ગુજરાતી રંગભૂમિ-ટીવી શ્રેણી ફિલ્મો નાટકોનાં વિવિધ કલાકારો કોકોનટ થિયેટરની એકેડેમીક સેશનમાં દરરોજ લાઈવ આવીને તખ્તાની દૂનિયાના વિવિધ પાસાઓની છણાવટ અનુભવો શેર કરીને યુવા કલાકારોને માર્ગદર્શન પૂરૂ પાડી રહ્યા છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ
ગઈકાલે ચાય વાય એન્ડ રંગમંચમાં અનુભવી અને પ્રસિદ્ધ કલાકાર પ્રભાકર શુક્લાએ એમના વિષય મારા રંગમંચના અનુભવો વિષે વાત કરી જે આવનારી દરેક પેઢી માટે એક આદર્શ બની રહે એવા અનુભવો એમણે જણાવ્યા. જ્યારે કોઈ તમારી સાથે ન હોય ત્યારે ઈશ્વર તમને સાથ આપે છે એ વાતમાં માનતા પ્રભાકર ભાઈએ જણાવ્યું કે સમજણા થયા ત્યારે અભિનય કરવાનો શોખ હતો. અને એ શોખ સાથે જ અમે મિત્રોએ અમદાવાદમાં દર્શન થિયેટરની શરૂઆત કરી
જેના દીપ પ્રાગટ્ય સમારોહમાં લેજેન્ડ એક્ટર બલરાજ સહાની પધાર્યા હતા, જુના દિવસો જાને આંખ સામે આવી ગયા હોય એમ પ્રભાકર ભાઈએ જણાવ્યું કે એ વખતે બા આખો દિવસ કામ.કરે અને રાત્રે બાર વાગે હું પહોંચું ત્યારે દરવાજો ખોલે. શો નાં દિવસે રાત્રે બા એ રાત્રે પૂછ્યું શો કેવો રહ્યો ? હું કંઈ બોલી ન શક્યો, કેટલી ચિંતા હતી એને મારી. ભણતરમાં પરીક્ષા બાદ સંજોગ એવા ઉભા થયા કે હું થેલામાં કપડાં ભરી કોઈને કહ્યા વિના કલકત્તા ચાલ્યો ગયો. ત્યાં મામાના દીકરાએ સમજાવ્યો થોડા દિવસ રોકાઈને ફરી અમદાવાદ આવ્યો. ગ્રેજ્યુએશન બાદ કલકત્તામાં નોકરી લાગી. જ્યાં મધુરાયના નાટકમાં જોડાયો..જેમનાં એક નાટકમાં 25 થી 30 સીન હતાં.
નાટક ભજવાયું પણ ખાસ નહિ ચાલ્યું. શુકલા સાહેબે એમના જુના સંસ્મરણો વાગોળ્યા. અને એવી રીતે કહ્યા જાણે એ દ્રશ્યો આંખ સામે ભજવતા હોય. ખૂબ જ ઇમોશનલ અને પડકારજનક રહી એમની નાટય કારકિર્દી. કલકત્તામાં જ ડ્રોઈંગરૂમ નાટકનો આઈડિયા વિકસાવ્યો જેનો સારો પ્રતિસાદ મળ્યો.અમદાવાદ આવી શરદ જોશીનું હિન્દી નાટક કર્યું એક થા ગધા 10 થી 12 કલાકાર હતા રીહર્સલ થાય પણ શો માટે રૂપિયા નહોતા. પરિસ્થિતિ સારી નહોતી, એક દિવસે મિત્રને વાત કરી અને એકવાર મિત્ર સાથે કોઈ આવ્યું એમણે રીહર્સલ જોયા અને ચા પાણીના બ્રેકમાં એ ભાઈ પાસે આવ્યા જે નટવર ભાઈ પંચાલ હતા. એમણે મને હાથમાં દસ હજારનું કવર આપ્યું અને કહ્યું કે તમે નાટકનો શો કરો. આગળ વધો.
ઈશ્વરમાં અસીમ શ્રદ્ધા ધરાવતા પ્રભાકર ભાઈને રંગભૂમિના જીવન દરમ્યાન ડગલે ને પગલે ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે એવા યાદગાર કિસ્સાઓ એમણે જણાવ્યા જે દરેક વ્યક્તિએ જોવા જ જોઈએ. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો.
જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે પ્રભાકર શુક્લા જેવા અનુભવી કલાકારની સફર અચૂક સાંભળવી જોઈએ અને આખું સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.
આજે જાણીતા કલાકાર અમિત દિવેટીયા
ગુજરાતી રંગભૂમીના નાટકો ગુજરાતી હિન્દી ફિલ્મો-જાહેરખબરો વિગેરે કલા દુનિયામાં જાણીતા અનુભવી દિગ્દર્શક અને કલાકાર અમિત દિવેટીયા આજે ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમા સાંજે 6 વાગે લાઈવ આવીને ‘કલાકાર અને પ્રેક્ષકો’ વિષયક ચર્ચા અનુભવા શેર કરશે.
તેમના ઘણા નાટકો તેના સાહજીક અભિનયથી હીટ થયા હતા. ગમે તેપાત્રમાં પોતે એટલા બધશ ઓતપ્રોત થઈને અભિનય કરતા હોવાથીનાટક હોય કે ફિલ્મ તેને ચાર ચાંદ લાગીજતા હોય છે. ગુજરાતી રંગભૂમી સાથે છેલ્લા પાંચ દાયકાથી જોડાયેલા અમિત દિવેટીયાના આજના સેશનમાંથી યુવા કલાકારોને ઘણું શીખવા મળશે.