ગુજરાતમાં 48 માઈનોર, 1 મેજર પોર્ટ સહિત 49 પોર્ટ જે દેશના 40 ટકા કાર્ગો હેન્ડલ કરે છે
અબતક,રાજકોટ
ગુજરાતમાં દેશનો સૈાથી લાંબો 1600 કિ.મીનો દરિયા કિનારો છે. જે ગુજરાતને મેરીટાઇમ ક્ષેત્ર માટે મહત્વનું રાજય બનાવે છે. મેરીટાઇમ ક્ષેત્રમાં ગુજરાતનો ફાળો હંમેશા અગ્રણી રહ્યો છે. ગુજરાતમાં 48 માઇનોર અને 1 મેજરપોર્ટ એમ કુલ 49 પોર્ટ આવેલા છે. જે દેશના અંદાજીત 40 ટકા જેટલા કાર્ગો હેન્ડલ કરે છે. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટ ની સંકલ્પના આપી હતી. જેને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મૂર્તિ મંત્ર કરી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પોર્ટ ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર થયા છે. આજે દેશમાં વોટરવેઝની સંભાવનાઓ પર પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ બે વોટર-વે માટે ફિઝીબલીટી સ્ટડી થઈ રહ્યો છે. આ બદલાવનો જેનું સૌથી વધુ લાભ ગુજરાતની થયો છે ગુજરાતનું પોર્ટ ક્ષેત્ર ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વર્ષ 2021-22માં ૠખઇના નોન મેજર પોર્ટસ દ્વારા દેશના 31 ટકા કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યા હતો. દેશના નોન મેજર પોર્ટ્સના 65 ટકા કાર્ગો માત્ર ૠખઇ દ્વારા હેન્ડલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2021-22માં 405 ખખઝ કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યા હતા. ૠખઇ દ્વારા હાલમાં 6 બંદરો, 4 ખાનગી પોર્ટ, 25 કેપ્ટિવ જેટી અને 10 ખાનગી જેટીનું સંચાલન કરવામાં આવે છે. મુદ્રા,પીપવાવ, જીરા અને દહેજ ખાતે ખાનગી બંદરોના સંચાલન માટે ગુજરાતમાં 40,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ આવ્યું છે. આ બંદરો દ્વારા રાજ્યની કાર્ગો હેન્ડલીંગ ક્ષમતામાં 366.5 ખઝઙઅનો વધારો થશે. આ સાથે જાફરાબાદ અને છારામાં બે ગ્રીન પોર્ટ પણ ઇમ્પ્લીમેન્ટેશનની તૈયારીમાં છે. આ પોર્ટ માટે રાજ્યમાં 13,500 કરોડનું રૂપીયાનું મૂડી રોકાણ આવ્યું છે. આ સાથે જ રાજ્ય સરકારે ભાવનગર ખાતે 1900 કરોડ રૂપિયાની મૂડી રોકાણની તૈયારી સાથે શરૂ થનાર દેશના પહેલા ઈગૠ ટર્મિનલને મંજૂરી આપી છે. આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે વર્ષ 2010ની તુલનામાં 317 ખઝઙઅ કાર્ગો વહન ક્ષમતા વધારો થાય છે.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળ મલ્ટી મોડલ કનેક્ટિવિટી
ગુજરાત રાજ્યમાં આદરણીય વડાપ્રધાન શ્રી અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં પોર્ટ ક્ષેત્ર માં અનેક આયાતો સર કર્યા હતા. જેમાં દહેજમાં દેશનું પહેલું કેમિકલ ટર્મિનલ શરૂ કરવામાં આવ્યું હતું, મુંદ્રા પોર્ટને રેલ કનેક્ટિવિટી મળી હતી, દેશની પહેલી ડબલ સ્ટેક ક્ધટેનર ટ્રેન પીપવાવથી શરૂ થઇ હતી. સાથે જ દહેજ ખાતે દેશનું પહેલું એલએનજી ટર્મિનલ શરૂ કર્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં પોર્ટ સેક્ટરને બમણો વિકાસ મળ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના હસ્તે રાજયની પહેલી રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવી છે. સાથે જ જાફરાબાદમાં દેશના બીજા એલ.એન.જી ટર્મિનલને મંજૂરી મળી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના બંદરોને અત્યાધુનિક ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓથી જોડવા માટે નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે. રાજ્યનું ગુજરાત મેરીટાઇમ બોર્ડ આ માસ્ટર પ્લાનને રાજ્યમાં અમલી બનાવવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કટિબદ્ધ છે.
