રાજય સરકારને પત્ર પાઠવી રજૂઆત કરી
આગામી તા.૧૩મી નવેમ્બર શુક્રવારે કાળી ચૌદશની ગેરમાન્યતા કુરિવાજો સામે જાગૃતિ લાવવા દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકારના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવીમહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, કાળી ચૌદશના દિવસે અનાજ-પાણીનો બગાડ અટકાવવા ઠોસ કદમ ઉઠાવે અને ચાર ચોકમાં પડેલો ખાદ્ય અનાજ-પદાર્થ એકઠો કરવા સંબંધી વ્યવસ્થા કરી ભુખ્યા માનવી કે પશુના પેટમાં અનાજ જાય તેવી ગોઠવણ કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે.
રાજયના તમામ જિલ્લાના કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને પણ પત્ર પાઠવી પરિપત્ર કરવા સંબંધી રજૂઆત કરવામાં આવી છે. સદીઓથી કુરિવાજનું વળગણ દુ:ખદ છે. રાજયમાં જાથા એક હજાર નાના-મોટા નગરોમાં કાળી ચૌદશની ગેરપરંપરા સામે જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજવાના છે. ચાર ચોકમાં કુંડાળા કરવાના રિવાજને કાયમી તિલાંજલિ, અનાજ-પાણીનો બગાડ અટકાવવો અને કુરિવાજોને કાયમી દેશનિકાલ કરવા ભગીરથ અભિયાન આદર્યુ છે તેમાં જાગૃતોનો સહયોગ આપવા તથા કોરોનાના કારણે મર્યાદિત સ્મશાનમાં આયોજન કરવામાં આવ્યું છે. રાજયમાં મંજુરી વગર એકપણ સ્થળે આયોજન કરવામાં આવશે નહિ.
૧૧મી નવેમ્બર બુધવારે કાળી ચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ જિલ્લા મથકોએ કરવામાં આવશે, તેમજ આગામી તા.૧૩મી નવેમ્બરે પોતાના ગામના સ્મશાનમાં કાર્યક્રમો યોજવા ઇચ્છુકોએ જાથા મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.