‘ડાઉન સિન્ડ્રોમના બાળકો અસ્થિર નહીં પરંતુ ધીમા ગતિશીલ’

‘ડાઉન સિન્ડ્રોમના બાળકોમાં અસ્થિરતા નહીં પરંતુ ધીમી ગતિશિલતા જોવા મળે છે’

દર વર્ષે ભારતમાં જન્મેલા લગભગ ર3000-ર9000 બાળકોને ડાઉન સિન્ડ્રોમ અસર કરે છે

દર વર્ષે 1000 બાળકોમાંથી 1 બાળકને ડાઉન સિન્ડ્રોમ અસર કરે છે ક્ષ મોટા ભાગના ડાઉત સિન્ડ્રોમના કેસો વારસાગત હોતા નથી

ડાઉન સિન્ડ્રોમ એ સૌથી સામાન્ય રંગસૂત્રિય ડિસઓર્ડર છે દર વર્ષે ડાઉન સિન્ડ્રોમથી આશરે 6000 બાળકો જન્મે છે, જે જન્મેલા 700 બાળકોમાં લગભગ 1 છે. વર્ષ 1979 થી ર003 સુધીમાં ડાઉન સિન્ડ્રોમથી જન્મેલા બાળકોની સંખ્યામાં લગભગ 30 ટકા વધારો થયો હતો. દર વર્ષે ભારતમાં જન્મેલા લગભગ 23000 – 29000  બાળકોને ડાઉન સિન્ડ્રોમ અસર કરે છે. જો કે સંખ્યાઓ ચિંતાજનક છે. ભારતમાં આ મુદ્દા પર ખુબ જ ઓછા ખુલ્લા સંવાદ થાય છે.

ડાઉન સિન્ડ્રોમવાળા બાળકો ‘ચાઇલ્ડ વીથ સ્પેશિયલ નીડસ’: ડો. તુષાર ઝાલાવડીયા

ડાઉન સિન્ડ્રોમ વિશે વધુ જાણકારી અને જાગૃતા મેળવવા ‘અબતક’ ની ટીમ દ્વારા ડીવાઇજ પ્લક ચાઇલ્ડ કેર હોસ્5િટલ ખાતે ડો. તુષાર ઝાલાવડીયાનુ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ડાઉન સિન્ડ્રોમ કોઇ રોગ નથી. આ એક રંગસૂત્રની ઉણપને કારણે અથવા તો રંગસૂત્રના બંધારણમાં ફેરફારના કારણે જોવા મળતી એક જેનિક ખામી છે. આમાં કોઇ બાહ્મ પરીબળો હોતા નથી. જેમ કે માતા-પિતાના કારણે કે પરિવારના કારણે એવા કોઇ પરિબળો હોતા નથી.

બાળકના જન્મ થતાં જ તેમના લક્ષણો દ્વારા ડાઉન સિન્ડ્રોમ ઓળખાય જાય છે. તેમનું માથુ થોડું નાનું હોય છે. કામ નાના હોય છે, આંખ ઉપરની સાઇડ હોય છે, પગની આંગળી અને અંગુઠા વચ્ચે વધારે જગ્યા હોય છે. 60-70 ટકા બાળકોની હથેળીમાં એક જ રેખા હોય છે. આવુ બાળક મંદબુઘ્ધિનું કે ગાંડુ નથી આવું બાળક બધુ જ સમજે છે પરંતુ થોડું ધીમું શીખે છે. સ્નાયુની નબળાઇને કારણે શારિરિક પ્રવૃતિઓ મોડી જોવા મળે છે. તેમની સમજપ શકિત થોડીક ઓછી હોય છે. રોગ પ્રતિકારક શકિત પણ ઓછી હોય છે.

આજે દર 1000 જન્મતા બાળકોમાં એક બાળકમાં ડાઉન સિન્ડ્રોમ જોવા મળે છે. અમુક વાર માતા-પિતાની વધારે ઉમર આમાં કારણ બને છે. જે 3પ થી 40 કે વધુ ઉમરની સ્ત્રી માતા બને છે તો ત્યારે ડાઉન સિન્ડ્રોમનો ખતરો રહે છે. ડાઉન સિન્ડ્રોમનું બાળક આપણા જેવું જ છે. તે ‘ચાઇલ્ડ વીથ સ્પેશિયલ નીડસ’ સામાન્ય બાળક કરતા તેમનામાં હેપિનેશ ઇન્ડેકશ વધારે હોય છે. હોવર્ડસની રિચર્સ અનુસાર આવા બાળકનો પરિવાર બીજા પરિવાર કરતા વધારે ખુશ હોય છે.

