ગાંધી હોસ્પિટલમાં કોરોનાના સમયે ઈલાજ કરાવનારા અને મૃત્યુ પામનાર તમામ લોકોની વિગતના પુરાવાઓ નાશ કરાયા
સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ગામડાઓમાં પણ રસી પહોંચાડવામાં આવી રહી છે. શનિવારે સાંજના સમય દરમ્યાન સુરેન્દ્રનગર શહેરની જ આરોગ્ય વિભાગની મુખ્ય કચેરી આવેલી છે તેની બાજુમાંથી જ કોરોના રસી ના ડોજ ઉકરડામાંથી મળી આવ્યા છે. જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે ઉકરડામાંથી મળી આવેલા ની તારીખ પણ હજુ આવી નથી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રસી ઉકરડામાં ફેંકી દેવામાં આવી હોવાના પુરાવાઓ સામે આવ્યા છે.
તેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારી અને આ મામલે ઉચ્ચતર કક્ષાથી તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે કારણ કે સરકાર દ્વારા કોરોના ની રસી જે પહોંચાડવામાં આવે છે તે લોકોના રક્ષણ માટે પહોંચાડવામાં આવે છે અને તેનાથી કોરોના થી લોકો પહોંચે તેવા આશરે સાથે તદ્દન મફતમાં કરોડો રૂપિયાનો ખર્ચો સરકાર કરી અને લોકો સુધી મફત પહોંચાડે છે ત્યારે આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે આ રસીનો જથ્થો ઉકરડામાંથી મળી આવતા સમગ્ર ગુજરાતમાં આ વાતે ચકચાર મચાવી દીધો છે.
ત્યારે બીજી તરફ ગાંધી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે કોરોના જેવી વૈશ્વિક મહામારી ના આંકડાઓ ગાંધી હોસ્પિટલમાં હાલમાં ઉપલબ્ધ નથી અને સિવિલ સર્જન ને પણ આ મામલે કોઇપણ જાતની વિગત હાલ ખબર નથી જે વસ્તુ પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને લોકો ના ઈલાજ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે તે કોરોના ગ્રસ્ત દર્દીઓ ના મૃત્યુ ના આંકડા અને ગાંધી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓના આંકડા ખુદ સિવિલ સર્જનને ખબર નથી.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરમાં કોરોના ની પહેલી અને બીજી લહેર માં અનેક લોકોના કોરોના ના કારણે મૃત્યુ થયા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની કોરોના ની મુખ્ય હોસ્પિટલ તરીકે ગાંધી હોસ્પિટલ ને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી હતી.અને આ ગાંધી હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર પણ આપવામાં આવતી હતી સરકાર દ્વારા અંદાજિત 20 કરોડથી વધુનો ખર્ચો એકમાત્ર ગાંધી હોસ્પિટલ પાછળ કોરોના ના દર્દીઓને સારવાર આપવા માટે કર્યો છે ત્યારે આ નાણા ક્યાં ગયા ખર્ચાયા તેની કોઈ વીગત ગાંધી હોસ્પિટલના મુખ્ય સિવિલ સર્જન પાસે નથી અને કેટલા લોકોના મોત નિપજ્યા છે કેટલા દર્દીઓએ ગાંધી હોસ્પિટલમાં સારવાર લીધી છે એ તમામ પુરાવાઓ નષ્ટ કરવામાં આવ્યા હોય અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું શહેરીજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ કોરોના ના કપરા સમયમાં ગાંધી હોસ્પિટલમાં દર્દીઓને જમવા તથા ઓક્સિજન ના નામે પણ કરોડો રૂપિયાનો વહીવટ મહામારીમાં કરી નાખવામાં આવ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે ત્યારે હાલમાં આ મામલે ગાંધી હોસ્પિટલના સિવિલ સર્જન ને કોઈ વિગત પૂછવામાં આવે તો તેમની પાસે ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને જે પોતે પણ હાલમાં મૌન સેવી રહ્યા છે ત્યારે સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે કે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં કોરોના ના કપરા સમયમાં સરકાર દ્વારા દર્દીઓના ઈલાજ માટે ફાળવવામાં આવેલી રકમ માં કરોડો રૂપિયાનું કૌભાંડ કરાયા હોવાનું ચર્ચામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર શહેરમાં કોરોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ચર્ચાએ જોર પકડયું છે તેવા સંજોગોમાં સરકાર દ્વારા કોરોના ના કપરા સમયમાં લોકોને આરોગ્ય ની સેવા મળી રહે તેવા આશ્રય સાથે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યારે શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી અને અંદાજે 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાની સૂત્રો પાસેથી વિગત મળી રહી છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર શહેરની સંકલન બેઠક દરમ્યાન પૂછવામાં આવેલા પ્રશ્નના શહેરમાં કોરોના ના કેટલા લોકોએ ગાંધી હોસ્પિટલમાં સારવાર લીધી છે.
ત્યારે આ મામલે ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબ દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું હતું ત્યારે આ મામલે જિલ્લાના સિવિલ સર્જનને આ વિગત પૂછવામાં આવે તો તેમને પણ જણાવી દીધું કે અત્યાર સુધીમાં કોઈ પણ જાત ની વિગત કોરોનાની અમારી પાસે નથી કેટલા લોકોએ સારવાર લીધી અને કેટલા લોકોના મોત નિપજ્યા તેવા કોઈપણ જાતના પુરાવાઓ અમારી પાસે નથી તો શું આમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયા હોવાની આશંકા વ્યક્ત કરી શકાય તે એક સવાલ ઉભો થયો છે.
ત્યારે ગાંધી હોસ્પિટલમાં કોરોના સમયે ઈલાજ કરાવનારા અને મૃત્યુ પામેલા લોકોની વિવિધ પુરાવાઓના કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.સુરેન્દ્રનગર શહેરમાં આરોગ્ય વિભાગની બેદરકારીના પગલે આરોગ્ય અધિકારી ની ઓફિસ ની નજીકના ઉકરડામાંથી કોરોના રસીકરણનો જથ્થો મળી આવ્યો છે જેને લઇને આ મામલે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે ઉકરડામાંથી મળેલી રસીના પગલે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તંત્રની ટીમને પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેવા સંજોગોમાં હજુ સુધી આરોગ્ય તંત્રના મુખ્ય અધિકારીઓને એ બાબતની જાણકારી નથી કે આ કયા ઉકરડામાંથી કોરોના રસી નો જથ્થો મળી આવ્યો છે