કોવિડ ની મહામારીની બીજી વેવમાં ભારે ખુવારી જોયા બાદ હવે માનવજાત ફરી બચેલું નવેસરથી ગોઠવવામાં પરોવાઇ રહી છે. અમેરિકા, ચીન કે ભારત સહિત વિશ્વનાં મોટાભાગના દેશોની ઇકોનોમી હાલમાં નાજુક સમયમાંથી પસાર થઇ રહી છે. પરંતુ જો વિશ્વની ટોચની ઇકોનોમીઓ જલ્દી પાટે ચડી જાય તો અન્ય નાના દેશોના હાથ પકડીને તેમને જલ્દી ઉભા કરી શકાશે.
ભારતની વાત કરીઐ તો અમેરિકા, ચીન તથા ભારતના સ્થાનિક અર્થતંત્ર સ્થિતી જેટલી જલ્દી સુધરે એટલી હાલત જલ્દી સારી થશે. સામાન્ય રીતે અમેરિકાના અર્થતંત્રના ઘડવૈયાઓ વિકસીત દેશોની માનસિકતા પ્રમાણે મટિરીયાલિસ્ટીક, ઇનોવેશન, પ્રોજેક્શન અને હવે શું થશૈ તેની ગણતરીઓ રજૂ કરીને અનુમાન આધારિત ચાલતા હોય છે. ચીનનનાં અર્થતંત્રનાં ઘડવૈયાઓ સોશ્યાલિસ્ટ, પ્રોડક્શન આધારિત અને ઓનરશીપ આધારિત ઇકોનોમીના બેઝ ઉપર કામ કરતા હોય છૈ. તેઓ મીંઢા અકળ તથા છેતરામણી ચાલ ચાલનારા હોય છૈ.
જેમાં તેઓ સફળ થાય તો પણ જાહેરમાં નહીં આવે અને નિષ્ફળ જાય તો પણ ચૂપ રહેશે. જ્યારે ભારતમાં અર્થતંત્રના ઘડવૈયાઓને લોકતંત્ર આધારિત ગરીબ તથા વિકાસશીલ, લોકપ્રિય અને વર્તમાનને સૌ પ્રથમનજર સમક્ષ રાખીને રણનીતિ ઘડવાની હોય છે. આપણે ત્યાં સરકાર કરતા મિડીયા અને વિરોધ પક્ષ વધારે સક્રિય હોય છે એટલે વધારે કાંઇ છુપાવી શકાતું નથી. પણ એકંદરે વિશ્વની આ ત્રણેય ઇકોનોમીનાં સુપડાં સાફ છે.
ચીનનું ઇન્વેસ્ટમેન્ટ આધારિત ગ્રોથ મોડેલ જોખમમાં
એપ્રિલ-2020 થી જ્યારે કોવિડ-19 ની મહામારી વિશ્વભરમાં હાહાકાર મચાવી રહી હતી ત્યારે ચીને પોતાના દેશમાં બધું બરાબર હોવાનો દેખાડો કરીને કામકાજ ચાલુ કરી દીધા હતા. 2020 ના વર્ષમાં ગ્રોથ 2.3 ટકા દેખાડ્યો પણ સાચી હકિકત કોઇ કહી શકે તેમ નથી. હાલમાં જ સિંઘુઆ યુનિવર્સિટીનાં ઇકોનોમિક્સનાં પ્રોફેસરે એક સ્થાનિક કાર્યક્રમમાં કબુલ્યુ હતું કે પોલિસી મેકરો ઓવર અગ્રેસીવ થયા છે, એમણે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે ડેબિટ લેવલ વિશ્વની બીજા ક્રમની ઇકોનોમીને ડુબાડવા માટે જવાદાર બનશે. ટ્રાય ટુ ડુઇંગ ઇઝી ટુ બિઝનેસ જેવા સુત્ર સાથે જ્યારે આસાનીથી લોન આપવાનું શરૂ થયું તેનાથી આ સમસ્યા સર્જાઇ છે.
