કોરોનાની વૈશ્ર્વિક મહામારીના કારણે સમગ્ર વિશ્ર્વ આર્થિક સંકટ ભોગવવી રહ્યું છે. જેની અસર ગલ્ફના દેશોમાં પણ જણાય રહી છે ત્યારે વિશ્ર્વના અન્ય દેશોની હરિફાઇના યુગમાં ટકી રહેવા માટે સયુકંત આરબ અમિરાત દ્વારા વિદેશી નાગરિકોને વધારાની સવલત આપી 100 ટકા માલિકી હકક આપવાની જાહેરાત કરી વિદેશી રોકાણ કરતી મલ્ટી નેશલન કંપનીઓને આમંત્રિત કરી છે.
પેટ્રોલિયમ પેદાશના ઉત્પાદનમાં સમગ્ર વિશ્ર્વમાં મોખરાનું સ્થાન ધરાવતા દુબઇ કોરોના મહામારીના કારણે આર્થિક સંકટ અનુભવી રહ્યું હોય તેમ દુબઇ સરકાર દ્વારા વિદેશીઓને રોકાણ કરવા માટેના કાયદામાં ધરખમ ફેરફાર કરી દુબઇના નાગરિકને ભાગીદાર વિના ધંધો-વ્યવસાય કરવાની છુટછાટ આપવામાં આવી છે.
સમગ્ર વિશ્ર્વના બેનંબરી અને ગુનાખોરી સાથે જોડાયેલા શખ્સો માટે આશ્રય સ્થાન ગણાતા દુબઇ સરકાર દ્વારા જરૂરી સવલત આપવામાં આવતી તેની સામે મોટી રકમનો ટેકસ વસુલ કરવામાં આવતો હોય છે. તેમ દુબઇમાં 18 વર્ષના બાળક ફરજીયાત પગભર થવો જરૂરી છે. અને પોતાના માતા-પિતા માટે પણ બોજો ન બને તેવા કાયદાની સાથે દુબઇમાં કોઇને ધંધો કરવો હોય તો એક આરબને ભાગીદાર બનાવવો ફરજીયાત હોવાથી દુબઇનો નાગરિક કોઇ પણ રોકાણ કર્યા વિના જ મોટો હિસ્સો નફો મેળવતો હોય છે.
જેના કારણે વિદેશી રોકાણકારો કોઇ પણ રોકાણ વિના દુબઇ નાગરિકને ભાગીદાર બનાવી નફો રળી આપવાના કારણે મલ્ટી નેશલન કંપની રોકાણ માટે અચકાતી હતી.
દરમિયાન કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્ર્વની આર્થિક કેડ ભાંગી જતા દુબઇએ વિશ્ર્વના અન્ય દેશોની હરિફાઇમાં ટકી રહેવા માટે ધંધાકીય કાયદામાં ફેરફાર કરી વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે દુબઇના નાણામંત્રી અબ્દુલાહબીન તૌક અલ મરીએ વિદેશી કંપનીઓને 100 ટકા માલિકીની મંજુરી આપતી મહત્વની જાહેરાત કરી છે.
2018માં વિદેશી રોકાણના કાયદામાં કેટલાક વ્યવસાયોમાં 100 ટકા માલિકીના હક્ક આપતી મંજુરી આપવામાં આવી છે. વિદેશી લોકોને ફ્રી ઝોન તરીકે ઓળખાતા નિયુકત વ્યવસાયમાં નોંધાયેલા 100 ટકા માલિકી હકક મેળવી શકે છે.