• અદના આદમીની અડિખમ બેંક એટલે રાજકોટ જિલ્લા બેંક
  • ચેરમેન પદે જયેશભાઈના સાત વર્ષના કાર્યકાળમાં બેંકનો શેર કેપીટલ 66 કરોડથી વધી રૂ.138 કરોડે પહોચ્યો: બિઝનેસ રૂ.7 હજાર કરોડથી વધી 15000 કરોડે આંબ્યો
  • વર્ષ  2023-24માં બેંકનો ચોખ્ખો નફો રૂ.87 કરોડ, સભાસદોને  15 ટકા ડિવિડન્ડ આપવાની યુવા ચેરમેન જયેશ રાદડિયાની  ઘોેષણા

કદાવર ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના  અવસાન બાદ સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં   સર્જાયેલો  ખાલીપો તેમના પુત્ર યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પુરી દીધો છે. ચેરમેન પદે જયેશભાઈના સાત વર્ષના કાર્યકાળમાં રાજકોટ જિલ્લા બેંકે બમણો, વિકાસ કર્યો છે. વર્ષ  2017માં જયારે  રાજકોટ જિલ્લા બેંકનું ચેરમેનપદ જયેશભાઈ રાદડિયાએ સંભાળ્યું ત્યારે  બેંકનું શેર ભંડોળ રૂ.66 કરોડ હતુ જે આજે રૂ. 138 કરોડ છે. જયારે રિઝર્વ બેંક રૂ. 397 કરોડથી વધી રૂ. 962 કરોડ થયું છે. બેંકની થાપણ જે  2017માં  3900 કરોડ હતી તે હાલ રૂ. 8893 કરોડ થઈ છે. ધિરાણ જે  2017માં રૂ. 3075 કરોડ હતુ તે હાલ  6099 કરોડે આંબ્યું છે. બિઝનેસ પણ રૂ. 7000 કરોડથી વધી રૂ. 14992 કરોડે પહોચ્યો છે. જયારે રોકાણ રૂ. 1525 કરોડથી વધી રૂ. 3738 કરોડ થયું છે.  નફો પણ રૂ. 99 કરોડથી વધી રૂ. 240 કરોડ થવા પામ્યો છે.  સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જીલ્લા સહકારી બેંક સહિત જીલ્લા લેવલની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને  જામકંડોરણા ખાતે યાજાયો હતો. રાજકોટ જિલ્લા સહકારીચ યુવા ચેરમેન અને ધારાસભ્ય  જયેશભાઈ રાદડિયાએ બેંકનો સને 2023-2024 ના વર્ષનો ચોખ્ખો નફો રૂા.87 કરોડ થયાની અને સભાસદોને 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.

આ તકે 15 વર્ષથી વધુ સતત પ્રમુખ તરીકે સેવા આપનાર પ્રમુખનું સાફો, ફુલહાર, શાલ, શિલ્ડ અને પુરસ્કાર રૂપે રૂા.21,000 ચેકથી સન્માનિત કરવામાં આવ્યાં તેમજ બેંકની અકસ્માત વિમા યોજના અન્વયે અકસ્માતે અવસાન પામેલા  12 સભાસદોના વારસદારોને રૂા. 10 – 10 લાખના ચેક તથા વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના હેઠળ રૂા.15,000નાં ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવેલ.

રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકમાં ખેડૂત નેતા  વિઠલભાઈ રાદડિયાના અનુગામી તરીકે બેંકની જવાબદારી સંભાળનાર  જયેશભાઈ રાદડિયાએ બેંકની જામકંડોરણા ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં 65 મી વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડૂતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડૂતોએ આ બેંકને “અદના આદમીની અડીખમ બેંક” નામ આપ્યુ છે.

રાજકોટ જીલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે આ બેંકે ખેડૂતોને કે.સી.સી. ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપવા ઉપરાંત મંડળીઓને કે.સી.સી. ધિરાણમાં 1.25 % માર્જીન આપવા છતા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે રૂા.226 કરોડનો ગ્રોસ નફો અને રૂા.87 કરોડનો ચોખ્ખો નફો કરેલ છે  બેંક અને ખેડૂતો વચ્ચેનો મજબુત સબંધોનો પુરાવો છે તેમ  જયેશભાઈ રાદડિયાએ જણાવ્યુ હતું.

