રાજકોટ શહેરમાં કોરોના મહામારી સામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેના પગલે મહાનગરપાલીકા દ્વારા ધવંતરી રથના માધ્યમથી દરેક સોસાયટીમાં ધવંતરી રથ સાથે મેડીકલ ટીમ લોકોનું સ્કેનીંગ કરી એન્ટીજન ટેસ્ટ કરી રહી છે.

વોર્ડ નં.૧૦માં શહેર મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ. વોર્ડ નં.૧૦ ની તમામ સોસાયટીઓમાં રેપીડ ટેસ્ટ કરી દવા તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નં.૧૦ ની ગુંજનપાર્ક, પુષ્કરધામ, આલાપ એવન્યુ, આલાપ સેન્યુરી, શ્યામપાર્ક, શિલ્પન રેસીડેન્સી, ક્રિષ્નાપાર્ક, શિવધામ, ચિત્રકુટધામ, એ.જી સોસાયટી, સદગુરૂનગર, પારીજાત સોસાયટી, વિષ્ણુવિહાર, કેવલમ સોસાયટી, રૂરલ હાઉસીંગ બોર્ડ, જીવનનગર, કેલાસધારા, સદગુરૂવાટીકા, રાવલનગર, તીરૂપતીનગર, પ્રકાશ સોસાયટી, પારસ સોસાયટી, જલારામ-૧ના વિસ્તારો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, સત્યસાંઇ રોડ પર સ્વાતી સોસાયટી, પાવનપાર્ક, કાસાકોપર, આસોપાલવ, ઇગલ રેસીડેન્સી, સહીતની સોસાયટીઓમાં ધવંતરી રથ સાથે આરોગ્ય ટીમે લોકોના રેપીડ ટેસ્ટ કરી દવા તથા ઉકાળાનું વિતરણ કર્યુ હતુ.

ભાજપના કોર્પોરેટર અગ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, શહેર ઉપાધ્યક્ષ સંગીતાબેન છાયા, સહીતની ભાજપના કાર્યકરોની ફોજ વિવિધ સોસાયટીઓમાં ધવંતરી રથ સાથે ફરી કોરોનાની મહામારી અંગે આરોગ્યલક્ષી કામગીરીમાં તંત્રને મદદરૂપ થઇ રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.