એપ્રિલ 2022 સુધીમાં કોરોના માત્ર શરદી જેવો સામાન્ય થઈ જશે તેવો નિષ્ણાંતોનો દાવો
કોરોનાના વધતા કેસની હવે ચિંતા કરવાની જરૂરી નથી. કારણકે હવે નિષ્ણાંતો માની રહ્યા છે કે કોરોના મરવા નહિ દયે, કોરોના માત્ર ઘર કરી જશે. નિષ્ણાંતોએ એવો પણ દાવો કર્યો છે કે એપ્રિલ 2022 સુધીમાં કોરોના માત્ર શરદી જેવો સામાન્ય રોગ થઈ જશે.
કોરોનાના વધતા કેસને લઈને સમગ્ર દુનિયામાં લોકોની ચિંતા વધી રહી છે ત્યાં નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી વર્ષેના એપ્રિલ મહિના સુધીમાં લાઈફ પહેલા જેવી નોર્મલ થઈ શકે છે. તેમણે કહ્યું કે એપ્રિલ સુધીમાં કોવિડ-19 નબળો થઈને ’સામાન્ય શરદીનું એક વધુ કારણ’ બનીને રહી જશે.
ઈસ્ટ ઈંગ્લિયા યુનિવર્સિટીના મેડિસિનના પ્રોફેસર પોલ હંટરએ કહ્યું કે કોરોનાનો પ્રભાવ ભવિષ્યમાં ખતમ થઈ જવાનો છે. તે બિલકુલ નોર્મલ વાયરસ અને બીમારી જેવો રહી જશે. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષ પહેલા ઈંગ્લેન્ડ માટે કોઈ નવો પ્રતિબંધ લાગૂ નહીં થાય અને કદાચ ત્યારબાદ પણ ન થાય.
એક રિપોર્ટ મુજબ શ્રમિકોને અલગ થલગ કરવાના કારણ એનએચએસ કર્મચારીઓની કમી અંગે બોલતા હંટરે કહ્યું કે કોવિડ દૂર જવાનો નથી, આ ફક્ત એક વાયરસ છે જે એપ્રિલ 2022 બાદ ચિંતાનું કારણ નહીં રહે. તેમણે દાવો કર્યો કે ’કોવિડ-19 એપ્રિલ બાદ નોર્મલ વાયરસ થઈ જશે જે સામાન્ય શરદી ઉધરસનું એક કારણ બની જશે.’ તેમણે કહ્યું કે ’આ એક એવી બીમારી છે જે દૂર થઈ રહી નથી, સંક્રમણ દૂર થતું નથી જો કે તે વધુ લાંબા સમય સુધી ગંભીર
બીમારીનું સ્વરૂપ નહીં રહે.’ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે બોલતા તેમણે કહ્યું કે આ નવો વેરિએન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઘણો વધુ ચેપી છે. પરંતુ જોખમના મામલે તે ડેલ્ટાની સરખામણીએ અત્યાર સુધી તો 50-70% ઓછો જોખમી છે.
ન હોય…ઓમિક્રોનથી ઇમ્યુનિટી સિસ્ટમ ડેવલપ થાય છે!!
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં ઝડપથી વધી રહ્યાં છે. આફ્રિકા હેલ્થ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે ઓમિક્રોન સંક્રમિત લોકો પર કરેલા રિસર્ચમાં ચોંકવાનારા પરિણામો સામે આવ્યા છે. જે મુજબ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા લોકોના શરીરમાં કોવિડના કોઈ પણ વેરિયન્ટ સામે લડવાની વધુ ક્ષમતા તૈયાર થઈ જાય છે. આ રિસર્ચના ટ્રાયલમાં 15 વેક્સિનેટેડ અને અનવેક્સિનેટેડ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેઓ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હતા. રિસર્ચથી ખ્યાલ આવ્યો કે ઓમિક્રોન સંક્રમણ પછી શરીરમાં ફરીથી ઓમિક્રોન સામે લડવાની ક્ષમતામાં 14 ગણો વધારો થયો છે. તો ઘાતક ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ લડવાની ક્ષમતામાં લગભગ 4.4 ગણો વધારો થાય છે. વેક્સિન નહીં લેનારાઓની તુલનામાં વેક્સિનેટેડ લોકોમાં ઈમ્યૂનિટી રિસ્પોન્સ વધુ સારી રીતે જોવા મળે છે.
દુબઇ એક્સપોને કોરોના ભરખી ગયો!!
દુબઈમાં હાલ વિશ્વ કક્ષાનો એક્સપો ચાલી રહ્યો છે. જેને હાલ કોરોના ભરખી ગયો છે. યુએઈમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 2200 જેટલા કેસો આવતા વિદેશથી આવતા ડેલીગેટ્સ પોતાના કાર્યક્રમો રદ કરી રહ્યા છે. જેને પગલે અનેક પેવેલિયન પણ બંધ થવા લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાના કારણે ત્યાંની મુલાકાત ટાળી છે.
7 અબજ વાયરસનું અસ્તિત્વ, વાયરસ જતા નથી તેની સાથે રહેતા શીખી જવું પડે છે
દુનિયામાં 7 અબજ જેટલા વાયરસનું અસ્તિત્વ છે. જેમાં અનેક વાયરસે માણસને અસર કરી છે અને હજુ પણ કરતા રહેશે. આ વાયરસ જતા નથી. બસ માણસે તેની સાથે રહેતા શીખી જવુ પડે છે. હાલ કોરોનાની જેમ ભૂતકાળમાં ટીબી એ પણ આતંક મચાવ્યો હતો. શહેરોમાં બારોબાર ટીબીના પેશન્ટને રાખવા માટે કોટડીઓ પણ બનાવવામાં આવી હતી. ત્યાં પેશન્ટને રાખવામાં આવતા હતા. હવે આજે ટીબીના પેશન્ટ ઘરે પોતાના સ્નેહીજનો સાથે સરળતાથી રહી શકે છે. આમ ટીબીની જેમ આગામી સમયમાં કોરોના પણ સામાન્ય થઈ જશે.
બે જ દિવસમાં કોરોનાના કેસ બમણા થયા
બુધવારે ભારતમાં કોરોનાના નવા 13,000 કરતા વધારે કેસ નોંધાયા છે, આ સાથે એક દિવસ પહેલા નોંધાયેલા કેસ કરતા બુધવારે 44%નો ઉછાળો નોંધાયો છે. માત્ર બે જ દિવસમાં દૈનિક કેસનો આંકડો બમણો થઈ ગયો છે. પાછલા વખત કરતા આ વખતે કેસ ઝડપથી ઊંચા જઈ રહ્યા છે. ગુજરાતમાં પણ બુધવારે કોરોનાના 24 કલાકમાં નોંધાયેલા કેસનો આંક 500ને પાર કરી ગયો છે જ્યારે અમદાવાદ આંકડો 250ને પાર ગયો છે.