ચોરાઉ એક્ટિવા પર વહેલી સવારે મંદિરે જતી મહિલાઓ અને ચણ નાખવા જતી વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યાની કબુલાત સોનાના ત્રણ ચેન, બે બાઇક અને છરી મળી રૂ.2.45 લાખનો મુદામાલ કબ્જે: કાલાવડ પર જાનકી પાર્કમાંથી ચીલ ઝડપ કરતા શખ્સને ફિલ્મી ઢબે ઝડપી લીધો
શહેરના જુદા જુદા વિસ્તારમાં એકાદ ડઝન જેટલી વ્યક્તિઓના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કાલાવડ રોડ પરના જાનકી પાર્કમાંથી ફિલ્મી ઢબે ઝડપી લેવામાં સફળતા મળી છે. ત્રણ સોનાના ચેન, ધારદાર છરી અને બે બાઇક મળી રૂા.2.45 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.શહેરમાં છેલ્લા પંદર દિવસમાં છ જેટલા વૃધ્ધ અને મહિલાઓના ગળામાંથી સોનાના ચેન અને મંગલસુત્ર ઝોટ મારી ચીલ ઝડપના ગુના નોંધાતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી. સમગ્ર શહેરનો પોલીસ સ્ટાફ સીસીટીવી ફુટેજના આધારે ચીલ ઝડપ કરતી ‘સમડી’ને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. સમાન્ય રીતે વહેલી સવારે મંદિરે દર્શન અર્થે જતી મહિલા અને ચણ નાખવા જતા વૃધ્ધોને નિશાન બનાવતી ‘સમડી’ના ટાઇમીંગ મુજબ પોલીસે મહત્વના પોઇન્ટ પર વોચ ગોઠવી ઝાળ બીછાવી હતી.
દરમિયાન કાલાવડ રોડ પર આવેલા જાનકી પાર્ક મેઇન રોડ પર ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એમ.વી.રબારી અને કોન્સ્ટેબલ અશોકભાઇ ડાંગર પેટ્રોલિંગમાં હતા ત્યારે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ શખ્સની નજીક જતા તે પોલીસને ઓળખી જતા બાઇક પર ભાગ્યો હતો પરંતુ તે સ્લીપ થતા પડી ગયો હતો. તેને કોન્સ્ટેબલ અશોકભાઇ ડાંગરને છરી બતાવી ક્રિકેટ એકેટમીના સ્ટુડન્ટને છરી બતાવી તેના યો બાઇકની ચાવી ઝુટવી ફરી ભાગ્યો હતો. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને પુષ્પરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફિલ્મી ઢબે પીછો કરી ઇન્દિરા સર્કલ પાસેથી ઝડપી લીધો હતો.
પોલીસે ઝડપેલો શખ્સ મુળ જામખંભાળીયાનો વતની અને હાલ સાધુવાસવાણી રોડ પર આવેલા આવાસ યોજનાના કનવાર્ટરમાં રહેતા અઝીઝ જુસબ સંધી હોવાની અને તેને જુદા જુદા 12 જેટલા સ્થળે સોનાના ચેન અને મંગલસુત્રની ચીલ ઝડપ કર્યાની કબુલાત આપી છે. અઝીઝ સંધી દોઢેક વર્ષ પહેલાં દિલ્હીમાં બનેલા ચીલ ઝડપના બનાવનો વીડિયો ચેનલના માધ્યમથી જોઇને ચીલ ઝડપ કરવા પ્રેરણા લઇ ચોરાઉ બાઇક દ્વારા ચીલ ઝડપ કરી તરખાટ મચાવી દીધો હતો. ચોરાઉ સોનાના ઘરેણા ગીરવે મુકી રોકડી કરી લેતો હોવાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલા તિરૂપતિનગર શેરી નંબર 2માં રહેતા ચંદ્રકાંતભાઇ નામના 70 વર્ષના લોહાણા વૃધ્ધ પોતાના ઘર પાસે ખીસકોલીને ખવડાવતા હતા ત્યારે એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે શેરી નંબર 5 અંગે પૂછપરછ કરી ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરી ભાગી ગયો હતો. ચીલ ઝડપ દરમિયાન ચેનમાં રહેલું પેડલ પડી ગયું હતું. જ્યારે માઘાપર ચોકડી નજીક મોરબી બાયપાસ પર શિવરંજની સોસાયટીમાં રહેતા મધુબેન વાંક નામના 62 વર્ષના વૃધ્ધા તેમના પતિ સાથે મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે સોનાના ચેનની ચીલ ઝડપ કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.