ડાઉન સિન્ડ્રોમથી ડરવાની જરુર નથી એ કોઇ રોગ નથી. તેઓ બધું જ કરી શકે છે, ડાન્સ, એકટીંગ, રમત ગમત, ડ્રોઇંગ વગેરે પરંતુ સારી તાલીમ સાથે આજના વૈજ્ઞાનિક યુગમાં ગર્ભાવસ્થામાં જ 99 ટકા ડાઉન સિન્ડ્રોમની ખબર પડી જતી હોય છે. અઢી કે ત્રણ મહિના વચ્ચે એન્ટિસ્કેન, ડબલ માર્કર, ત્રીપલ માર્કર, વગેરે ટેસ્ટો  દ્વારા ખરબ પડી જતી હોય છે. ડાઉન સિન્ડ્રોમ વાળા બાળકને તરછોડવામાં આવે છે. સમાજમાં આપણે પ્રેમથી સ્વીકાર કરવો જોઇએ.

આવા બાળકો સ્વનિર્ભર બને એવી તાલીમ આપવી પડે છે: યોગેશભાઇ

ડાઉન સિન્ડ્રોમથી પીડાતા બાળકોને પ્રેમ, પ્રોત્સાહન અને તાલીમથી મદદ કરી શકાય છે. શિક્ષણ અને તાલીમ વિશે વધુ માહીતી મેળવવા અબતક દ્વારા યોગીશભાઇની મુલાકાત લેવામાં આવી હતી. યોગેશભાઇ જે 10 વર્ષથી ડાઉન સિન્ડ્રોમ વિરાણી બેરા મુંગા સ્કુલમાં કાર્ય કરે છે. તેમણે જણાવ્યું કે આ એક બીમાર નથી. જેનેટીક ખામીના કારણે થાય છે. આવા બાળકોને ડીસએબલ (અપંગ) બાળક સમજી એક જગ્યાએ બેસાડી દેવાનું નથી. તેનું ફીઝોયો, મોટર સ્કીલ ડેવલ્પ કરાવવાનું હોય છે. અને શિક્ષણ, રોજીંદા કામો શીખાડવાના હોય છે.

vlcsnap 2021 03 30 11h11m43s008

નોર્મલ બાળક કરતા તેમનામાં શીખવાની પ્રક્રિયા ધીમી હોય છે. સ્પીચ માટે પણ તાલીમ આપવી પડે છે. પોતે સ્વનિર્ભર બને એવી તાલીમ આપવી પડે છે. તેમને (સોસ્યાલીઝ) સામાજીક કરવું જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું કે ડાઉન સીન્ડ્રોમ બાળક જન્મે ત્યારે માયુસ કે દુ:ખી થાવું ન જોઇએ, સમાજએ પણ આવા બાળકને (ડીસએબલ) અપંગ ન સમજવું જોઇએ આવા બાળકો માટે સમાજમાં દ્રષ્ટિકોણ બદલે એ માટે જાગૃતા લાવી જોઇએ માતા-પિતાએ અંધશ્રઘ્ધામાં માનવવું ન જોઇએ.

ડાઉન સિન્ડ્રોમ એટલે શું?

ડાઉન સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે. જેમાં એક બાળક તેમના ર1માં રંગસૂત્રની વધારાની નકલ સાથે જન્મે છે. તેથી તેનું બીજું નામ ટ્રાઇસોમી ર1 છે. આ શારીરિક  અને માનસિક વિકાસમાં વિલંબ અને અપંગતાનું કારણ બને છે. ઘણાં અપંગો આજીવન હોય છે. અને તેઓ આયુષ્ય પણ ટુંકાવી શકે છે. જો કે ડાઉન સિન્ડ્રોમ વાળા લોકો સ્વસ્થ અને પરિપૂર્ણ જીવન જીવી શકે છે.

ડાઉન સિન્ડ્રોમ એ કુદરતી રીતે બનતી રંગસૂત્રીય વ્યવસ્થા છે. જે હંમેશા માનવ સ્થિતિનો એક ભાગ રહી છે. તે વૈશ્ર્વિક સ્તરે તમામ પ્રદેશોમાં અસ્તિત્વમાં છે અને સામાન્ય રીતે શીખવાની શૈલીઓ, શારીરિક લાક્ષણિકતાઓ અને એકંદર આરોગ્યને અસર કરે છે. યોગ્ય વુઘ્ધિ અને વિકાસની ખાતરી કરવા માટે ડાઉન સિન્ડ્રોમ ધરાવતા કોઇપણને એકીકૃત કરવા માટે સામાજીક શિક્ષણ કાર્યક્રમો આવશ્યક છે.

