તમામ અન્ડર ગ્રાઉન્ડ યુટિલિટીઝનો સર્વે શરૂ  કરી દેવાયો: મ્યુનિ. કમિશનર

રાજકોટ શહેર ને સ્માર્ટ સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્માર્ટ સોલ્યુશનનું અમલીકરણ કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે આવતીકાલથી જીઆઈએસ પ્રોજ્ક્ટ અંતર્ગત મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ રહેણાક તેમજ વાણીજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી મિલકતોનો ડોર  ટુ  ડોર સર્વે કરી આ તમામ મિલક્તોનું જીયો ટેગીંગ કરવામાં આવશે. સાથોસાથ શહેરના વિવિધ માર્ગો અને શેરીઓમાં અન્ડરગ્રાઉન્ડ પથરાયેલી તમામ યુટિલિટી સર્વિસીઝનો સર્વે શરૂ કરી દેવામાં આવેલ હોવાનું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ મેગા પ્રોજેક્ટ વિશે વિસ્તૃત જાણકારી આપતા મ્યુનિ. કમિશનરએ એમ જણાવ્યું હતું કે, મિલકતોનો ડોર  ટુ  ડોર સર્વેનો મુખ્ય હેતુ મહાનગરપાલિકાની હદમાં આવતી તમામ મિલકતોના અક્ષાંશ અને રેખાંશ નક્કી કરી તેને રાજકોટ શહેરના નકશા પર ચોકકસાઈપૂર્વક દર્શાવવામાં આવશે. રાજકોટ વિસ્તારના આ નકશાનો ઉપયોગ ભવિષ્યની જીઆઈએસ સેવાઓ કે જે રાજકોટ મહાનગરપાલિકાને મિલકતોની વિગતો જોવા, એનેલાઈઝ કરવા તેમજ યુટીલાઈઝ કરવામાં ઉપયોગી થશે. આ ડેટાના આધારે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનાર સુવિધાઓ વધુ સચોટ રીતે અમલ કરી શકાશે તેમજ આ વિગતો મિલકત વેરા સાથે લીંક થતાં પારદર્શિતા વધશે તેમજ આ તમામ માહિતી શહેરીજનો ભવિષ્યમાં જીઆઈએસ ના સિટીઝન પોર્ટલ પર પણ જોઈ શકશે.BSNL અને Amnex Infotechnologies Private Limited (AIPL), આ બન્ને એજન્સીઓ દ્વારા ડોર  ટૂ  ડોર સર્વે કરી શહેરની તમામ મિલકતોનું Geo Tagging કરવામાં આવશે. આ સર્વે દરમ્યાન તમામ મિલકતો પર સર્વેયર દ્રારા રૂબરૂ જઈ મિલ્કતોની વિગતોની ચકાસણી કરવામાં આવશે તેમજ તેના માલિકોની વિગતો મેળવવામાં આવશે અને મિલકત ના અક્ષાંશ અને રેખાંશ ની વિગતો તેમની પાસે રહેલ મોબાઈલમાં મોબાઈલ એપ દ્વારા નોધવામાં આવશે.

7537d2f3 10

સર્વેયર દ્વારા મિલકતના સ્થળ પર મિલક્તધારકો પાસેથી ડોર  ટૂ  ડોર સર્વેની કામગીરી દરમ્યાન લેવામાં આવશે., મિલકતવેરા/વ્યવસાય વેરાનું બીલ અથવા રસીદ, પાણી ચાર્જનું બીલ અથવા રસીદ, મિલ્કતધારકનું નામ/જન્મતારીખ /મોબાઈલ નંબર/ ઈમેલ આઈ.ડી.-ભાડૂઆતની વિગત -શોપ-એક્ટ લાઇસન્સની વિગત -લાઈટ બીલ-રેવન્યુ સર્વે નંબર / સિટી સર્વે નંબર / ટી પી ફાઈનલ પ્લોટ નંબર -મિલકતને લગત અન્ય કાગળો જેવા કે બાંધકામ પરવાનગી / વપરાશ પરવાનગી સર્વેયર દિવસના ભાગે મિલકતની મુલાકાંત લેશે તેમજ તેઓ પાસે વેલીડ આઈ કાર્ડ    છજઈઉકના અધિકારીઓની સહી તથા સિક્કો હશે. આ સર્વે તા ૧૩-૧૨-૨૦૧૯ થી શરૂ થશે. રાજકોટ શહેર ના તમામ નાગરીકોને વિનંતી કરવામાં આવે છે કે જ્યારે સર્વેયર ડોર-ટુ-ડોર મિલક્તોનો સર્વે કરવા આવે ત્યારે તેને સહકાર આપવા તેમજ તેના દ્વારા માંગવામાં આવતી તમામ જરૂરી માહિતીઓ આપવા મ્યુનિ. કમિશનરએ જાહેર હાર્દિક અપીલ કરી છે.

