મચ્છુ-૧ ડેમનાં ૧૧ દરવાજા પાંચ ફુટ સુધી, મચ્છુ-૩નાં ૧૦ દરવાજા સાડા ત્રણ ફુટ સુધી, આજી-૪નાં ૮ દરવાજા ૫ ફુટ સુધી, આજી-૨નાં ૪ દરવાજા, ભાદર-૨નાં ૨ દરવાજા ખુલ્લા: હેઠવાસનાં ગામોને સાવચેત કરાયા: આજી-૧, મચ્છુ-૧, વેરી, લાલપરી સહિતનાં જળાશયો ઓવરફલો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સતત પડી રહેલા વરસાદનાં કારણે રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હસ્તકનાં ૧૯ જળાશયોનાં એકથી લઈ ૧૧ દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવતું હોય હેઠવાસનાં ગામોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ૧૦ જળાશયો સતત ઓવરફલો થઈ રહ્યા છે.
સિંચાઈ વર્તુળનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ ભારે વરસાદનાં કારણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૦ જળાશયોમાં ૨૯.૪૩ ફુટ જેટલા નવા પાણીની આવક થવા પામી છે. ભાદર ડેમમાં નવું ૦.૮૯ ફુટ પાણી આવતા ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી હાલ ૨૮.૧૦ ફુટે પહોંચી છે અને ડેમ ઓવરફલો થવામાં ૫.૯૦ ફુટ બાકી રહ્યો છે. આ ઉપરાંત મોજ ડેમમાં ૨.૮૨ ફુટ, ફોફળમાં ૩.૧૨ ફુટ, વેણુ-૨માં ૧૮.૩૭ ફુટ, સોડવદરમાં ૧.૬૪ ફુટ, ગોંડલીમાં ૧.૯૭ ફુટ, ફાદડંગ બેટીમાં ૧.૮૦ ફુટ, ઈશ્ર્વરીયામાં ૦.૯૮ ફુટ, ભાદર-૨માં ૫.૪૧ ફુટ, કણુકીમાં ૦.૩૩ ફુટ, સસોઈમાં ૧.૫૧ ફુટ, પન્નામાં ૦.૫૨ ફુટ, ફુલજર-૧માં ૨.૮૨ ફુટ, ફુલજર-૨માં ૪ ફુટ, ડાયમીણસારમાં ૨૯.૩૩ ફુટ, વાડીસંગમાં ૨.૩૦ ફુટ, ફુલજર કોબામાં ૯.૫૧ ફુટ, રૂપાવટીમાં ૦.૮૨ ફુટ, વર્તુ-૧માં ૬.૪૦ ફુટ, વર્તુ-૨માં ૬.૫૬ ફુટ, સોનમતીમાં ૨.૪૬ ફુટ, વેરાડી-૧માં ૭.૭૧ ફુટ, કાબરકામાં ૨.૬૨ ફુટ, વેરાડી-૨માં ૧૦.૫૦ ફુટ, મીણસારમાં ૧૬.૪૦ ફુટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૬૬ ફુટ, નીંભણીમાં ૨.૯૫ ફુટ, ધારીમાં ૨.૨૦ ફુટ, સોરઠીમાં ૧.૯૮ ફુટ નવા નીર પાણીની આવક થવા પામી છે.
સતત વરસાદનાં કારણે હાલ લીંબડી ભોગાવો-૧ ૦.૩ મીટરથી મોરસલ ૦.૪ મીટરથી, સબુરી ૦.૦૩ મીટરથી, ત્રિવેણી ઠાંગા ૦.૧ મીટરથી, વેરી ૦.૧૫ મીટરથી, મચ્છુ-૧ ૦.૬ મીટરથી, આજી-૧માં ૦.૧ મીટરથી લાલપરી ૦.૦૭૬ મીટરથી, ડેમી-૧ ૦.૨૫ મીટરથી, વાછપરી ૦.૭૬ મીટરથી, ફાડદંગ બેટી ૦.૧ મીટરથી, છાપરવાડી-૧ ૦.૫ મીટરથી અને વઢવાણ ભોગાવો-૨ ૦.૫૧ મીટરથી ઓવરફલો થઈ રહ્યો છે જયારે ઉંડ-૧નાં ૨ દરવાજા ૦.૬ મીટર, ઉંડ-૨નાં ૩ દરવાજા ૦.૬ મીટર, ઉમિયાસાગરનો એક દરવાજો ૦.૦૫ મીટર, સાનીનો એક દરવાજો ૦.૦૭૫ મીટર, કંકાવટીનો એક દરવાજો ૦.૩ મીટર, આજી-૪નાં ૮ દરવાજા ૧.૫ મીટર, ડેમી-૩નાં ૫ દરવાજા ૦.૬ મીટર, ભાદર-૨નાં ૨ દરવાજા ૦.૧૫ મીટર, મચ્છુ-૨નાં ૧૧ દરવાજા ૦.૫૨ મીટર, આજી-૩નાં ૩ દરવાજા ૦.૯ મીટર, ન્યારી-૨નાં ૩ દરવાજા ૦.૪૫ મીટર, ન્યારી-૧નો ૧ દરવાજો ૦.૧૫ મીટર, આજી-૨નાં ૪ દરવાજા ૦.૧૬ મીટર, ડેમી-૨નાં ૩ દરવાજા ૦.૬ મીટર, છાપરવાડી-૨નાં ૨ દરવાજા ૦.૪૫ મીટર, ઘોડાદ્રોઈનો ૧ દરવાજો ૦.૦૨૫ મીટર, ડોંડી-૧નો ૧ દરવાજો ૦.૩ મીટર, નાયકાનો ૧ દરવાજો ૦.૬ મીટર સુધી જયારે મચ્છુ-૩નાં ૧૦ દરવાજા ૧.૦૬ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી નદીનાં પટમાં છોડવામાં આવ્યું હોય તમામ જળાશયોમાં હેઠવાસનાં ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.