માનવી તેના જન્મથી મૃત્યુ વચ્ચેના ગાળામાં ઘણા બધા લોકો સાથે મિત્રતા કેળવે છે: ભાઈબંધો ઘણા પ્રકારના હોય શકે છે મોબાઈલ નંબર સેવ કરેલામાંથી ઘણાને વરસમાં એકવાર પણ ફોન કરતા નથી: સુખ-દુ:ખમાં સાથ આપે તે જ સાચો મિત્ર
એકાંત અને એકલતામાં લાગે છે: સારા મિત્રો જ એક બીજાની સંભાળ રાખે છે: આજના યુગમાં દોસ્તીમાં ‘બ્રેકઅપ’ શબ્દ બહુ ચલણમાં જોવા મળે છે
ગેરસમજનીએક ક્ષણ એટલી પાવર ફૂલ હોય છે તમે સાથે મળીને વિતાવેલી આનંદની લાખો ક્ષણને ભૂલાવીદે છે. પહેલાનાજમાના કરતા આજે સંબંધનું વિશેષ મહત્વ છે, તે માનવીનાં સુખ-દુ:ખમાં સાથ આપતો હોવાથી મુશ્કેલીમાં તે ઉપયોગી થઈ પડે છે. આજના કળયુગમાં સ્વાર્થી મિત્રોને કારણે ઘણી મુશ્કેલી આવતી પણ હોય છે. સારા મિત્રોની મીઠાસ જીંદગીભર હૃદયમાં વસેલીરહે છે. જીવનમાં બાળપણના મિત્રો જીવનભર સાથ નિભાવતા જોવા મળે છે. તરૂણ-કિશોરો કે યુવા વચ્ચે થતા મિત્રો કે કાર્યના સ્થળે મળતા મિત્રો તમારા બદલાતા સમયે બદલાઈ જતા હોય છે.
દોસ્તી-મિત્રતા-ભાઈબંધ- દોસ્તાર- સખા કે આજના યુગનું નામ ફ્રેન્ડસ એ પરિક્ષા પણ છે. તમારે સાચા ભાઈ બંધ કેટલા? આ પ્રશ્ર્ન તમે તમારા હૃદયને પુછીને અને જે જવાબ મળે તે જ તમારા જીવનનું સત્ય ગણાય છે. દરેક માનવી તેના જન્મથી મૃત્યુ વચ્ચેના ગાળામાં ઘણા બધા લોકો સાથે સંબંધ કે મિત્રતા કેળવે છે,ભાઈ બંધક્ષના ઘણા પ્રકારો હોય છે,જે સ્થળ અને સમયે બદલાતા રહતેા હોયછે. આપણા મોબાઈલમાં ઘણાનંબર એવા હોય છે કે જેની સાથે વર્ષમાં એકાદવાર કે કયારેય વાત ન થતી હોય-સુખ-દુ:ખમાં જે સાથ આપેતેજ સાચો મિત્ર ગણી શકાય દરેક ના જીવનમાં એકાંત કે એકલતામાં કોઈ સાચો મિત્ર જ માનસીક શાંતી આપે છે. મિત્ર વિનાનુંજીવન કલ્પી જ ન શકાય એક બીજાની સંભાળ સાથે કાયમી મિત્રતા ટકાવી રાખવા એ પણ શ્રષ્ઠ મિત્રતાના ગુણ છે.
આપણે કૃષ્ણ-સુદામાની ભાઈ બંધીના બહુ ઉદાહરણ આપીએ છીએ પણ આજના યુગમાં ગરીબ શ્રીમંત વચ્ચે મિત્રતા બહું ઓછી જોવા મળે છે. મિત્રતામાં કયારેય ભેદ ભાવ કે અન્ય કારણો હોયના શકે,પણ આજની સ્વાર્થભરી જીવન યાત્રામાં આપણે જે ભેદભાવ કરીઅ છીએ. ઘણા લોકોના સ્વભાવ એટલા સારા હોય છેકે તેની ભલમનસાઈનો લાભ તેના મિત્રો ખોટી રીતે ઉઠાવતા હોય છે. આપણ તોખાંડ ની જેમ મિત્રતા બાંધવા ભળી જતાોંય છે, પણ આપણને ખબર નથી કે આ જમાનાો સુગર ફ્રીનો છે તકવાદી મિત્રો પોતાના લાભ માટે પ્રારંભે બહુ સારા સંબંધો રાખે છે. બાદમાં તેજ મિત્ર તેનો સ્વાર્થ પૂર્ણ થયે તમારા જીવનમાંથી નિકળી જાય છે.
