ગુજરાતમાં બાગાયતી ખેતીને ફકત આજીવિકાના સાધન જ નહીં એક ઉદ્યોગ તરીકે અપનાવાય રહ્યો છે
દુનિયામાં કૃષિક્ષેત્રે ક્રાંતિ આવી છે, જે દેશે કૃષિ બજાર ક્ષેત્રે પ્રગતિ કરી છે તેણે વૈશ્વિકરણના યુગમાં સફળતા હાંસલ કરેલ છે. બાગાયતકૃષિ ક્ષેત્રમાં એક મહત્વનુ સ્થાન ધરાવે છે. જેના થકી એકમ વિસ્તાર દીઠ વધારે આવક,વધુ રોજગારીની તકો,પર્યાવરણ સુધારવામાં મદદરૂપ, પોષણલક્ષી આહારની ખાતરી અને વધુ નિકાસલક્ષી વળતર મળે છે. બાગાયતી પાકોની ઉપયોગીતા અને તેના મહત્વને લક્ષમાં લઇ રાજ્યની ડબલ એન્જિન સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી વિકાસને ખાસ મહત્વ આપવામા ંઆવેછે. આજે બાગાયતી ખેતી ફક્ત આજિવિકાનું સાધન જ નહીં પણ એક ઉધોગ તરીકે અપનાવાઇ રહી છે રાજ્ય કેરી, કેળ, ચીકુ અને ખારેકના પાક માટે જાણીતું છે. ફળો અને શાકભાજીની નિકાસ લક્ષી ખેતી કરવામાં આવે છે.જ્યારે જીરૂ, વરિયાળી તથા ધાણા જેવા મસાલા પાકોના ઉત્પાદનમાં તેમજ ઇસબગુલના પ્રોસેસીંગ અને નિકાસમાં દુનિયામાં અગ્રેસર છે.
ખેડૂતલક્ષી બાગાયત…
– ફળ, શાકભાજી મસાલા, ફલ પાકો જેવા બાગાયતી પાકોનાં વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન, અને સહાય પૂરી પાડવા યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત ખેડૂતોને નેટહાઉસ, ગ્રીન હાઉસ, મલ્ચીંગ જેવી રક્ષીત ખેતી અપનાવવા સહાય આપવામાં આવે છે.
– સ્વ રોજગારલક્ષી એકમો જેવાકે ફળ-પાક નર્સરી, ધરુ ઉછેર, ટીસ્યુકલ્ચર એકમો, બાયોકંટ્રોલ લેબોરેટરી મશરુમ ઉછેર કેન્દ્રો, નાના- પ્રોસેસીંગ એકમો ઉભા કરવા સહાય આપવામાં આવે છે.
– બાગાયતી યાંત્રિકરણ, મધમાખી ઉછેર, સંકલિત પોષણ વ્યવસ્થા5ન ( ઈંગખ )/ સંકલિત જીવાત વ્યવસ્થા5ન (ઈંઙખ )ને પ્રોત્સાહન આપવામાં આવે છે.
– બાગાયતી પાકોનો લણણી પછી બગાડ થતો અટકાવવા ખેતર પરના પેક હાઉસ, પ્રિ-કુલીંગ એકમ, રાયપનિંગ એકમો, ડુંગળીના મેડા એકમો ઉભા કરવા તથા કોલ્ડ સ્ટોરેજ-કોલ્ડ ચેઇન ઉભી કરવા, તથા મીનીમમ પ્રોસેસીંગ એકમો ઉભા કરવા સહાય
– અનુસૂચિત જાતી/ અનુસૂચિત જન જાતીના ખેડૂતોને વિના મુલ્યે રુ. 2000 સુધીની શાકભાજી કીટસ વિતરણ હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. 14.79 કરોડના ખર્ચ થકી કુલ 38390 ઉપરાંત અનુ. જન જાતિના ખેડૂત લાભાર્થીઓને જ્યારે કુલ 30800 ઉપરાંત અનુસૂચિત જાતિના ખેડૂત લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે.
– ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે માટે સહાય. જેમ કે ચાલુ વર્ષે ડુંગળીના ભાવો ઘટતાં ખેડૂતોને કીલો દીઠ રુ. 2 લેખે મહત્તમ રુ. 50000/- સુધી સહાય આપવામાં આવે છે.