ડાઉન સિન્ડ્રોમ વ્યકિતઓમાં તીવ્રતામાં બદલાય છે, જેનાથી આજીવન બૌઘ્ધિક અક્ષમતા અને વિકાસલક્ષી વિલંબ થાય છે. તે સૌથી સામાન્ય આનુવંશિક રંગસૂત્રીય વિકોર છે અન બાળકોમાં શીખવાની અક્ષમતાઓનું કારણ બને છે. તે સામાન્ય રીતે હ્રદય અને જઠરાત્રિય વિકારો સહિત અન્ય તબીબી વિકૃતિઓનું પણ કારણ બને છે. ડાઉન સિન્ડ્રોમ ગર્ભના પ્રારંભિક વિકાસ દરમિયાન કોષ વિભાગમાં ભૂલને કારણે થાય છે. ટ્રાન્સલોકેશન ડાઉન સિન્ડ્રોમ માતા-પિતા પાસેથી બાળકમાં પસાર થઇ શકે છે.

vlcsnap 2021 03 30 11h11m55s089

શું ડાઉન સિન્ડ્રોમ વારસાગત હોય છે?

મોટા ભાગના ડાન સિન્ડ્રોમના કેસો વારસાગત હોતા નથી. હાલના એક અભ્યાસ દ્વારા જાણાવા મળ્યું છે કે માતા-પિતાથી બાળકોમાં ફકત 10 ટકા કેસોમાં આ સ્થિતિ પસાર થાય છે.

(1) ટ્રાયસોમી ર1: જયારે આવી સ્થિતિ ટ્રોઇસોમી-ર1ના કારણે ઉભી થાય છે ત્યારે પ્રજનન કોષોની રચના દરમિયાન છુટા છવાયાં બનાવો તરીકે રંગસૂત્રોની અસામાન્યતા ઉભી થાય છે. નોન ડીસ્જંકશન કહેવાતી અસામાન્ય સંખ્યામાં રંગ સૂત્રો હોય છે.. જો આવા પ્રજાનન કોષોમાનો આમાનું એક પણ અસામાન્ય બાળકના જીનેટીકના બંધારણમાં ફાળો આપે તો બાળકના શરીરના દરેક કોષમાં રંગસૂત્રો-ર1ના વધારાના રંગસૂત્રો આવશે.

(ર) મોઝાઇડ ડાઉન સિન્ડ્રોમ: આ પણ વારસાગત નથી ઋુણના વિકાસની શરુઆતમાં કોષોના વિભાજન સમયે થતી આ જૂજ ઘટના છે.

(3) ટ્રાન્સ્લોકેશન ડાઉન સિન્ડ્રોમ: આ વારસાગત હોઇ શકે છે. બિન અસરગ્રસ્ત વ્યકિત રંગસૂત્રો-ર1 અને અન્ય રંગસૂત્રો વચ્ચે જીનેટીક મટીરીયલ્સની પુન: ગોઠવણી કરી શકે છે. આ ફરીથી ગોઠવણીને સંતુલીત ટ્રાન્સ્લોકેશન કહેવામાં આવે છે. જે લોકો આવા સંતુલીત પ્રકારના ટ્રાન્સલોકેશનને અનુસરે છે, તેઓને આવી સ્થિતિનાં બાળકો થવાનું ખુબ જોખમ રહેલું હોય છે.

ડાઉન સિન્ડ્રોમ: આ એક માનસીક અને શારીરિક લક્ષણોનો સમુહ છે. જે રંગસૂત્ર-ર1 ની વધારાની કોષીઓ હોવાના કારણે પરિણામે છે. અમુક નિષ્ણાંતો જણાવ્યું હતું કે, વિટામીન બી-1ર અને બી-9 નો અભાવ એક મુખ્ય કારણ બની શકે છે. ઉણપને સંબોધિત કરવાથી શકયતાઓ ઓછી થઇ શકે છે.

ડાઉન સિન્ડ્રોમનો કોઇ ઉપાય નથી, પરંતુ વિવિધ પ્રકારના સપોર્ટ અને શૈક્ષણિક કાર્યક્રમો છે., જે આ સ્થિતિ અને તેમના પરિવારો બન્નેને મદદ કરી શકે છે. બૌઘ્ધિક ક્ષમતાને ઘ્યાનમાં લીધા વિના જાહેર અને ખાનગી શાળાઓએ ડાઉન સિન્ડ્રોમવાળા લોકો અને તેમના પરિવારોને એકીકૃત વર્ગખંડો અને વિશેષ શિક્ષણની તકો સાથે સપોર્ટ કરવો જોઇએ. ડાઉન સિન્ડ્રોમવાળા લોકો અને તેમના પરિવારોની સફળતા માટે કુટુંબ અને મિત્રોએ તેમને સમજવા જોઇએ અને એક મજબુત સપોર્ટ નેટવર્ક બનાવવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.