માટેલનું ખોડિયારધામ 14 એપ્રિલ સુધી, તથા અન્ય પ્રસિધ્ધ મંદિરો
30 એપ્રિલ સુધી બંધ રાખવાનો ટ્રસ્ટના મહત્વનો નિર્ણય
ભારતભરમાં કોરોના સંક્રમણે અજગરી ભરડો લીધો છે. દિવસે ને દિવસે પોઝીટીવના કેસોમાં વધારો થતો જાય છે. અને કોરોના સંક્રમણ દિન પ્રતિદિન નવા-નવા રેકોર્ડ સર્જે છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ભકિત સ્થળો દ્વારા 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, કોરોનાની ચેઈન તોડવા સૌરાષ્ટ્રના વિવિધ મંદિરો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ મંદિરો જેમાં માટેલનું ખોડિયાર મંદિર 14 એપ્રિલ સુધી દામનગરનું ભૂરખીયા હનુમાન મંદિર 30 એપ્રિલ સુધી, આપાગીગાનું સતાધારધામ તથા તુલશીશ્યામ મંદિર તેમજ કાગવડ ખાતેનું ખોડલધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
શ્રી ખોડલધામ મંદિર પરિસર શ્રધ્ધાળુઓ માટે આગામી 30 એપ્રીલ સુધી સંપૂર્ણ બંધ રાખવા માટેનો મહત્વનો નિણય લેવાયો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા લોકહિતમાં નિર્ણય લેવાયો છે. કે વધતા કોરોના સંક્રમણને કારણે 10 એપ્રિલથી 30 એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવું આથી 30 એપ્રિલ સુધી શ્રધ્ધાળુઓ મા ખોડલના પ્રત્યક્ષ દર્શન નહી કરી શકે. શ્રધ્ધાળુઓ માટે મંદિરના દ્વાર સંપૂર્ણ બંધ રહેશે. શ્રધ્ધાળુઓ દરરોજ મા ખોડલના દર્શન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, ઈન્સ્ટાગ્રામ અને ટિવટરના માધ્યમથી ઘરે બેઠા કરી શકશે. ઓનલાઈન પુજા વિધિ કરી ધ્વજારોહણ કરી શકાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકોને કામ વગર ઘણ બહાર નહી નીકળવા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા અપીલ કરાઈ છે.
તમામ શ્યામ સેવકોને વિનમ્રપણે જણાવવાનું કે કોરોનાની મહામારી દિવસે અને દિવસે ખુબજ ભયંકર રીતે વધી રહી છે.આ સંજોગોમાં મંદિર આજથી તારીખ :- 30/04/2021.સુધી સંપૂર્ણપણે દર્શનાર્થીઓ માટે બંધ રાખેલ છે
પૂનમ ભરતા અને અમાસ ભરતા તેમજ દર્શનાર્થે આવતા તેમજ માનતા રાખતા કોઈપણ વ્યક્તિઓએ ઘરેથીજ શ્યામબાપાના દર્શન કરી લેવા વિનંતી.છતાં પણ જે કોઈ આવશે તો પ્રવેશ કરવા દેવામાં નહીં આવે જેથી કરીને પૂરતો સાથ સહકાર આપવા જણાવાયું છે.
મોરબી જીલ્લામાં હાલ કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે કોરોનાનાં વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને માટેલ ગામ સ્વૈચ્છીક રીતે લોકડાઉન કરેલ છે. ત્યારે માટેલ ખોડિયારધામ મંદિર ખાતે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાંથી દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય કોરોના સંક્રમણને ટાળવા તકેદારીના ભાગ રૂપે માટેલમાં આવેલ ખોડિયાર માતાજી મંદિર પણ તા. 9 થી 14 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. જેની ખોડિયાર માતાજી મંદિરના ટ્રસ્ટી દ્વારા દરેક યાત્રીગણને યાદીમાં જાણ કરવામાં આવેલ છે.
દામનગર 10 શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર માં દર્શન બંધ હાલ માં ચિંતાજનક રીતે વધતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ લાઠી તાલુકા ના મદદનીશ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ સાથે પરામર્શ કરી ભૂરખિયા મંદિર પ્રશાસન મંદિર પૂજારી પરિવાર તથા ભુરખિયા ગ્રામ પંચાયત દ્વારા લીધેલા સ્વૈચ્છિક નિર્ણય અનુસાર આગામી તા 14/4/21 થી 30/4/21 સુધી મંદિર માં દર્શન સદંતર બંધ રહેશે તેમજ સંસ્થા દ્વારા ચાલતું ભોજનાલય ચા કેન્ટીગ તથા ઉતારા વ્યવસ્થા તદ્દન બંધ રાખવા માં આવેલ છે જેની ભાવિક ભક્તો એ નોંધ લેવા વિનંતી કરવા માં આવે છે
દેશ માં અને ગુજરાત માં આક્રમક રીતે વધી રહેલા કોરોના ના સંક્રમણ ને ધ્યાને રાખી કોરોના માર્ગદર્શીતા નું ચુસ્ત પણે પાલન કરવા અનુરોધ કરવા માં આવે છે શ્રી ભુરખિયા હનુમાનજી દાદા સૌને સ્વસ્થ અને સલામત રાખે તેવી પ્રાર્થના