દરમ્યાન રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અન્ય એક જીઆઈએસ સર્વે શરૂ કરી દેવામાં આવેલ છે જેમાં શહેરના વિવિધ માર્ગો અને શેરીઓમાં અન્ડરગ્રાઉન્ડ પથરાયેલી તમામ યુટિલિટી સર્વિસીઝને આવરી લેવામાં આવેલ હોવાનું જણાવી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, રસ્તાની નીચે મહાનગર પાલિકાની પાણી અને ડ્રેનેજ લાઈન ઉપરાંત ગેસ, બી.એસ. એન. એલ. તથા પી.જી.વી.સી. એલ.ની લાઈનો બિછાવવામાં આવેલી છે. ભવિષ્યમાં રસ્તાના કામ કે અન્ય નાના મોટા પ્રોજેક્ટના કામો વખતે રસ્તા ખોદવાની જરૂર પડે ત્યારે આ જી.આઈ.એસ. સર્વેની મદદથી તૈયાર કરવામાં આવેલા યુટિલિટી સર્વિસીઝના ડેટાના આધારે મહાનગરપાલિકા જે તે કામ કરનારી એજન્સીને યુટિલિટી સર્વિસીઝ વિશે અગાઉથી જ માહિતી આપી શકશે. જેથી યુટિલિટી સર્વિસીઝને કોઈ પ્રકારે નુકસાન ના થાય અને જે તે સેવા પણ ડીસ્ટર્બ ના થાય. ભવિષ્યના તમામ પ્લાનીંગમાં ઉપરોક્ત બંને જી.આઈ.એસ. સર્વે રાજકોટ મહાનગરપાલિકાને ખુબ જ આશીર્વાદરૂપ પૂરવાર થશે.

કેકેવી ચોકમાં અન્ડરપાસ બનાવાશે: ૫૦ ઈ-બસ ખરીદવાનો નિર્ણય

૨૬મી જાન્યુઆરી પૂર્વે ઈ-બસનાં લોકાર્પણનો તખ્તો: અન્ડરપાસ માટે ટૂંકમાં ટેન્ડર પ્રસિઘ્ધ

uday k U

રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક મળી હતી જેમાં શહેરનાં કેકેવી ચોક ખાતે ફલાય ઓવરબ્રિજ નીચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. જયારે એક વર્ષમાં ૫૦ ઈ-બસ ખરીદવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે સવારે રાજકોટ રાજપથ લીમીટેડની બેઠક મળી હતી જેમાં સિટી બસ અને બીઆરટીએસનો આવક-જાવકનો હિસાબ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

શહેરમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે આગામી ૧ વર્ષમાં ૫૦ ઈ-બસ ખરીદવામાં આવશે. આગામી પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે ત્યારે ઈ-બસનું લોકાર્પણ થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કમ સે કમ ઈ-બસની ખરીદી કરી લોકાર્પણ કરી દેવામાં આવશે. શહેરનાં કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે દિવસભર સતત ટ્રાફિક રહેતું હોય અહીં ફલાય ઓવરબ્રિજ નીચે અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ કામ માટે ત્રણ વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ ટેન્ડરોની આકરી શરતોનાં કારણે એજન્સીઓ રસ લેતી ન હતી હવે ટેન્ડરમાં થોડી છુટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંડરપાસ બનાવવા માટે આવતા સપ્તાહે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.