આજે દોસ્તીમાં બ્રેકઅપ શબ્દ બહુ ચલણમા છે પણ ઘણાને હાથમાં લક્ષ્મીજી આવ્યા બાદ જીભ પરથી સરસ્વતી જતા રહે છે.સ્વમાન બાળથી મોટેરા સૌને વ્હાલુ ંહોય છે, તેથી એક બીજીનું માન-સન્માન જાળવવું મિત્રોની બંને સાઈડમાં સરકાર લેવાવી જોઈએ ઘણા પિતા-પુત્ર કે ભાઈ ભાઈ પણ મિત્રોની જેમ રહેતા હોય છે.
એક વાત નકકી છે કે ખરાબ સમયમાં માનવીને મા, બાપ, ભગવાન અને એક સારો મિત્ર જ મદદ કરતો હોય છે. જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરવાના રસ્તામાં તમે જે વિચારો છો તે બધુ બોલો નહી , અને જે બોલો છો તે બધુ વિચારીને બોલો,તોજ ત મારી ભાઈબંધી ટકશે.મિત્રો તમારી સમાજ વ્યવસ્થા પ્રમાણેભલે બદલાતા હોય પણ મિત્રતા ટકાવવાની જવાબદારી તોબંને મિત્રોની જ ગણાય છે. હમણાં જ એક ફ્રેન્ડશીપ ઉજવાયોત્યારે સોશિયલ મીડીયામાં મેસેજ નો ધોધ વહ્યો હતો, પણ તે એક દિવસનો ઉત્સવ હતો,મિત્રતાતો જીવનભરનો સાથ છે.
સાચોમિત્ર હૃદયમાં રહે છે,રકતની જેમ શરીરમાં વહે છે, જોતમારૂ જીવન શ્રેષ્ઠ બનાવવું હોય તો તમારે કૃષ્ણ બનીને ફરશો તોજ સામે સુદામા મળશે, અને જોતમે સુદામા થશો તો હંમેશા તમને કૃષ્ણ જ (સખા) મળવાના છે, બાકીતો જીવનમાં વફાદાર, મદદગાર અને મનના ભોળા લોકો જ આજના યુગમાં હેરાન થતા જોવા મળેછે. અને દગાબાજ, કપટી, ખોટા કેઆધી પાછી કરનારા બધે જ પરફેકટ ફીટ થઈ જતા જોવા મળે છે. મિત્રતા ટકાવી રાખવી બંને પક્ષેની જવાબદારી છે. દોસ્તતો ઘણા મળશે પણ આજે સાચી દોસ્તીની કમી જોવા મળે છે.
મિત્ર શબ્દમાં જ તાકાત છે, એક આશા છે, આ શબ્દ સાંભળતા આપણને સમજણા થયાં ત્યારથી અત્યાર સુધીના તમામ મિત્રો યાદ આવી જાય છે. આ સંબંધ જ એવા છે કે જે બધા સંબંધોમાં શ્રેષ્ઠ ગણી શકાય છે, તે સગોનથી પણ, સગાથી વિશેષ છે તેવો વિશ્ર્વાસ હોય છે. આખી દુનિયા સાથ છોડે પણ મિત્રતો સાથ ન છોડે તેવો વિશ્ર્વાસ હોવાથી આપણા જીવનની અંગત વાતો પણ તેને કરતા હોય છીએ. આજના યુગમાં સાચા મિત્રો મળવા મુશ્કેલ છે, પણ અતુટ મિત્રતા મળી તા શકે,તેમો આપણે બદલવું પડે છે. મિત્રતા કેળવતી વખતે એક બીજાના વિચારો , વાણી, વર્તન સાથે તેના સ્વભાવ સાથે આપણે ફીટ બેસતાં હોય તો જ મિત્રતા વધારવી જોઈએ. આજના યુગમાં મિત્રતા ભલે ખોવાઈ ગઈ પણ યુવનો ફ્રેન્ડશીપ ડે તો ઉજવે છે. મિત્રતામાંજ છોકરા છોકરીનો ભેદભાવ નહોય, તેગમે તેની સાથે થઈ શકે છે.
