દહેજમાં સેન્ટ્રલ ઇન્સ્ટિ. ઓફ કેમિકલ એન્જિ. એન્ડ ટેક્નોલોજી બનાવવાનો પ્રસ્તાવ ભારત વિશ્ર્વનો ચોથા નંબરનો મોટો કેમિકલ ઉત્પાદન કરતો દેશ બનશે: અનંત કુમાર

દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજન (PCPIR)માં નવા રોકાણો મેળવીને દહેજને માત્ર ભારત કે એશિયા જ નહીં, પણ વૈશ્વિક કેમિકલ્સ હબ બનાવવું શક્ય છે એમ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી અનંતકુમારે ગુરુવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર દહેજ પ્રોજેક્ટ માટે વાયેબિલિટી ગેપ ફન્ડિંગ માટે પ્રસ્તાવ મોકલશે તો રસાયણ અને ખાતર મંત્રાલય તેને મંજૂર કરવા તમામ પ્રયત્નો કરશે. દહેજમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (CCET) બનાવવાનો પ્રસ્તાવ પણ તેમણે મૂક્યો હતો અને રાજ્ય સરકાર પાસે જમીન ફાળવણીની અપેક્ષા વ્યક્ત કરી હતી.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્ડિયા કેમ ગુજરાત-૨૦૧૭ની પાંચમી કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે અનંતકુમારે કહ્યું હતું કે, વર્ષ ૨૦૪૦ સુધીમાં દહેજ ખાતે ૮ લાખ નોકરીઓના સર્જનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર જો વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તર્જ પર દહેજ માટે ખાસ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરે તો કેન્દ્ર પણ તેમાં ભાગીદાર તરીકે જોડાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના પ્રમ CCETની સપના ગુજરાતમાં કરવાના અનંતકુમારના પ્રસ્તાવને સ્વીકારીને જણાવ્યું હતું કે કેન્દ્રમાંી દરખાસ્ત આવશે તેના બીજા જ અઠવાડિયે જમીન ફાળવણીનો નિર્ણય કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે યુપીએ સરકારે ગુજરાતના કેમિકલ ક્લસ્ટર્સને ક્લિટિકલ ઝોનમાં મૂક્યા હતા તે પ્રતિબંધ હવે ઉઠાવી લેવામાં આવ્યો છે અને ઉદ્યોગોએ ઝીરો ઇફેક્ટ-ઝીરો ડિફેક્ટના મંત્ર સો ઉત્પાદન વૃદ્ધિ અને પર્યાવરણ જાળવણી કરવી જોઇએ.

ફિક્કીના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાં અગ્રણી છે અને PCPIRના કારણે અનેક તક સર્જાઇ છે. PCPIRમાં વધુ સારા લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફીડસ્ટોકની દિશામાં કામ કરવું આવશ્યક છે. ફિક્કીની નેશનલ કેમિકલ કમિટીના ચેરમેન દીપક મહેતાએ જણાવ્યું હતું કે, ભારતીય કેમિકલ ઉદ્યોગ ૨૦૨૫ સુધીમાં ૪૦૦ અબજ ડોલરે પહોંચી શકે છે અને ભારત વિશ્વનો ચોા ક્રમનો સૌી મોટો કેમિકલ ઉત્પાદક દેશ બનશે. જોકે, શ્રેષ્ઠ માનવબળ આકર્ષવા માટે કેમિકલ ક્લસ્ટરની આસપાસ શહેરો વિકસાવવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.