•  વિધાનસભા-70ના ભાજપના આયાતી ઉમેદવાર સામે લોકોનો પ્રચંડ જનઆક્રોશ રાજકોટ શહેરની બાકીની 3 સીટો પરના ભાજપ્ના ઉમેદવારો માટે પણ નુકશાનકર્તા સાબિત થશે
  • હવે આજે ગુજરાતની જનતા સી.આર.પાટીલને પુછે છે કે હવે, ગુજરાતમાં જીતશો કે કેમ ??
  • એક જ સમાજના ચરણોમાં સતત આળોટતું રહેવાનું અને અન્ય સમાજોને રાજકીય અન્યાય કરવાનું ભાજપને પડશે મોંઘુ
  •  રાજકોટ શહેરના સ્થાનિક નેતાઓ અને પ્રદેશના કેટલાક આગેવાનોની મીલી ભગતના કારણે ટિકિટોમાં થયેલા અન્યાયથી લગભગ દરેક સમાજમાં ઉકળતો ચરૂ છે: જે આવનારી વિધાનસભાની ચુંટણીમાં વર્ષો બાદ ભાજપ્ને ભોંય ભેગુ કરે તો નવાઇ નહીં

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપે એન્ટી ઇન્કમબન્સીનો સામનો કરવો પડે તેવી દહેશત વર્તાઇ રહી છે. ગુજરાતમાં ભાજપની સ્થિતિ ખૂબ જ નાજુક હોય તેવો ભાશ થઇ જતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સતત ગુજરાતમાં ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે. ટિકિટ ફાળવણી બાદ ભાજપનું ઘર રિતસર સળગી ઉઠ્યું છે. અમૂક સમાજને સાચવવા માટે વર્ષોથી ભાજપના પડખે અડિખમ ઉભા રહેનારા અનેક સમાજો સાથે હળાહળ રાજકીય અન્યાય કરવામાં આવ્યો છે. વર્ષોથી ભાજપની કિન્નાખોરીનો સામનો કરી રહેલા અલગ-અલગ સમાજોએ હવે ભાજપને તેનું સ્થાન બતાવી દેવાનો નિર્ધાર કરી લીધો છે. સાચા-ખોટા ઓપિનિયન પોલ દ્વારા પ્રજાના મનમાં ભાજપ એવું ઠોકી બેસાડવા માંગે છે કે ગુજરાતમાં સતત સાતમી વખત કમળ ખીલી રહ્યું છે પરંતુ જમીની હકિકત સાવ અલગ જ છે. ખૂદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપની જીત થશે તેવો વિશ્ર્વાસ રહ્યો નથી. અગાઉ રાજ્યની તમામ 182 બેઠકો જીતવાનો દાવો કરનાર પાટીલ હવે 127 બેઠકોથી વધુ બેઠકો જીતી જૂના તમામ રેકોર્ડો તોડીશું તેવી ડંફાશો હાંકી રહ્યા છે. પરંતુ જે રીતે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની અવગણના કરી ભાજપ દ્વારા ટિકિટની ફાળવણી કરવામાં આવી છે તેના પરથી એક વાત સાબિત થઇ ગઇ છે કે આ વખતે ભાજપની સરકાર ગુજરાતમાં બનશે નહિ.

શિસ્તબધ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ ભડકો થયો છે. જે મોટા નેતાઓની કાંપી નાંખવામાં આવી છે. તેઓએ અને પ્રબળ દાવેદાર હોવા છતાં જેઓને ટિકિટ નથી મળી તે નેતાઓએ ભાજપ સામે જ બળવો કરી અપક્ષ કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે. કોઇપણ વાંક કે ગુના વિના જે સિટીંગ ધારાસભ્યો અને મંત્રીની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી છે તે પણ અંદરખાને ભાજપને નુકશાન પહોંચાડવા સક્રિય બની ગયા છે. સપ્ટેમ્બર-2021માં ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. વિજયભાઇ રૂપાણીને કોઇપણ વાંક કે ગુના વિના મુખ્યમંત્રીની ખુરશી પરથી ઉઠાડી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સૌરાષ્ટ્રમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ભારોભાર નારાજ થઇ ગયા છે. હવે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં દરેક સમાજ પોતાની તાકાત અને સંગઠન શક્તિ બતાવવા ઇચ્છી રહ્યું છે. ભાજપ માટેનું ચિત્ર નબળું હોવાના કારણે વડાપ્રધાને સતત ગુજરાતના પ્રવાસ કરતું રહેવું પડે છે.

આજ દિવસ સુધીમાં ગુુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં 19 બળવાખોરો ઉમેદવરોને સસ્પેન્ડ કરવા પડયા હોય તેવો કદાંચ ગુજરાતમાં ઇતીહાસમાં પ્રથમ બનાવ હશે. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારો જાહેર થયા પછી અંદાજે શરૂઆતમાં 40 થી પણ વધારે સીટો ઉપર બળવો થયો હોય તેવો ઇતીહાસનો કદાંચ પ્રથમ બનાવ છે. વિધાનસભાની ચુંટણી ટાંકણે ભાજપમાં થઇ રહેલી સમગ્ર સમાજમાં બળવાખોરી એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ભાજપમાં બધુ જ સમુસુતરૂ નથી અને પ્રચંડ આક્રોશનો દાવાનળ ભાજપ્ને નિશ્ર્ચીત પણે દઝાડી દેશે તેવું લાગી રહ્યું છે.  સતવારા સમાજ, કડીયા સમાજ, લુહાર સમાજ, સુતાર સમાજ, રધુવંશી સમાજ, વિશ્ર્વકર્મા સમાજ,  પ્રજાપતિ સમાજ તેમજ સુરેન્દ્રગરમાં તો બ્રહ્મ સમાજની દીકરીને તો ટીકીટ આપી પાછી લઇ લેવી પડી તે પણ ધણુ જ સુચક છે.હવે ગુજરાત રાજયમાં સહનશકિતની હદ આવી જતાં દરેક સમાજ પરિવર્તન તરફ અગ્રેસર બન્યો છે.

