ભાવેણાના કલાકાર પાર્થ ત્રિવેદીના કંઠે રજુ થશે ભજનો
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઇએ’માં આજે કલાનગરી ભાવનગરના પ્રસિઘ્ધ કલાકાર પાર્થ ત્રિવેદીના કંઠે રજુ થયેલા ભજનો રજુ થશે. તેઓ છેલ્લા ૪ વર્ષથી લોકસંગીત ક્ષેત્રે લોકોને પોતાની કલાનું રસપાન કરાવી રહ્યા છે. સંગીત શિક્ષક જીજ્ઞેશ ટીલાવત પાસે સંગીતની શિક્ષા લઇ વિસારદ સુધીનો સંગીતાભ્યાસ કર્યો છે. તેમજ આ ક્ષેત્રે પ્રસિઘ્ધ કલાકાર વિષ્ણુપ્રસાદ દવેને ગુરૂ માનતા પાર્થ ત્રિવેદીએ સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતા યુથ ફેસ્ટીવલમાં સુગમ સંગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
બી.ઇ. ઇલેકટ્રીકલ એન્જી. હોવાની સાથે સાથે લોક સંગીતના રંગે રંગાયેલ પાર્થ ત્રિવેદીએ પૂ. મોરારીબાપુના સાનિઘ્યમાં પણ કાર્યક્રમો આપ્યા છે. તો આજે સંગીતના સાધક પાર્થ ત્રિવેદીને માણવાનો અવસર ચૂકાય નહીં ‘ચાલને જીવી લઇએ
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
* રાધા હું પુકારૂ…..
* ભીતરનો ભેરૂ મારો……
* અપરંપરા પ્રભુજી…..
* સાધુ તેરો સંગડો…..
* માં મોગલનો તરવેડો…..
* સાચોરે ધણીએ મારો…..
* દોરંગા ભેળા નય…..
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
ઈન કેબલ ચેનલ નં.૫૬૧
ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