ થી ૧૨ના ૮૦૦ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
દિલ્હી પબ્લીક સ્કુલ ખાતે એક દિવસીય એજયુકેશન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૨ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ એજયુકેશન ફેરમાં સાયન્સ પ્રોજેકટ, બાળકો દ્વારા આર્ટ એન્ડ ક્રાર્ફટ તથા મ્યુઝીકલ શો રાખવામાં આવ્યા હતા આ તકે ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા સહિતના બહોળી સંખ્યામાં લોકો એજયુકેશન ફેર જોવા ઉમટી પડયા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે દિલ્હી પબ્લીક સ્કુલમાં કમિશ્નર વતીથી હું આવેલો છું અને અહીયા નેશનાલીઝમ, વુમન એમપાયરમેન્ટથીમ બેઈઝ પ્રોગ્રામ અને એકિઝબીશન કરવામાં આવ્યું છે.
ખૂબજ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે હું આખી ડી.પી.એસ.ની ટીમને પોલીસ ડિપાર્ટમેન્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આખા પ્રોગ્રામમાં બાળકોએ જે થીમ બેઈઝ પ્રોગ્રામ રજૂ કર્યા છે. અને ફેરમાં જે બાળકોએ મહેનત કરી છે તે ખૂબજ કાબીલે તારીફ છે.અબતક સાથેની વાતચીત દરમિયાન દિલ્હી પબ્લીક સ્કુલના પ્રિન્સીપાલ મનોજ દુબે એ જણાવ્યું કે આ અમારી એન્યુઅલ ઈવેન્ટ છે. દર વર્ષે અમે કરીએ છીએ અમા‚ માનવું છે કે એજયુકેશન ફકત બુક પૂરતુ જ સીમીત નથી તેમને ઈતર પ્રવૃત્તિઓ તથા તેમનામાં પડેલી ક્રિએટીવીટી તથા પોતાની વાત ન સમાજની સામે રાખવી તથા પુસ્તકો સીવાય અમે તેમને દેશ ભકિત વિશે મહિલાઓનાં સન્માન વિશે પણ તેમને શિખવાડવામાં આવે છે. આજના એજયુકેશન ફેરમાં ધો.૨ થી ૧૨ સુધીના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.અબતક સાથેની વાતચીત દરમિયાન તૃશાબેન કારીયાએ જણાવ્યું કે અમે અહીયા એજયુકેશન ફેરમાં મ્યુઝીકશો બાળકો દ્વારા બનાવેલ ડ્રોઈંગ આર્ટ એન્ડ ક્રાફટ તથા અલગ અલગ સાયન્સ પ્રોજેકટ ખૂબજ સરસ છે. બાળકોની મહેનત અને ટીસર્ચની મહેનત રંગ લાવી છે અને અમને અહીયા આવીને ખૂબજ આનંદ થયો છે. બાળકોમાં છૂપાયેલી ક્રિએટીવીટી બહાર લાવીને ખૂબજ સારી વસ્તુઓ તેઓએ બનાવી છે તે જોઈને ખુશી થઈ.
અબતક સાથેની વાતચીતમાં ડીપીએસ સ્કુલની વિદ્યાર્થીની સ્તૃતિ જણાવ્યું કે અમે એજયુકેશન ફેરમાં ભાગ લીધો છે. અને અમે બધી ફેન્ડસ સાથે મળીને દિલ્હીમાં આવેલ લોટસ ટેમ્પલ બનાવેલ છે. અને તે અમને બનાવતા ૧૫ દિવસ લાગ્યા હતા અને અમે ખૂબજ ખુશ છીએ. કે અમે આ બનાવ્યું છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજા મિશ્રા એ જણાવ્યું હતુ કે અમારી સ્કુલમાં આજે એજયુકેશન ફેરનું કરવામાં આવ્યું છે. એજયુકેશન ફેરમાં સાયન્સ જ નહી પરંતુ ધર્મને લઈને પણ પ્રયાસ કરીએ છીએ અમે અહીયા બે શો કર્યા છે. એક સર્વ ધર્મ સમભાવ અને વુમન એમ્પાવરમેન્ટ માટેનો કરવામાં આવ્યો છે. ધો.૨ થી ૧૨ સુધીનાં બાળકોએ ભાગ લીધો છે. અને વિવિધ કૃતિઓ રજૂ કરી છે.