50 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકો અને 50 વર્ષે નીચેની ઉંમરના એવા લોકો જે અસાધ્ય બીમારીથી પીડાય છે તેની યાદી બનાવાશે:ઇલેક્શન બુથ વાઈઝ યાદી કરી એક ડેટા બેંક તૈયાર કરવામાં આવશે
રાજકોટવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. કોરોના વેક્સીન અંગે રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ સંસ્થાના પ્રતિનિધિશ્રઓ સાથે કોરોના વેક્સીન અંગે મીટિંગ યોજવામાં આવી હતી.દરમિયાન આવતીકાલથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. દેશમાં કોરોના વાઇરસની વેક્સીન આવવાની તૈયારી થઇ રહી છે જેની સામે રાજકોટ મહાનગરપાલિકા પણ પ્રથમ તબક્કે વેક્સીનને દરેક જરૂરિયાતમંદ માણસ સુધી પહોંચાડવા અંગેના પગલાં લઇ રહી છે. જેના ભાગરૂપે ગઈકાલે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના ઠઇંઘના ક્ધસલ્ટન્ટ પ્રતિનિધિ, સિવિલ હોસ્પિટલના સર્જન, પી.ડી.યુ. મેડિકલ કોલેજના સુપ્રીટેન્ડન્ટ, પી.એસ.એમ. ડીપાર્ટમેન્ટના એસોસી. પ્રોફેસર, નાયબ મ્યુનિ. કમિશનર, મેડીકલ ઓફિસર, નાયબ મેડીકલ ઓફીસરો, આર.સી.એચ.ઓ., આઈ.એમ.એલ. અને આઈ.પી. ના પ્રતિનિધિ, પોલીસના પ્રતિનિધિ, એન.સી.સી.ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વાત કરાતા મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, આવતીકાલથી મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. મીટિંગમાં થયેલ ચર્ચા વિચારણા અનુસંધાને 50 વર્ષથી ઉપરના તમામ લોકોનો સર્વે કરવામાં આવશે અને ડેટા બેંક બનવવામાં આવશે. જયારે 18 થી 50 વર્ષની વયના કો-મોર્બીડ ક્ધડીશનવાળા લોકોને કે જેમને ડાયાબીટીસ, બી.પી., કેન્સર, એઇડ્સ, કીડની સંબંધી રોગ, હાર્ટ ડીસીઝ, એચઆઇવી, મેન્ટલી રીટાર્ડેડ (મનોદિવ્યાંગ) વિગેરે જેવા ક્રોનિક ડીસીઝ-અસાધ્ય રોગ હોય તેવી પરિસ્થિતિવાળા વ્યક્તિઓની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે. ઇલેક્શન બુથ વાઈઝ યાદી તૈયાર કરી એક ડેટા બેંક તૈયાર કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થનાર આ સર્વે દરમ્યાન સંબંધિત નાગરિકોએ આધાર કાર્ડ સિવાય (રીપીટ આધાર કાર્ડ સિવાય) ના ફોટો ઓળખપત્ર જેવાકે ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, બેંકની ફોટાવાળી પાસબુક, સેન્ટ્રલ, સ્ટેટ, સેક્ટર યુનિટના સર્વિસ આઈડી કાર્ડ ફોટા સાથે, હેલ્થ ઈન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ફોટા સાથેનું પેન્શન ડોક્યુમેન્ટ સહીતના સરકારશ્રીએ માન્ય કરેલ ફોટો ઓળખપત્ર પૈકી કોઈપણ એક ઓળખપત્ર બતાવવાનું રહેશે. રાજકોટ મહાનગરપાલિકા અને પ્રાઇવેટ હેલ્થ કેર વર્કરોના ડેટા તૈયાર કરી ઈજ્ઞ-ઠશક્ષ નામના સરકારશ્રીના સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેની એક એપ્લીકેશન બનવવામાં આવશે જેમાં સર્વેની કામગીરી અપલોડ કરવામાં આવશે.