કદાંચ ગુજરાત વિધાનસભાની આ પ્રથમ ચુંટણી એવી હશે કે જે આ દેશના વડાપ્રધાન, આ દેશના કેન્દ્રના ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ, ઉતર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ કોળી સમાજના આગેવાન પરસોતમભાઇ સોલંકી તેમજ અલગ અલગ રાજયોના મુખ્યમંત્રીઓ કેન્દ્રના મંત્રીઓ વિગેરે આખા ગુજરાતના તાલુકાની જગ્યા સુધી પ્રચાર પ્રસાર માટે ધમરોળી રહયા છે છતાં પણ જનતાના આર્શીવાદ મળી રહયા નથી અને  ફેરો ફોગટ જઇ રહયો છે. અમુક વિસ્તારોમાં ચુંટણીની સભા લેવા જતાં કેન્દ્રના મીનીસ્ટરોને સંખ્યા ન થતા પરત આવવાના દાખલાઓ બની રહયા છે. ભારતીય જનતા પાર્ટીના અમુક સ્થાનીક અને અમુક પ્રદેશના પાર્ટીના આગેવાનો દ્વારા કેન્દ્રના લોકોને ગુજરાતની ખરી પરિસ્થિતીથી વાકેફ કરવામાં આવ્યા નથી. દરેક સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ  આપવાની વાતો કરી પરંતુ દરેક લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવેલ નથી.સ્થાનીક લેવલે અને પ્રદેશ લેવલે ભારતીય જનતા પાર્ટીના વિચાર કરવાના બદલે  પોતાના માનીતા અને અંગત લોકો તેમજ પોતાના ભાગીદારોને પેરાશુટથી ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. ઉમેદવારોની પસંદગીમાં ભાજપ્ના ગ્રાઉન્ડ લેવલના એટલે કે પાથરણા ઉપાડવાવાળા ખુરશી ભેગા કરવા વાળા, પાર્ટી માટે લોહી પાણી એક કરવા વાળા, કોઇપણની વાતને ઘ્યાને લેવામાં આવેલ નથી. જેનુ પરિણામ આ વખતની ચુટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આવનારા દિવસોમાં ભોગવવું પડશે.

પ્રદેશ ભાજપ્ના નેતાઓની મનમાનીને કારણે અમુક સમાજનો ભારતીય જનતા પાર્ટીમાંથી સંપૂર્ણપણે કાંકરાઓ કાઢી નાખવામાં આવ્યો છે.  નાના નાના સમાજના લોકોને યેનકેન પ્રકારે વિખવાદો કરાવી અંદર અંદર તોડી નાખવાની ભાજપ્ની રીત રસોમને કારણે આ વખતે નાના મોટા દરેક સમાજના લોકો તેમજ આગેવાનોએ સંપૂર્ણપણે મન બનાવી લીધુ છે કે છેલ્લા 27 વર્ષથી આપણુ લોહી પાણી એક કરી ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ છીએ

એટલા માટે થઇને જ આપણા સમાજના આગેવાનોેને અને આપણા સમાજને પાડી દેવાના કારસાઓ કરવામાં આવે ત્યારે સૌ સાથે મળી એક બની, નેકબની અને સમાજ વ્યવસ્થાને ધ્યાને રાખી, સમાજના ઉત્થાન ને ઘ્યાને રાખી અને એક વખત આપણે સાથે મળી કોંગ્રેસની સરકાર બનાવવી છે.

એક તક કોંગ્રેસને આપી આપણે જોઇએ કે કોંગ્રેસને 27 વર્ષના કપરા અનુભવથી કોંગ્રેસ સજાગ બની છે કે કેમ ?? તેની ચકાસણી જનતાએ કરવી જોઇએ. ગુજરાતની પ્રજાએ પણ રાજસ્થાનની પેટન મુજબ દર 5 વર્ષે સરકારો બદલી નાખવી જોઇએ. જેથી દરેક સમાજના લોકોને યોગ્ય  પ્રતિનિધીત્વ અને ન્યાય મળી રહે છે.            દરેક સમાજે સાથે મળીને 27 વર્ષ પછી એક વખત કોંગ્રેસની સરકાર બનાવ્યીએ અને ભાજપ્ની શાન ઠેકાણે લાવીએ અને સાબીત કરી આપી કે લોકશાહીની અંદર સર્વે સમાજના લોકો સર્વે સમાજના મતદારો ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ કાર્યકરો તો જ સર્વોપરી છે નહી કે ભાજપ્ના બની બેઠેલા અને સત્તાના મદમાં રાચતા અહંકારી આગેવાનો હવે તમામ સમાજે જાગૃત થવાની આવશ્યકતા છે.

 

ગુજરાત પ્રદેશ ભાજપ્ના અઘ્યક્ષ સી.આર.

પાટીલ ફેરવી તોળેલા નિવેદનોમાં શું કહ્યું  છે?

(1) પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે સી.આર.પાટીલે કહયુ ગુજરાતમાં 182 સીટો જીતશુ.

(ર) પ્રદેશ પ્રમુખ બન્યાબાદ થોડા સમય પછી સી.આર.પાટીલે કહયુ 150+ સીટો જીતશુ.

(3) વિધાનસભાની ચુટણી નજીક આવી ત્યારે સી.આર.પાટીલે કહયુ કે ભુતકાળનો 127 નો રેકોર્ડ તોડીશુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.