અબતક, રાજકોટ
આવકવેરા વિભાગ સતત એ દિશામાં કાર્ય કરતું રહ્યું છે જેનાથી દેશને મહત્તમ આવક થાય અને કરદાતાઓને કોઈપણ તકલીફ નો સામનો ન કરવો પડે. એટલું જ નહીં સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે જેનો સીધો ફાયદો ભારતના કરદાતાને થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે ભારતના કરદાતા જેટલા મજબૂત અને પોતાની નૈતિક જવાબદારી સમજતા હશે તેટલું જ દેશના વિકાસમાં તેઓ સહભાગી થઈ શકશે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસ દર વર્ષે ટાર્ગેટ સુનિશ્ચિત કરતું હોય છે અને તેને પહોંચવા માટે આવકવેરા વિભાગ દ્વારા સતત મહેનત પણ કરવામાં આવે છે.
આ તકે રાજકોટ આવકવેરા વિભાગના નવા ચીફ કમિશનર તરીકે બી એલ મીનાએ ચાર્જ સંભાળ્યો છે અને પોતાના કરદાતાઓને મહત્તમ લાભ થાય તે દિશામાં સતત મહેનત કરવા પણ હાકલ કરી હતી. નવા ચીફ કમિશનર એ પુસ્તક સાથે વિશેષ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ રાજકોટ નો મુખ્ય લક્ષ્ય તેમના કરદાતાઓ છે અને વિભાગને એમના કરદાતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ તેમનો પર નિયમિત સમયે કરતાં રહેશે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપશે. માં તેઓએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ આવકવેરા વિભાગ મધમાખીની જેમ કાર્ય કરશે જેમાં વિભાગ મધમાખી છે તો સામે કુલ કરદાતા છે જે રીતે મધમાખી ફૂલ માંથી રસ ચૂસે છે તેમ છતાં પણ બોલને કોઈ પણ પ્રકારની નુકશાની નથી થતી હોતી એવી જ રીતે હવે આવકવેરા વિભાગ પણ સતત કરદાતાઓને ફૂલની સમાન તેની જાળવણી કરશે અને તેમના નૈતિક મૂલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.
વધુમાં તેઓએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે કરદાતાઓ ના કારણે જ દેશની આવકમાં વધારો થતો હોય છે અને કદાચ આ જ આવકવેરા વિભાગનું પ્રમુખ પાસું છે. વધુ ને વધુ કરદાતાઓ તેની નૈતિક જવાબદારી સમજે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય તે માટે આવકવેરા વિભાગ રાજકોટ સતત પ્રયત્નશીલ રહેશે અને તે દિશામાં કાર્ય કરતું રહેશે. સીબીડીટી પણ સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે વિવિધ યોજનાઓ થકી કરદાતાઓને સાહિત્ય કરતું રહે છે જેથી તેઓ વધુ ને વધુ કર ભરતા રહે. નવા ચીફ કમિશનર એ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે છેલ્લા બે થી ત્રણ વર્ષના સમયગાળામાં કરદાતાઓ અને આવકવેરા વિભાગ વચ્ચે ભેદ જોવા મળતો હતો તેમાં ઘટાડો થયો છે અને કરદાતાઓ આવકવેરા વિભાગ નજીક આવી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં પણ આ સ્થિતિ યથાવત જોવા મળે તે દિશામાં જ સતત પગલાઓ લેવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ રાજકોટ હર હંમેશ કરદાતાઓ ની વહારે જ ઊભું રહ્યું છે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો થાય તો તેમાં પણ તેઓ તેમની વહારે રહેશે કારણકે કરદાતા દેશનું અમૂલ્ય ઘરેણું છે. હાથમાં તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે કિડની વિકટ પરિસ્થિતિમાં કરદાતાઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તેને ધ્યાને લઇ વિભાગ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવતું હતું અને તે મુજબ જ આવકવેરા વિભાગ ને ટારગેટ સુનિશ્ચિત કરવામાં આવતા હતા.
આવકવેરા વિભાગ રાજકોટ માટે કરદાતાઓ હર હંમેશ તેની પ્રથમ પ્રાયોરીટી રહેશે
રાજકોટ આવકવેરા વિભાગના નવા ચીફ કમિશનર ઓફ ઇન્કમટેકસ તરીકે બી.એલ મીનાએ ચાર્જ સંભાળ્યો
ગત વર્ષની સરખામણીમાં નેટ રેવેન્યુ ગ્રોથ 305 ટકા નોંધાયો
રાજકોટ આવકવેરા વિભાગને આપવામાં આવેલા ટાર્ગેટના 58 ટકા જેટલી રિકવરી 8 માસમાં જ પૂર્ણ થઈ
રાજકોટ આવકવેરા વિભાગના નવનિયુક્ત ચીફ કમિશનર એ સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે સીબીડીટી દ્વારા જે રાજકોટ ને આપવામાં આવ્યો છે 714 કરોડ નો છે જેમાંથી 58% જેટલી રીકવરી માત્ર આઠ માસમાં જ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હજુ પણ બે ઇન્સ્ટોલમેન્ટ બાકી હોવાના કારણે આ આંકડો ટાર્ગેટ ની ખુબજ નજીક પહોંચી જશે. પ્રસાદ રાજકોટ આવકવેરા વિભાગનો નેટ કલેક્શન 992.40 કરોડ નોંધાયું છે. જ્યારે ગ્રોસ કલેકશન 1593 કરોડ છે. એટલું જ નહીં આવકવેરા વિભાગે આશરે 600 કરોડ રૂપિયાના રિપોર્ટ પણ ઈશ્યૂ કર્યા છે જેનો સીધો અર્થ એ થાય છે કે આવકવેરા વિભાગ હર હંમેશ કરદાતાઓ તરફ કૂણું વલણ દાખવી રહ્યું છે. સાથોસાથ તેઓ એ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગત વર્ષે આવકવેરા વિભાગનો નેટ ગ્રોથ 224 ટકા જેટલો નોંધાયો હતો જે ચાલુ નાણાકીય વર્ષમાં 305 બેઠક આ નો નોંધાયો છે જે ખરા અર્થમાં એક સારી સફળતા કહી શકાય