– ખેડૂત પ્રવાસ, ખેત મજૂરોને કોશલ્ય વર્ધન તાલીમોતથા મહિલા સશક્તિકરણ માટે કેનીંગ અને પ્રોસેસીંગની સ્ટાઇપન્ડ સાથે 2 થી 5 દિવસીય તાલીમો આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલા તાલીમ પરીરક્ષણ અને કેનીંગ હેઠળ કુલ 47,757 મહિલા તાલીમાર્થીઓને તાલીમ આપવામા આવેલ છે.
– ખેડૂતોને સારી ગુણવત્તાવાળી કલમો, રોપ તથા ધરુ પુરૂ પાડવા બાગાયત ખાતા હસ્તક રાજ્યમાં 23 નર્સરીઓ કાર્યરત છે.
– કોરોના કાળ માં શહેરીજનોની સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતી ને ધ્યાને લઈ વર્ષ 2021-22થી અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટના સેન્ટર મારફત શહેરી વિસ્તારમાં કિચન ગાર્ડન, હર્બલ ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, બાલ્કની ગાર્ડન દ્વારા બાગાયતી પેદાશોનો ઉપયોગ કરી પોતે પોષણ અને સ્વાસ્થ્યની જાળવણી કરતા થાય તે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત કુલ 11,733 લાભાર્થીઓએ તાલીમ મેળવી છે.
– રાજ્યમાં રોડ સાઈડ ખુલ્લામાંફળ-શાકભાજીનું વેચાણ કરતા નાના વેચાણકારોને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા, ગરમીથી રક્ષણ મળે, વજનમાં ઘટ ન આવે તે હેતુસર વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા વર્ષ 2021-22માં રૂ. 10.10 કરોડની યોજના અમલમાં મુકવામાં આવેલ જે અંતર્ગત કુલ 50,000 વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવામાં આવેલ છે.
બાગાયતી પાકો
– છેલ્લાં 20 વર્ષોમાં વિવિધ બાગાયતી પ્રવૃત્તિઓ થકી રાજ્યમાં ઉત્તરોત્તર બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન વધતું જાય છે. જેમાં, ગુજરાતમાં વર્ષ 2001-02 મા ંબાગાયતી પાકોનો કુલ વાવેતર વિસ્તા ર6.92 લાખ હેક્ટર અન ેકુલ ઉત્પાદન 62.01લાખ મે.ટન હતુ જેવર્ષ 2020-21માંઅનુક્રમે વધીને 19.77 લાખ હેક્ટર અને 250.52 લાખ મે.ટન થયેલ છે. જે અનુક્રમે બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં 1.84 ગણો અને ઉત્પાદનમાં 3 ગણો વધારો સૂચવે છે.
-ગુજરાત રાજ્યમાં વાવેતર હેઠળ કુલ 98લાખ હેક્ટર વિસ્તાર છે તે પૈકી બાગાયતી પાકો હેઠળનો વાવેતર વિસ્તાર 16.16 ટકા જેવો છે.
– ગુજરાત રાજય રાષ્ટ્રકક્ષાએ ફળ પાકના ઉત્પાદનમાં 9ટકા, શાકભાજી પાકોના ઉત્પાદનમાં 6ટકા, ફૂલ પાકોના ઉત્પાદનમાં 8ટકા તેમજમસાલા પાકોના ઉત્પાદનમાં 12ટકા હિસ્સો ધરાવે છે.
– કચ્છ, બનાસકાઠા તથા પાટણના ખેડુતો ટીસ્યુકલ્ચર ખારેકના રોપાઓનું વાવેતર કરી વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મેળવતા થયા છે. આ ઉપરાંત પપૈયા તથા દાડમનુ વાવેતર તથા કચ્છની સ્વાદીષ્ટ કેસર કેરી હવે વિદેશમાં નિકાસ થતાં કચ્છના સુકા વિસ્તારોની હવે કાયાપલટ થઈ ગયેલ છે.
– છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં બટાટાની પ્રોસેસીંગ જાતોનું વાવેતર ઉત્તરોતર વધતું જાય છે સાથો સાથ બટાટાનું ઉત્પાદન વધતાં ખેડૂતોની આવક પણ ખુબ વધી રહી છે. તથા ઇન્ટરનેશનલ કંપનીઓ જેવી કે મેકૈન, પેપ્સીકો, સિમ્પ્લોટ, બાલાજી, હાઇફન બટાટાની પ્રોસેસીંગ જાતોનું વાવેતર કરતાં ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કરાર કરીને કરાર આધારિત ખેતીથી બટાટાના મહત્તમ પોષણક્ષમ ભાવો ખેડૂતો ઘરે બેઠા મેળવતાં થયા છે. આ કંપનીઓ દ્વારા ગુજરાતમાં પ્રોસેસીંગ પ્લાંટ પણ ઉભા કરવામાં આવતાં રોજગારીની પણ વિશાળ તકો ઉભી થયેલ છે. પ્રોસેસીંગ બટાટામાંથી ચીપ્સ, ફ્રેંચફ્રાઇસ, પાવડર, સ્ટાર્ચ, ફ્લેક્સ વગેરે જેવી ડીહાઇડ્રેટેડ અને ફ્રોઝન પ્રોડક્ટ અન્ય દેશોમાં નિકાસ થાય છે અને વિદેશી હૂંડીયામણમાં પણ વધારો થઇ રહ્યોં છે.
– કેળાની ગુણવત્તા સુધરવાને કારણે રાજ્યમાંથી કેળાની મોટાપાયે નિકાસ થાય છે. રાજ્યના પછાત ખેડુતો પણ કેળના વાવેતરથી આર્થિક રીતે સધ્ધર થયા છે. સરકારશ્રી દ્વારા કેળની ચોક્કસાઇ પૂર્વક (ઙયિભશતશજ્ઞક્ષ ઋફળિશક્ષલ) ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવાના કારણે રાજ્યની કેળની ઉત્પાદકતા વધીને 64.70 ટન/હેક્ટર થઇ છે જે દેશમાં બીજુ સ્થાન હાંસલ કરેલ છે. કેળમાં પ્રિસીઝન ફાર્મીંગ અને ક્લસ્ટર એપ્રોચના કારણે રાજ્યના ઘણાં ખેડૂતો કેળામાંકોન્ટ્રાકટ ફાર્મીંગ કરીને કેળાની વિદેશમાં નિકાસ કરે છે.
– આદિજાતિ વિસ્તારના જિલ્લાઓમાં પહેલાં ખેડૂતો મકાઇ, રાગી, બાજરી, જુવાર વગેરે જેવી પરંપરાગત ખેતી કરતાં હતાં, જે હવે સરકારશ્રીની વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓના કારણે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મુખ્યત્વે કેળ, કાજુ, પપૈયા, આંબા, ચીકુ તેમજ ભીંડા, રીંગણ, ટામેટા તથા વેલાવાળા શાકભાજી પાકોનું વાવેતર કરતાં થયા છે.
– દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાવાળુ વધારે ઉત્પાદન મેળવીને કેસર કેરીની નિકાસ મારફત ઉંચુ વળતર મેળવી રહયા છે. કેરીની બનાવટો જેવી કે કેરીનો રસ, આંબોડીયા અને અન્ય બનાવટો બનાવી કેરીમાં મુલ્યવર્ધન કરી આવક મેળવતા થયા છે.
– ગુજરાતના એક માત્ર ગિરિમથક સાપુતારા નજીકના સ્ટ્રોબેરીના રનર્સનુ વાવેતર કરવામાં આવે છે જેના થકી તેઓ દ્વારા સારી ગુણવત્તા ધરાવતી સ્ટ્રોબેરીનુ જિલ્લાના સાપુતારા, આહવા તથા વઘઇ જેવા મુખ્ય સ્થળોએ ખેડૂતો દ્વારા છૂટક વેચાણ કરવામાં આવે છે.
– રક્ષિત ખેતીના એકમો જેવા કે, ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં વિવિધ બાગાયતી પાકો જેવા કે કલર કેપ્સીકમ, કાકડી, ટામેટા તેમજ ફૂલ પાકમાં જર્બેરા, ઓર્કીડ્સ અને ગુલાબ જેવા પાકોનું એકમ વિસ્તારમાં મબલક ઉત્પાદન મેળવતાં થયા છે. જેના થકી તેઓની આવકમાં વૃધ્ધિ થવા પામેલ છે.