- સુપોષિત ગુજરાત અભિયાનની સિદ્ધ
- કલેકટર કચેરી ખાતે મીઠું અને ચોખામાં આયોડીન અને આયર્નની ચકાસણી હાથ ધરવામાં આવી
ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર રાજકોટ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પુરવઠા શાખા દ્વારા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ દર માસે સરકાર દ્વારા અપાતા ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખા અંગે જાણકારી આપવાનો હતો.લોકોમાં કુપોષણ અને એનેમિયા જેવા રોગોના નિવારણ અર્થે સરકારે અમલી બનાવેલા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 હેઠળ તમામ લાભાર્થીઓને વાજબી ભાવની દુકાનો દ્વારા કરાતી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આ જથ્થો આપવામાં આવે છે.કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેરમાં આવેલ વાજબી ભાવના દુકાનદારો સાથે લાભાર્થીઓમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખા બાબતે ગેર માન્યતા દુર થાય, તેના લાભોથી લાભાર્થીઓ પરિચિત થાય અને લાભાર્થીઓમાં જાગતતા લાવવા માટે ફૂડ ન્યુટ્રીશનના ડીવીઝનલ કો-ઓર્ડીનેટર વિપુલ ઠાકરને સાથે રાખી ડબલ ફોર્ટીફાઈડ મીઠાંમાં આયોડિન અને આયર્ન તેમજ ફોર્ટીફાઈડ ચોખામાં આયર્નની હાજરી તપાસવામાં આવી હતી. ઉપરાંત, દૈનિક જીવનમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખાના વપરાશથી થતા ફાયદાઓ અંગે તમામ વાજબી ભાવના દુકાનદારોને માહિતગાર કરી તાલીમ આપવામાં આવી હતી. જેથી લાભાર્થીઓમાં પણ જાગૃતિ આવે. ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાથી થતા લાભો છેવાડાના માનવી લોકો સુધી પહોંચે અને લોકો સંપૂર્ણ પોષણ, સ્વસ્થ જીવન જીવી શકે તથા ગુજરાત સરકારશ્રીનું “સુપોષિત ગુજરાત” અભિયાન સિદ્ધ તેમ જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી કે.વંગવાણી અને તેમની ટીમ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવે છે. આ બેઠકમાં બહોળી સંખ્યામાં વાજબી ભાવના દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા.