આપણે સૌએ ઘણા બધા રોગો અને ઇન્ફેક્શન વિશે સાંભળ્યુ હશે પણ કોઈ વેનસ રોગ વિશે સાંભળ્યુ છે? આ પ્રકારના રોગમાં લોકોને પગ અને હાથમાં સામાન્યથી વધુ નસો દેખાય છે. આ લોકોની નસોનો રંગ લીલો કે વાદળી કે પછી રિંગણ કલરની હોઇ શકે છે. જો કોઇનાં પગમાં લીલા રંગની નસ દેખાય છે તો તેને સામાન્ય ન લેવું જોઇએ. કારણ કે કેટલાંક કિસ્સામાં લીલા રંગની નસ દેખાવી એક ગંભીર સ્વાસ્થ્યની સમસ્યા હોઇ શકે છે. વાદળી રંગની નસોને વેરિકોઝ વેઇન્સ કહે છે, તેનું કારણ શું છે અને ઇલાજ શું હોય છે? ચાલો જાણીએ.
વેરિકોઝ વેઇન્સ એટલે શું ?
પગની નસો જ્યારે ફુલાઇ ને વાંકી ચુકી થઈ જાય છે તેને વેરીકોઝ વેઈન કહેવાય છે. મોટા ભાગે પગની નસો મા જોવા મળતો આ રોગ શરીર ની બીજી નસો મા પણ જોવા મળી શકે છે.શીરા એટલે અશુધ્ધ લોહી ને શુદ્ધ્ કરવા હ્રદય તરફ લઈ જતી નસો. શીરા મા રહેલા વાલ્વ પગ ના લોહીને ઉન્ધી દિશા મા જતા રોકતા હોય છે.
વેરીકોઝ વેઇન શીરાના વાલ્વમા થતી ખરાબીને કારણે થતો રોગ છે. પગના સ્નાયુઓ પમ્પ માફક કામ કરીને લોહી ને હ્રદય તરફ મોકલવાનુ કામ કરે છે. વાલ્વ બરોબર કામ ન કરી શકતા લોહી નસોમા ભરાવો કરીને, નસોને ફુલાવીને વાંકી ચુકી બનાવે છે.
વેરિકોઝ વેઈન થવાના મુખ્યત્વે કારણો કયા છે?
અતિશય ફૂલેલી નસો પાછળનું કારણ
- જ્યારે વ્યક્તિની નસોની દિવાલો નબળી પડી જાય છે ત્યારે વેરિકોઝ વેઇન્સ દેખાય છે.
- જ્યારે બ્લડ પ્રેશર વધે છે, ત્યારે નસોમાં દબાણ વધે છે અને તે પહોળી થવા લાગે છે. આ પછી, જેમ જેમ નસો ખેંચવા લાગે છે, નસોમાં લોહીને એક દિશામાં વહન કરતા વાલ્વ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે. આ પછી, નસોમાં લોહી એકઠું થવા લાગે છે અને નસો ફૂલવા લાગે છે, વળવા લાગે છે અને પછી તે ત્વચા પર દેખાવા લાગે છે. આ સિવાય જન્મથી વાલ્વ નબળા હોવા એ પણ એક કારણ હોઈ શકે.
- લાંબો સમય ઉભા રહેવાનો વ્યવસાય જેવો કે બસ કંડક્ટર, સર્જન, એ પણ વેરીકોઝ વેઈન્સના કારણો હોઈ શકે.
- પેટ નુ પ્રેસર વધે એવા રોગો જેવા કે પેટ ની ગાંઠ, પ્રેગનંસી વગેરે.
- અન્ય કારણો જેવા કે, હોર્મોનનું બેલેન્સ બગડવું, વધતી ઉંમર અને નસો પર દબાણ આવવું વગેરે.
વેરિકોઝ વેઈનના લક્ષણો
નિષ્ણાતોના મતે, વેરિસોઝ વેઇન્સ કોઈપણ વ્યક્તિમાં દેખાઈ શકે છે અને તે એકદમ સામાન્ય છે. લગભગ ત્રીજા ભાગના યુવાનોમાં કાયમની અતિશય ફૂલેલી નસો દેખાય છે. કાયમની અતિશય ફૂલેલી નસો કેવી રીતે ઓળખવી અથવા તેના લક્ષણો શું છે, તમે તેને નીચે દર્શાવેલ પરિબળો પરથી ઓળખી શકો છો.
1) પગ મા ફુલાયેલી નસો દેખાવી:
ઉપસેલી, ફેલાયેલી, ફૂલેલી વાદળી અથવા જાંબલી નસો એ કાયમની અતિશય ફૂલેલી નસોનું મુખ્ય લક્ષણ છે.
2) ખંજવાળ:
જો તમને તમારા પગની નસોની આસપાસ ખંજવાળ આવે છે, તો આ પણ વેરિસોઝ વેઇન્સનું લક્ષણ છે.
3)જાડા પગ:
જો કોઈ વ્યક્તિના પગમાં સોજો આવી ગયો હોય, વધુ શારીરિક પ્રવૃત્તિ કરતી હોય, તો તેને પગના પાછળના ભાગમાં જે વાદળી રંગની નસો દેખાશે, તે વેરિકોઝ નસો હોઈ શકે છે.
વેરીકોઝ વેઇનની સારવાર ત્રણ પધ્ધતિ થી થતી હોય છે.
ઓપન સર્જરી : પગમા છેકો મારી ને ખરાબ નસો ને કાઢી નાખવી.
સોનોગ્રાફી ગાઇડેડ માઇક્રોફોમ સ્ક્લેરોથેરાપી : સોનોગ્રાફી મશિન ની મદદ થી ખરાબ નસો મા ઇંજેક્શન વડે દવાના માઇક્રોફોમ વડે વેઇન ને અન્દર થી સ્ક્લેરોઝ કરી નાખવી
લેઝરથેરાપી : સોનોગ્રાફી અને લેઝર ની મદદ થી ખરાબ નસો ને બાળી નાખવી.