એક મહિના પહેલા ધ્રોલ સાથે ન લઈ ગયા હોવાના ખારમા યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં રૈયા રોડ પર હનુમાન મઢી પાસે ચાની હોટેલ નજીક રૈયાના યુવાનને તેના જ મિત્રએ ફોન કરી વાત કરવા બોલાવ્યા બાદ છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે બનાવની જાણ પોલીસને થતા પોલીસે તેની ફરિયાદ પરથી તેના જ મિત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ રૈયા ગામે ખોડિયાર મંદિર પાસે રહેતો અને પિતા સાથે સેન્ટીંગ કામની મજૂરી કરતો અરમાન ઇકબાલભાઇ લઘર (ઉ.વ.19)ને સાંજે પાંચેક વાગ્યે હનુમાન મઢીથી આગળ નવઘણની ચાની હોટલ પાસે હતો ત્યારે તેના જ મિત્ર હનુમાન મઢી જ પાછળ ડેરી ફાર્મ નજીક રહેતાં રિયાઝ સુમરાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી જમણા ગોઠપ અને જમણા હાથના પંજા પર ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.અરમાન લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામના પીએસઆઇ જે. જી. જાડેજાએ તેની ફરિયાદ પરથી રિયાઝ વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથધરી છે.
સૂત્રોમાંથી જાણવા મુજબ અરમાન અને રિયાઝ મિત્રો છે. એકાદ મહિના અગાઉ મિત્રો ધ્રોલ ડાડાપીરના ઉર્ષમાં ગયા હતાં ત્યારે રિયાઝના મિત્રોને નહોતા લઇ ગયા. આ બાબતે રિયાઝે ના પાડી હોવાની વાત કોઇએ રિયાઝને કહેતાં તે અંગે મનદુ:ખ રાખી અરમાનને વાત કરવાના બહાને ફોન કરી બોલાવ્યા બાદ છરીથી હુમલો કરી દીધો હતો.