સાચી મિત્રતા અપેક્ષા વગરની હોય છે, દુનિયામાં કદાચ બધુ જ તમને મળી જશે, પણ જો સાચો મિત્ર ન મળે તો જીવન અધુરૂ ગણાય છે. તમારા મારા કે સૌના જીવનમાં ઘણા એવા પ્રસંગો બનતા જ હોય છે કે જો તમે સાચું બોલો તો મિત્રતા તૂટતી જોવા મળે છે, ત્યારે તમારા બચાવ પક્ષે આવીને તમારા ભલા માટે ખોટુ બોલીને બચાવી લેતા હોયછે, જે મિત્ર નાનપણમાં મળે તેજ આપણા પાકા ભાઈબંધ ગણાય એવું ન હોય. જે મિત્ર નાનપણમાં મળે તેજ આપણા પાકા ભાઈબંધ ગણાય એ,વું ન હોય પણ જે મિત્રમળે અને બાળપણ પાછુ મળેતેજ સાચો મિત્ર ગણાતો હોય છે.મોટામાણસની ભાઈબંધી કરતા નાના માણસની ભાઈબંધી કરવી શ્રેષ્ઠ ગણાય છે,કારણ કે નાનો માણસ મોટોમાણસ બંને ત્યારે તમારી ભાઈબંધીને મુકશેનહી મિત્રતા હંમેશા ધીરજથી કરવી, ઉતાવળ ન કરવી, મિત્રતા બંધાયા બાદ અચલ અને મકકમ બનીને નિભાવવી પડે છે. ઈશ્ર્વર જે લોહીના સંબંધોથી બાંધવાનું ભૂલી ગયા હોય તેને જ તમારો મિત્ર બનાવીને ભૂલ સુધારીલેતો હોય છે, તેથી તે ટકાવી રાખવા તમારે જીવનનાં અંતિમ ક્ષણ સુધી પ્રયાસો કરવા જ પડે.
બહુ હોશિયાર માણસને દોસ્ત નહોય !
જીવનમાં મિત્રો બનાવવા તે પણ એક કલા છે, મિત્રો બનાવવા તમારે ઘણું બધુ ત્યાગ ને સમજદારી કેળવવી પડે છે. દાવ પેંચ વગરનું હસવું સાથે સવારથી સાંજ તમારા બાઈક સામેથી પસાર થતા મિત્રોને ડોકુ હલાવીને પણ ઈશારો કરતાં જ હોય છીએ. ભાઈ બંધી ખૂલ્લી હથેળીની રમત છે, કારણ કે બે મિત્રો જયારે ભેગા થાય ત્યારે આનંદથી તાલીનો એકબીજા હાથથી સધિયારાનો અવાજ કરતાં હોયએ છીએ. હાથ સંતાડીને કયારેય સાચી મિત્રતા ન થઈ શકે તેમ જાણીતા લેખક ચંદ્રકાંતબક્ષી બહું સારી વાત કરે છે. એક બીજા પ્રત્યેની અતૂટ વફાદારી અને સમજદારી જ મિત્રતાને અનંદ કરે છે.
મિત્ર એટલે જીવનની પાવર બેંક
તમારા જીવનની સ્ક્રિન જયારે લો-બેટરી બતો અને જે તમારા કહેવાય તે પોતે સંબંધોનું ચાર્જર બનીને પાવર બેંક બનીને તમને ઉગારી લે તેજ તમારા ભાઈબંધ કે મિત્ર, મિત્રતા માટે મરવું એ કોઈ મોટી વાત નથી, પણ જેના માટે મરવું પડે તેવો મિત્ર મળવો બહું મોટી વાત છે.