બન્ને નેતાઓ વચ્ચે વર્ષમાં ચોથી વખત મુલાકાત: વ્યાપાર અને સંરક્ષણ મુદ્દે સંબંધો મજબુત બને તેવી અપેક્ષા
રશિયન પ્રમુખ લા દમીર પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે મે મહિનામાં ઉજાવાનારા રશિયાના વિજય દિવસમાં નરેન્દ્ર મોદીને ઇજન આપ્યું હતું. આ અવસરે બન્ને નેતાઓની મુલાકાત ભારત દેશ વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી અને ખાસ વિશિષ્ટ સંબંધોનુ વધ મજબુત બનાવવા નિમિત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાય રહેલી ૧૧મી બ્રિકસ શિખર બેઠકમાં વિશ્ર્વના પાંચ આર્થિક મહાસત્તાઓ સાથે ભારના સંબંધો અને વૈશ્ર્વિક આતંકવાદ સામે પસસ્પકના સહકારને વધુ સુદઢ બનાવવાનો માહોલ ઉભો કરવાની દિશામાં પ્રયત્ન શીલ છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપ્રમુખ લા દમીર પુતીન સાથે મળીને ભારત દ્વારા સંબંધોને પણ વધુ સુદઢ બનાવવાની દિશામાં ખાસ ઘ્યાન અપાઇ રહ્યું છે. દ્રિપક્ષીય મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મુલાકાતોનો દોર અમારા સંબંધોને વધુ મજબુત બનાવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત રશિયાના સંબંધો વિકસી રહ્યા છે. રશિયાના વિજય દિવસે આપેલા આમંત્રણથી મને આનંદ થયો હું પણ તમને બીજીવાર મળવા ઉત્સુક છું તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન સાથે આ એક ફળદાયી મુલાકાત હશે અમારી વાતચીત ભારત અને રશિયાના સંબંધોને તરોતાજા અને બન્ને દેશો વ્યાપાર સંરક્ષણ અનૈ સંરક્ષણ સંબંધો સુદઢ બનશે. અમારા બન્નેના નાગરીકોને સંબંધની આ મજબુતીનો અવશ્ય ફાયદો થશે. વડાપ્રધાને રશિયાની મુલાકાતે ટવીક કરી આનંદ વ્યકત કર્યો હતો.
લા-દમીર પુતિને જણાવ્યું હતું કે દ્વિપક્ષીય વ્યાપારમાં ૧૭ ટકા વૃઘ્ધિ નોંધાય છે. આ વર્ષમાં જ અમે સતત ચોથી વાર મળી રહ્યા છીએ મને આનંદ છે કે અમારો સંપર્ક વધુને વધુ મજબુત બનતો જાય છે અમે તકનીકી સહયોગ, સાંસ્કૃતિક વિનિમય અને નવી નવી યોજનાઓના અમલીકરણથી પરસ્પર સમાન લાભ મેળવી રહ્યા છીએ. તેમ પુતિને જણાવ્યું હતું.
રશિયાની રાજધાની મોસકોમાં ૯ મેના રોજ વિજય દિવસની સૈન્ય પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે. ૯મી મે ૧૯૪૫ ના રોજ રશિયાએ જર્મનીની નાજી સેના પર મેળવેલા વિજયની યાદમાં દર વર્ષે ૯ મેના રોજ રશિયા વિજય દિવસ ઉજવે છે. ભારત અને રશિયાની નેતાગીરી બે મહિનામાં પૂર્વના વ્લાદી વોશ્ટોક શહેરમાં મળશે. અને આ દરમ્યાન ઇસ્ટમ ઇકોનોમિક ફોરમના પ્રતિનિધિઓ સાથે બન્ને દેશો વચ્ચેના આર્થિક વિકાસને સુદઢ કેવી બનાવી શકાય તેની ચર્ચા થશે.
પમી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેની દોસ્તી વચ્ચેની દોસ્તી વચ્ચે કોઇ રાજકીય અવરોધો નથી નડવાના આ મૈત્રી બન્ને રાજધાનીઓને સ્પર્શતી નથી. પરંતુ પ્રજા અને વ્યાપાર સંબંધોને સુદઢ બનાવનારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારત વતી જાહેરાત કરી હતી કે રશિયાના ઉત્તરીય વિભાગના સંશાધનિક સમૃઘ્ધિ ધરાવતા વિસ્તારના વિકાસ માટે ભારત એક બિલિયન અમેરિકન ડોલરના રોકાણ માટે પ્રતિબઘ્ધ છે જે સમગ્ર વિસ્તારના વિકાસ માટે મહત્વના બની રહેશે. ભારત અને રશિયા વચ્ચે ૧પમી વધુ કરારો અને એમઓયુ દ્વારા સંરક્ષણ વાયુ, દરિયાઇ સુરક્ષા, ઉર્જા, કુદરતી ગેસ, પેટ્રોલીયમ અને વ્યાપાર વ્યવહારને વધુ મજબુત બનાવી સંબંધો વધુ મજબુત બનાવાશે.