આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચમાં 300 ટકાનો વધારો નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પડકારરૂપ પરિસ્થિતિ ઉભી કરનારૂ બની રહ્યું છે. બીજી તરફ ક્નટેનરની અછત પણ મુશ્કેલીરૂપ બની રહ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. ગ્લોબલ શિપીંગ ક્રાઈસીસ, વૈશ્ર્વિક વહાણવટા સંબંધી પડકારજનક પરિસ્થિતિ અંગે જારી કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, નાના અને મધ્યમ ઉદ્યોગ માટે પરિવહન ખર્ચમાં આવેલા 300 ટકાનો વધારો કાબુમાં લાવવાની ખાસ જરૂર છે.

નાના અને મધ્યમ કક્ષાના નિકાસકારો માટે પરિવહનનું આ 300 ગણુ વધુ ભારણ મુશ્કેલીરૂપ બની રહ્યું છે તેમ રીક કેપીટલના સીઈઓ પુષ્કર મુકેવરે જણાવ્યું હતું. કોવિડ બાદ ધમધમી ઉઠેલી આર્થિક પ્રવૃતિઓમાં વિશ્ર્વના અન્ય દેશોમાં કરવામાં આવતી નિકાસમાં માલ પરિવહનનો આ વધારાનો બોજો મુશ્કેલી રૂપ બની રહ્યો છે જે ઓછો થાય તેવી વ્યવસ્થા અનિવાર્ય છે.

વૈશ્વિક શિપિંગ કટોકટી, વિશ્વના સૌથી મોટા આયાત અને નિકાસ કરતા દેશોની અસમાન આર્થિક રિકવરીને કારણે આ પ્રકારે અછત ઊભી થઈ છે.  પ્રાથમિક  તબક્કે કન્ટેનરની પ્રાપ્યતામાં ઘટાડો, ઓછા કામદારો, ઓછી શિપિંગ જહાજોનું સંચાલન અને વિવિધ ચીજવસ્તુઓની માંગમાં અનિયમિત હલનચલનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વધુમાં, કન્ટેનર બનાવવા માટેના કચામાલની સપ્લાયમાં વિલંબ થતાં આ સમસ્યા વધુ ઘેરી બની છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય માલ પરિવહન ખર્ચમાં મોટો વધારો થયો છે. જેને અંકુશીત કરવો ખૂબ જરૂરી બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.