વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની જોડીએ ફરી એકવાર ગુજરાતમાં રંગ રાખ્યો છે. મોદી-શાહના જોરે ગુજરાતમાં ભાજપ સાતમી વાર સત્તા પર આવવામાં સફળ થયું છે. મુખ્યમંત્રીની ઘાટલોડીયાથી ભવ્ય જીત થઈ છે. ભાજપના તમામ ઉમેદવારોમાં જીતનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રીને જીતની શુભેચ્છા આપવા માટે સી.આર પાટીલ પહોંચ્યા હતા. ભાજપનો વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. બપોરે સાડા બાર વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ ઓફિસ પહોંચીને જીતની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. કાર્યકરોએ કમલમ ઓફિસમાં મીઠાઈ વહેંચી છે.
ભુપેન્દ્ર પટેલે અને સી.આર પાટીલે એકબીજાનાં મોં મીઠાં કરાવ્યાં હતા. ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જીતશે તો મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને જ નીમવામાં આવશે ત્યારે હવે ભાજપ દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું !!!
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ભાજપના ૪ ઉમેદવાર જંગી લીડથી જીત્ય હતા. દર્શિતા શાહ અને રમેશ ટીલાળાનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જેતપુર બેઠક પરથી જયેશભાઈ રાદડિયાએ જીત મેળવી છે તો જસદણ બેઠક પરથી કુવરજી બાવળિયાએ જીત મેળવી છે. કાંતિ અમૃતિયાને મોરબીમાં જીત મળી છે તો વાંકાનેર બેઠક પરથી જીતું સોમાણીએ જીત મેળવી છે.