ગુજરાત બનશે શીપ-રિસાયકલિંગ નું હબ
આપણે સહુ રાજ્યમાં અલંગથી વાકેફ છીએ. દેશના શીપબ્રેકિંગમાં અલંગનું નામ મોખરે છે. ડબલ એન્જીન સરકાર દ્વારા રાજ્યમાં શીપબ્રેકિંગની સાથે શીપ રીસાઇકલિંગને પણ પ્રોત્સાહન મળે અને ગુજરાત શીપ રીસાયકલિંગનું હબ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભારત દેશ વિશ્વના શીપ રિસાયકલીંગ ક્ષેત્રમાં અગ્રણી છે અને વિશ્વના 30 ટકા શીપ ભારતમા રીસાયકલ થાય છે. ગુજરાતના અલંગ-સોશીયો શીપ રીસાયકલીંગ યાર્ડની ક્ષમતાથી આદરીયણ વડા પ્રધાનમંત્રીશ્રી સુપેરે વાકેફ હતા. દેશના 98 ટકા શીપ અહીં રીસાયકલ થાય છે. ગુજરાત સરકારે આ દિશામાં આગળ વધતા વર્ષ 2003ના શિપ રિસાયકલિંગ નિયમોમાં ફેરફાર કરી અને વર્ષ 2014માં નવા નિયમો બનાવ્યા છે ગત 20 વર્ષમાં 5720 શીપ રિસાયકલિંગ કરવામાં આવ્યા છે. અલંગ ખાતે કાર્યરત 131 પ્લોટમાંથી 103 પ્લોટને હોંગકોંગ ક્ધવેન્શનનું કમ્પ્લાયન્સ પ્રાપ્ત થયેલું છે અને આવનાર દિવસોમાં તમામ 131ને પ્રાપ્ત થતા વધુ શીપ રિસાયકલિંગ થઈ શકશે.
ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી
આજે દરેક ક્ષેત્રમાં સ્કીલ્ડ મેન પાવરની જરૂર છે. મેરીટાઇમ ક્ષેત્રમાં સ્ટીલ્ડ મેન પાવર મળી રહે તેવા આશય સાથે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા મેરીટાઈમ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે. આ દેશની પહેલી આ પ્રકારની સેક્ટર સ્પેસીફિક યુનિવર્સિટી છે જેણે મેરીટાઈમ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય જોડાણ કરેલું છે. વર્ષ 2019થી મેરીટાઈમ ક્ષેત્રના કાયદાઓને ધ્યાનમાં રાખીને કકખનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. મેરીટાઈમ લો પોલિસી અને એડમિનિસ્ટ્રેશન સ્કૂલની સફળતા બાદ વર્ષ 2020માં સ્કૂલ ઓફ મેરીટાઈમ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવી છે. સ્કૂલ ઓફ શીપીંગ મેનેજમેન્ટ દ્વારા શિપીંગ અને લોજિસ્ટિકમાં ખઇઅનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ વિશ્વ વિખ્યાત કોપન હેગન બિઝનેસ સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં મેરીટાઈમ ક્લસ્ટર
આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ દેશમાં પહેલું મેરીટાઈમ ક્લસ્ટર ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ મેરીટાઈમ અને લોજિસ્ટિક સાથે જોડાયેલા વ્યવસાયો માટેની એક છત્ર સંસ્થા છે. ક્લસ્ટરના ઇનોવેટીવ ટ્રિપલ હેલિક્ષ મોડેલના આધારે આ ક્લસ્ટર વિકસાવવામાં આવ્યું છે. આ ક્લસ્ટર દ્વારા મેરીટાઇમ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ અને શિક્ષણ વિદો એક પ્લેટફોર્મ પર આવે છે અને ક્ષેત્રમાં વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આ મેરીટાઇમ ક્લસ્ટરને દેશના પ્રથમ ઈંઋજઈ સેન્ટરનો લાભ મળે છે અને આ ઈંઋજઈ સાથે જોડાયેલા શીપ લિઝિંગમાં મંજૂરીઓ આપવા સુગમતા રહે છે. આ મેરીટાઇમ ક્લસ્ટરમાં હાલમાં 55 સભ્યો છે.
લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્સ
ભારત દેશનો દરિયાઈ વેપારનો ભવ્ય ઇતિહાસ છે. 5 હજાર વર્ષ પહેલા હડપ્પા અને મોહેન્જો-દારોની સભ્યતામાં ભારત દેશમાં દરીયાઈ વ્યાપાર થતો હતો. ગુજરાતના ધોલેરા અને લોથલ ધીકતા બંદરો હતાં. દેશના સમુદ્રી વ્યાપાર અને ઇતિહાસને ઉજાગર કરતું નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્સ અમદાવાદ નજીક લોથલ ખાતે આકાર લઈ રહ્યું છે.