આમ તો મહામારી પહેલાં પણ ચીનમાં ડેબિટ લેવલ ઘટાડવા માટેના પ્રયાસ થયા હતા. 2015 માં એકંદર ડેબિટ લેવલ નીચે આવ્યું હતું પરંતુ 2019 માં ફરી વધવા માંડ્યું હતું. 2020નાં ત્રીજા ત્રિમાસિકમાં એટલે કે ચીને કોરોના ઉપર વિજય મેળવ્યાનો દાવો કર્યાના છ મહિના પછી પણ ડેબિટ લેવલ ચીનનાં જી.ડી.પી. નાં 285 ટકા જેટલું ઉંચું ગયું હતું. આવા સંજોગોમાં વધુ વળતરની આશા ઐ ચીનમાં થયેલા વિદેશી મુડીરોકાણ અન્ય દેશોમાં સ્થળાંતર થઇ શકે છે જે ચીનમાં રોજગારીની તકો ઘટાડશે અને ચીન જેવા વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં અને સૌથી ઓછી લેબર કોસ્ટ સાથે કામ કરી રહેલા દેશમાંથી ઉદ્યોગો પલાયન કરી જાય તો સ્થાનિક પ્રજાના રોજગાર છીનવાઇ શકે છે. મે-21 માં ચીને આપેલા વસ્તીનાં આંકડા ચિંતા જનક છે.
જો મુડીરોકાણ ઓછું થાય તો ચીનનું ઇન્વેસ્ટમેન્ટ આધારિત ગ્રોથ મોડેલ ધરાશયી થઇ જશે. આમેય તે છેલ્લા ઘણા વર્ષોથી ચીનનું વર્કિંગ પોપ્યુલેશન વર્ષોથી 0ઈ ટકાના દરે ઘટી રહ્યું છે. આવા સંજોગોમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમની પ્રોડક્ટીવીટી વધવી જોઇઐ જે વધતી નથી.
અમેરિકાની રેડ-હોટ ઇકોનોમીથી સ્થાનિક તથા વૈશ્વિક ફૂગાવાને આમંત્રણ
કોવિડ-19 નામ કારણે લોકડાઉન, મહામારી અને સૌથી વધારે મૄત્યુ દરથી પરેશાન હોવાછતાં અમેરિકાનો દાવો રહ્યો છે કે તેની ઇકોનોમીને બહુ વિપરીત અસર થઇ નથી. જી હા, હાલમાં કદાચ ચિત્ર ઉજળું લાગતું હશૈ પરંતુ આગામી દિવસો અમેરિકા માટે સારા નથી. ગત સપ્તાહે ફેડરલ રિઝર્વ વ્યાજ દર અંગે કોઇ જાહેરાત કરશે એવી ધારણા હતી પરંતુ નિવેદન એવું આવ્યું કે 2023 નાં અંતિમ ચરણમાં વ્યાજદરમાં વધારો થઇ શકે છે. આ સંકેત બાદ શેરબજારોમાં ગાબડાં પડ્યા હતા કારણકે હાલમાં અમેરિકામાં નાણાની પ્રવાહિતા છે પણ મોંઘવારી અગાઉ કોઇએ કલપના ન કરી હોય એટલી ઝડપે વધી રહી છે.
ફેડરલનાં ચેરમન જેરોમી પોવેલ અને વોરેન બફેટ જેવા માંધાતાઓ કબુલે છે કે ભાવ ઘણા વધ્યા છે જે સ્થિર થવા જોઇએ. કારણકે આ મોંઘવારી અન્ય દેશોમાં પણ મોંઘવારી વધારશે. વાસ્તવમાં આ વૄધ્ધિ છે, વિકાસ નથી. અમેરિકાની ઇકોનોમી વિશ્વનાં જી.ડી.પી. નાં 25 ટકા જેટલી છે. તેથી અમેરિકાની ઇકોનોમીમાં થનારા ફેરફારની અસર વૈશ્વિક બજાર ઉપર પડવાની જ છે. આમેય તે આગળ જણાવ્યું તેમ અમેરિકાની ઇકોનોમી પ્રોજેક્શન આધારિત હોય છે. ફેડરલનાં અધિકારીઓને આશા છૈ કે ઇકોનોમી સાત ટકાના દરે આગળ વધશે. અમેરિકા જેવા વિકસિત અને મડિરીયાલિસ્ટીક દેશમાં ગ્રાહકોનો વિશ્વાસ ઘણો મહત્વનો સાબિત થતો હોય છે. હાલમાં ગ્રાહકો ભલે રાજી છે પણ આજ ગ્રાહકો તેમના ભવિષ્ય અંગે ચિંતીત છે.
કોન્ફરન્સ બોર્ડનો સર્વે કહે છે કે ક્ધઝ્યુમર કોન્ફીડન્સ ઇન્ડેક્ષ 117.5 થી ઘટીને 117.2 થયો છે. પ્રેઝન્ટ સિછ્યએશન ઇન્ડેક્ષ 131.9 થી વધીને 144.3 થો છે. પરંતુ એક્સ્પેક્ટેશન ઇન્ડેક્ષ 107.9 થી ઘટીને 99.1 થઇ ગયો છે તેથી અમેરિકનોને હાલમાં આગામી દિવસોમાં તેમની જોબની ચિંતા સતાવી રહી છે. સરકારે લોકડાઉન સમયે સૌને 1400 ડોલર તો આપ્યા પણ હવે આગળ નોકરી નહીં હોય તો લોનની સાયકલ તુટી જવાનો ભય ઉભો થયો છે. જે લોકોને કદાચ આગામી દિવસોમાં ખરીદીથી દુ્ર પણ કરી શકે છે.