ગ્રામ્ય વિસ્તારના તમામ સ્તરના લોકો, ખેડૂતો અને શ્રમિકોનો આ બેંક ઉપર અદભૂત વિશ્વાસ સંપાદિત કરી બેંકને વટવૃક્ષ બનાવવામાં અને દેશની ટોચની સહકારી સંસ્થાઓમાં બેંકનું સ્થાન પ્રથમ નંબરે અંકિત કરવામાં સિંહફાળો આપી ખેડૂતો માટે રાત-દિવસ અથાગ પરિશ્રમ કરનાર  વિઠલભાઈ રાદડિયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્વાસ સંપાદિત કરેલ છે તે ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે આપણી સૌની સહિયારી જવાબદારી છે. ખેડૂતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહિ તે માટે બેંકની 199 શાખાઓ મારફત ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબધ્ધ છે.

બેંકનાં ચેરમેન સાધારણ સભામાં અનેક સ્કીમો  લોન્ચ કરી હતી. જેમાં મધ્યમ મુદત ખેત જાળવણી લોનમાં રૂા.3.00 લાખનો વધારો કરી મહત્તમ રૂા.15.00 લાખ સુધીની લોનની જાહેરાત કરાય હતી.

સને 2024-25 ના વર્ષ માટે બેંક તરફથી મંડળીઓને કે.સી.સી. ધિરાણ ઉપર 1.25% વ્યાજ માર્જીનની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારની ” સહકાર સે સમૃધ્ધિ ” યોજના અન્વયે મંડળીઓએ મોડેલ પેટાનિયમ સુધારા, કોમન સર્વીસ સેન્ટર, કિશાન સમૃધ્ધિ કેન્દ્ર અને મંડળીઓના નવા સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા તેમજ ખેડુતોના બેંકમાં ખાતા ખોલાવવાની કરેલ કામગીરીને ધ્યાને લઈ ખેતિવિષયક મંડળીઓના મંત્રીશ્રીઓને પ્રોત્સાહન મળે તે માટે બેંક લોન મેળવતી દરેક ખેતિવિષયક મંડળીઓના મંત્રીને પ્રોત્સાહિત રકમ રૂા.5000 આપવાની જાહેરાત કરાય છે.

એજયુકેશન લોનમાં રૂા.10 લાખનો વધારો કરી મહત્તમ રૂા.35 લાખ સુધીની  કરવામાં આવી છે.ગ્રામ્ય સૌર ઉર્જા યોજના (હાઉસીંગ સોલાર પેનલ માટે) રૂા.3. લાખની મર્યાદામાં લોનની જાહેરાત કરાય છે હાઉસીંગ લોન મર્યાદામાં વધારો કરાયો જેમા જીલ્લા મથક તથા ” રૂડા ” વિસ્તારમાં હાલના મહતમ વ્યકિતગત મર્યાદા રૂા. 50 લાખ છે, તેમાં રૂા.10 લાખનો વધારો કરી રૂા. 60.00 લાખની મર્યાદા ક2ાય  કરાય છે.તાલુકા મથક વિસ્તારમાં હાલના મહતમ વ્યકિતગત મર્યાદા રૂા. 40 લાખ છે, તેમાં રૂા.5 લાખનો વધારો કરી રૂા.45 લાખની  કરવામાં આવી હતી.

પારડી ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર તાલીમ ભવન બનાવશે : જયેશભાઈની જાહેરાત

જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય  જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સારા-માઠા પ્રસંગોમાં મદદ કરવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેન્ક કાયમી ધોરણે અડીખમ ઊભી રહી છે. અનેક વિશિષ્ટ કામગીરી બાબતે દેશભરની સહકારી બેન્કોને આ બેન્કે નવો રાહ ચિંધ્યો છે. ખેડૂતોએ પણ વિપરીત પરિસ્થિતિમાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેન્ક ઉપર વિશ્વાસ મૂક્યો છે. ખેડૂતોના વિશ્વાસને કારણે રાજકોટ જિલ્લાના સહકારી માળખાને દેશભરમાં અગ્રસર બનાવવામાં સફળ રહ્યા છીએ. રાજકોટ ગોંડલ હાઇવે પર પારડી ખાતે પાંચ હજાર ચોરસ મીટરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર તાલીમ ભવન બનાવવામાં આવશે. તેવી પણ જાહેરાત તેઓએ હતી.તેઓએ ઉમેર્યું હતું કે,આ બેન્કમાં ખેડૂતોને કે.સી.સી. ધિરાણમાં વ્યાજ માફી આપવામાં આવે છે. સહકારી માળખું ગ્રામ્ય લોકો, ખેડૂતો અને શ્રમિકો માટે છે, ત્યારે તેઓનું હિત અને કલ્યાણ રાજકોટ જિલ્લા સહકારી બેંકનું લક્ષ્ય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.