સરહદે ભારત અને ચીન દ્વારા સેનાનો ખડકલો કરવામાં આવી રહ્યો છે. લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ડ્રેગને દાવો કર્યો હોવાથી મામલો સંગીન બન્યો છે. અલબત સેનાનું પ્રમાણ વધારવું એક કુટનીતિનું પગલું છે. જેનાથી એકાએક યુદ્ધ છેડાઈ શકે નહીં. સામાન્ય રીતે સરહદે સંતુલન જાળવવા માટે ગમે તે દેશ સૈનિકોની સંખ્યા વધારતો ઘટાડતો રહે જ છે. આવું જ ભારતના કિસ્સામાં પણ બન્યું છે. બન્ને દેશ સરહદે ટેન્ક, મિસાઈલ લોન્ચર સહિતના હથિયાર ખડકી રહ્યાં છે. જો કે, આ અત્યારે જોખમી નથી. બન્ને દેશ સંતુલન જાળવવા માટે પગલા લે છે. ભારતનાં વિદેશમંત્રી એસ જયશંકરે ગૂરૂવારે જણાવ્યું હતુ કે મને સંપૂર્ણ પણે ખાતરી છે કે ભારત ચીનનું સીમાવિવાદ દ્વિપક્ષીય મુસદદીગીરી ભરી રાજનીતિથી ઉકેલાવો જોઈએ જયશંકરે એમ પણ જણાવ્યું હતુ કે માત્ર બંને દેશોની પોતાના જ યુધ્ધ માટે જ નહિ પરંતુ આ પરિસ્થિતિ માટે સમગ્ર વિશ્વની પરિસ્થિતિ આધારિત છે.
ભારત-ચીન વચ્ચેના સમાધાનની અપેક્ષા વિશ્ર્વ રાખી રહ્યું છે. હું એ પણ જાણુ છું કે અત્યારે લદાખ, તરફના સરહદીય વિસ્તારોમાં અને પશ્ર્ચિમ ક્ષેત્રનાં ઘષૅણની સ્થિતિ લાંબા સમયથી દ્વિપક્ષીય ધોરણે તનાવ પૂર્વક છે. ભારત અને ચીન વચ્ચે સ્થિતિ સ્પષ્ટ છે. બંને દેશો વચ્ચે લાંબાગાળાના કરારો અને સમજૂતીને લઈને અત્યારે ચીન અને ભારત વચ્ચે સમજૂતીમાં ભેદભાવની પરિસ્થિતિ વચ્ચે સંતુલન સાધવું જરૂરી છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે તેમના પુસ્તકના લોકાર્પણ માટેના એક કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતુ તેમણે કહ્યું હતુ કે ભારત ચીન વચ્ચેના સંબંધોમાં વાસ્તવિકતાએ છે કે સરહદ પર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તે દ્વિપક્ષીય સંબંધોને જરૂરથી અસર કરશે આ પરિસ્થિતિ બંને દેશો અલગ રહી શકશે નહિ. એસ. જયશંકરે વધુમાં જણાવ્યું હતુ કે આ મુદો થોડા દિવસો પહેલા અન્ય સંદર્ભમાં જાહેરમાં મૂકયો હતો હું અવશ્યપણે કહી શકું મને સંપૂર્ણ પણ ખાતરી છે કે ભારત ચીન સરહદે સંઘર્ષ અને વિવાદનો મુદો અને તેનું સમાધાન રાજકીય મુસદદીગીરીથી ઉકેલવો જોઈએ આ અંગે હુ મારી જવાબદારી સાથે મારો મત વ્યકત કરૂ છું.
લદ્દાખના ચુસુલ ક્ષેત્રની આર્મી અને એરફોર્સના વડાની મુલાકાત
વર્તમાન સમયે સરહદે મોટા પ્રમાણમાં સૈનિકો, લડાકુ વિમાનો અને મિસાઈલ લોન્ચર સહિતનું ખડકવામાં આવ્યું છે. ત્યારે આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવાણેએ લદ્દાખના ચુસુલ ક્ષેત્રની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત એરફોર્સના ચીફ માર્સલ આર.કે.એસ. ભદોરીયા પણ એરબેઝની મુલાકાતે ગયા હતા.