બદ્રીનાથ જવા માટે સરકાર વૈકલ્પિક રસ્તો તૈયાર કરી રહી છે !!!
જોષીમઠની હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા એક સમય એવું લાગતું હતું કે ચારધામ યાત્રા હવે ભૂતકાળ બની જશે પરંતુ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ જણાવ્યું છે કે હજુ પણ ચારધામ યાત્રા શરૂ થવાને 100 દિવસનો સમય બાકી છે ત્યારે આ સમયગાળા દરમિયાન ચારધામ યાત્રા માટે વૈકલ્પિક રસ્તો ઉભો કરી દેવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ અને આસ્થા સાથે જોડાયેલા લોકો ને ચિંતા કરવાની જરૂર નથી. ધામ યાત્રા માટે અને બદ્રીનાથ જવા માટે દરેક શ્રદ્ધાળુઓએ જોશીમઠથી જ પસાર થવું પડતું હોય છે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લેતા એક સમય એવું લાગતું હતું કે આ યાત્રા હવે સફળ નહીં થાય.
પરંતુ સરકારની ઝડપી કામગીરીના પગલે 22 એપ્રિલ એટલે કે અખાત્રીજ થી ચારધામ યાત્રા શરૂ કરવા માટે ઉત્તરાખંડ સરકારે કમર કસી છે. વર્ષે ચારધામ યાત્રામાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ યાત્રાનો લાભ મેળવ્યો હતો. ચારધામ યાત્રાના દરેક સ્થાન નિયત સમય ઉપર તેની નોંધણી માટે ખુલા મુકાશે પરંતુ સારા સમાચાર હાલ શ્રદ્ધાળુઓ માટે એ છે કે તેઓ ચારધામ યાત્રાને સહજતાથી કરી શકશે. બીજો પ્રશ્ન સરકાર માટે એ છે કે માત્ર જોશીમઠ જ નહીં પરંતુ અન્ય સ્થાન કે જ્યાં યાત્રિકોનું અવરજવર વધુ છે તે સ્થાન ઉપર પણ કુદરતી આફત આવે તે પૂર્વે સરકારે એક રોડ મેપ તૈયાર કરવો ખૂબ જ જરૂરી છે.
સરકાર દ્વારા આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ વિવિધ કમિટીઓની પણ રચના કરી છે અને વૈજ્ઞાનિકોને પણ આ કાર્યમાં લગાવી દીધા છે કે કોઈપણ પ્રકારની આફત લોકો ઉપર ન આવે તે માટે કયા પ્રકારના પગલા લેવા જોઈએ. ત્યારે સરકાર ચારધામ યાત્રાની ગંભીરતાને ધ્યાને વૈકલ્પિક રસ્તો બનાવવા માટે કમર કસી છે.