દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં અઢીથી ત્રણ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે મધુબન ડેમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. અને કાંઠાના ગામોને પણ સૂચના આપી દેવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ સાપુતારામાં 25 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે આહવામાં 14 મિમિ, સુબીરમાં 13 મિમિ અને વઘઈમાં 19 મિમિ વરસાદ નોંધાયો છે.