રમત-ગમત, વિજ્ઞાન, ભાષા સહિતના વિષયો એજયુકેશન ફેરમાં આવરી લેવાયા
રાજકોટ દિલ્હી પબ્લીક સ્કુલ દ્વારા ‘એજયુકેશન ફેર’નું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રમત ગમત વિજ્ઞાન, ભાષા, ગણીત, વિષયોપર પ્રોજકેટ બનાવવામાં આવ્યા હતા ઉપરાંત ‘જલ હૈ તો કલ હૈ’ વિષય પર નાટક યોજાયું હતુ. આ ફેરમાં બીજી સ્કુલના વિદ્યાર્થીઓ પણ ભાગ લેવા આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓનાં વાલીઓ આ ફેર જોવા માટે પણ આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
તથા વિદ્યાર્થીઓ દ્વારા જન જાગૃતિ માટે ‘જલ હૈ તો કલ હૈ’ વિષય પર નાટક કરવામાં આવ્યું હતુ તથશ બાળકો અને વાલી વચ્ચેની જનરેશન ગેપ પર નાટક કર્યું છે.
મનોજ દુબે (પ્રિન્સીપાલ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ અમારો વાર્ષિક કાર્યક્રમ છે. દર વર્ષે બાળકો તેમાં ભાગ લે છે.જેમાં ધોરણ થી ૧૨ સુધીનાં બાળકો જોડાય છે. જેમાં સાયન્સના પ્રોજેકટ હોય છે. તથા સામાજીક સમસ્યાને લગતી વાત પણ કરવામાં આવી છે. પાણીની અછત પર વાત કરવામાં આવી છે. અને બીજાુ જનરેશન ગેપ પર પણ નાટક ભજવવામાં આવ્યું હતુ ભણતર ફકત બુકસમાં જ નથી કેવી રીતે ને કામ કરે છે. ‘કરતી શીખવું’ એ હંમેશા મોખરે છે. દિલ્હી પબ્લીક સ્કુલ અને બીજી અન્ય શાળાના બાળકોએ આ એજયુકેશન ફેરમાં ભાગ લીધો હતો. વાલીઓ એમના છોકરાવ સારી રીતે રજૂઆત કરે છે તે જોઈને ખુશ થાય છે. જેમાં બાળકો પોતાની કલા બતાવી શકે છે. નમન (વિદ્યાર્થી)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ દરેક છોકરા માટે એક સારી તક છે. દરેક છોકરાએ પોતાના પ્રોજેકટ માટે પૂરેપૂરી મહેનત કરે છે. દરેક વિષય પર પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે. રોકેટનું મોડલ બનાવી ઉડાડેલ છે. ભારતનો નકશો મુકેલ છે. ‘જલ હે તો કલ હૈ’ના વિષય પર નાટક કરવામાં આવ્યું હતુ વિદ્યાર્થીઓનો પૂરો સમય બુક સાથે પસાર થતો હોય છે. પ્રેકટીકલ નોલેજને સમય આપી શકાતો નથી પરંતુ આજે અમને મોકો મળેલ છે કે અમારા નોલેજને બહાર લાવી શકીએ મેં આજે રોકેટ બનાવ્યું હતુ. હું બનાવી ના શકત પરંતુ સ્કુલ તરફથી યોગ્ય માર્ગદર્શન મળતા હું બનાવી શકયો છું.
અહીંથી એક સંદેશ મળે છે કે ભણતર ફકત બુકો સુધી જ નથી રમતોમાંથી પણ શીખી શકાય છે. અમારો પ્રોજેકટ જોઈને બધા તાલીઓ વગાડે છે તો અમને પણ આનંદ આવે છે. અને પ્રોત્સાહન મળે છે. સ્કુલએ અમને બહુ સરસ મોકો આપ્યો છે.