ભયથી કાંપતા ભારત સામે નેગેટિવમાંથી પોઝીટીવ થવાનો પડકાર
135 કરોડની વસ્તી એટલે કે વિશ્વની કુલ વસ્તીનાં 18 ટકા જેટલા માનવોથી ઉભરાતા ભારતે પ્રથમ વાર અચાનક આવી પડેલા લોકડાઉનમાં બે-ત્રણ મહિના ગુમાવ્યા ત્યારે માનવજાત કરતા આર્થિક નુકસાન વધારે સહન કરવુ પડ્યું હતું. જુન-2020 માં ભારતની ઇકોનોમી -23.9 ટકાએ પહોંચી હતી. એની સરખામણીઐ બીજી વેવથી બચવા 2021માં જે લોકડાઉન આવ્યું તેમા આર્થિક ગતિવિધીઓને મર્યાદિત અસર થઇ હોવાથી ઇકોનોમી -12 ટકાઐ રહેવાની ધારણા છે.
આપણે ત્યાં લોકોને બિમારીના ડરની સાથે જ જો બિમાર પડ્યા તો આરોગ્ય સુવિધાનાં અભાવ અને ઓક્સિજનની તંગીના ડરે વધારે ગભરાવી નાખ્યા છે. પહેલી વેવ બાદ ભારતની ઇકોનોમી વી ગ્રાફમાં રિકવર થઇ હતી તેથી સૌમાં જલ્દી બધું ગોઠવાઇ જવાની આશા જાગી હતી. પરંતુ આ વખતે ઇકોનોમી ધીમી ગતિઐ અને યુ ગ્રાફમાં સુધારો થશે.
ભારતીયો હાલમાં પોઝિટિવ અને નેગેટિવની ચુંગાલમાં ફસાયા છે. કોરોનાનાં કેસમાં તેમને નેગેટિવ રહેવાનું છે. તો ઇકોનોમીના મામલે નેગેટિવમાંથી પોઝિટીવ થવાનું છે.13 મી જુને પુરા થયેલા સપ્તાહનાં આંકડા કહે છે કે સતત ત્રીજા સપ્તાહે આર્થિક ગતિ વિધીઓ સુધારાનાં સંકેત આપે છે. જોકે હજુ પણ ક્ધઝ્યુમર સેન્ટીમેન્ટ નબળાં રહેશે. કારણ કે ઘણા બેરોજગાર થયા છે, ઘણાને હજુ પણ નોકરી ગુમાવવાનો ડર સતાવે છે.
આજે પણ આપણી ઇકોનોમીમાં કૄષિ ક્ષેત્રનું યોગદાન મહત્વનું છે. ગરીબો આજે પણ ખેતરોમાં મજૂરી કરીને પેટિયું રળે છે. તેમને લોકડાઉનમાં ભારતની ઇકોનોમી સુધારવા માટે વેક્સીનેશનની તેજ ઝુંબેશ, ગ્રાહકોનો વિશ્વાસ, તથા આયાત નિકાસનું સંતુલન ભારતને ઇકોનોમીની બાબતે પોઝિટીવ થવાના સંકેત આપે છે. દેશમાં ગ્રામ્ય ખરીદી 39 ટકા થી ઘટીને 36 ટકા થઇ છે જે પાછી સુધારવી પડશે. જો કે અર્બન ન્ઝ્યુમર સેન્ટિમેન્ટ 40 ટકા વાળો સુધરીને 48 ટકા થયો છે.
ભારતનો એક પ્લસ પોઇન્ટ છે કે મે-21 નાં પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 80 ટકાનો વધારો થયો છે. હજુ પણ ત્રીજી વેવનો ભય સતાવી રહ્યો છે ત્યારે ભારત પાસે હિંમત રાખવા જેવી ખાસ બાબત એજ છે કે ચોમાસું સારૂ જવાના, વેક્સીનેશનની ગતિ તેજ થવાના અને લોકડાઉન ખુલતાં જ કારોબાર શરૂ થવાના અહેવાલ છે. આમછતાં આપના માટે લડાઇ ઘણી લાંબી છે. પણ ડર કાઢી નાખવો પડશે. કારણ કે ડર કે આગે જીત હૈ..!