૨૫૦ જેટલી શાળાના ૧૦૦૦ થી વધુ શિક્ષકો દ્વારા તમામ વોર્ડમાં કામગીરી ડી.વી.મહેતા, અજય પટેલ, અવધેશ કાનગડ સહિતના અનેક સંચાલકો પણ મેદાનમાં
રાજકોટ શહેરમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી ગયેલ છે ત્યારે માં.મુખ્યમંત્રીની અગમચેતી ની સૂચનાને ધ્યાને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ સર્વેક્ષણ,પરીક્ષણ અને નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયેલ.આરોગ્ય સચિવ હાજરીમાં થયેલ મિટિંગમાં રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના હોદ્દેદારો દ્વારા આ અભિયાનમાં જોડાવાનો જોખમી સંકલ્પ કરાયેલ.પરંતુ આ અભિયાનમાં રાજકોટ શહેરની આશરે ૨૫૦ થી પણ વધુ શાળાઓના સંચાલકો,શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ ડોર ટુ ડોર સર્વેક્ષણની કામગીરીમાં પ્રશંશનીય સહકાર આપેલ છે. રાજકોટના તમામ ૧૮ વોર્ડ મુજબ શાળાઓએ કાર્યની વહેંચણી કરેલ છે.સતત ચોથા દિવસે સંચાલકો અને સ્તફમિત્રો પોતાની સલામતીને જોખમમાં મૂકીને પણ આ ભગીરથ કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહેલ છે.
આ કાર્યમાં કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.કમિશનર ચેતનભાઈ નંદાની,ખાસ ડ્યુટી પર આવેલ મહેસાણાના એડી. કલેકટર મેહુલભાઈ દવે,તમામ વોર્ડ ઓફિસર તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના ભરતભાઈ ગજીપરા,જતીનભાઈ ભરાડ,ડી. કે. વડોદરા, અજય પટેલ, અવધેશ કાનગડ, જયદીપ જળું, ડી.વી.મેહતા,તમામ ઝોન ઉપપ્રમુખ,કારોબારીના સદસ્યો વગેરેનો સહકાર અને માર્ગદર્શન મળી રહેલ છે.