અબતક, રાજકોટ
બદલાતી જતી લાઇફ સ્ટાઇલ નોકરી ધંધાનું પ્રેશર, આર્થિક બાબતોનું પ્રેશર, પારીવારિક જીંદગીમાં સર્જાતા વમળોના કારણે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વઘ્યું છે. અને વધતા જતા સ્ટેસના કારણે ડિપ્રેશનના કિસ્સા પણ ખુબ સામે આવી રહ્યા છે. ત્યારે નિષ્ણાંત ડોકટરો કહે છે કે ડિપ્રેશનને રોગ તરીકે સ્વીકારવો જોઇએ. તેની સમયસર દવા કરવી જોઇએ, પરંતુ એક વખત ડિપ્રેશન આવે તો તે આખી જીંદગી રહેશે તેવું માનવાને કોઇ કારણ નથી સમયસરની સારવાર થકી સ્ટેસ ડિપ્રેશનને ભગાવી શકાય છે.
ડિપ્રેશનને રોગ ગણી ઇલાજમાં તકેદારી રાખવાથી સ્વચ્છ જીવન પુન: થઇ શકે: નિષ્ણાંતોનો મત
લોકોએ ડિપ્રેશનને પણ રોગ તરીકે સ્વીકારવો જોઇએ તે એક માનસિક અસ્થિરતા નથી: ડો. ભાવેશ કોટક
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મનોચિકિત્સક ડો. ભાવેશ કોટકએ જણાવ્યું હતું કે, રોજબરોજની જીંદગીમાં તણાવ, ચિંતા, ટેન્શન થાય તેને આપણે સ્ટેસ કહી શકાય. ડિપ્રેશન એટલે હતાશા, નિરાશા, ઉદાસિનતા તે એક બિમારીના સ્વરુપે ગણવામાં આવે. ડિપ્રેશનમાં વ્યકિત ઉદાસ થઇ જાય, ગમે નહીં, ઊંઘ ન આવવી, નેગેટીવ વિચારો આવવા, રડવું આવવું તથા ઘણી વખત આપઘાત કરવાના વિચારો આવવા, ડિપ્રેશન બિમારીમાં મગજના તંતુઓમાં રાસાયણિક ફેરફારો થાય ત્યારે થઇ શકે. સ્ટ્રેસ એ જીવનનો ભાગ છે સ્ટ્રેસ વગરનું જીવન નિરસ થઇ જાય રોજ નવું શિખીએ નવું કામ કરીએ. પ્રોડકટીવ કામ કરતી વખતે થોડો
સ્ટ્રેસ આવે તો તે જરુરી છે. જેને પોઝીટીવ સ્ટ્રેસ કહેવાય
ઘણી વખત સ્ટ્રેસને મેનેજ ન કરી શકીએ તો તે વ્યકિતને નેગેટીવ ઇફેકટ આવ્યા બાદ શરીર અને મનમાં આડઅસર થવા લાગે.
બ્લડ પ્રેસર વધે, એકાગ્રતાનો અભાવ, નકારાત્મક વિચારો, ચિંતા થવી, ગુસ્સો આવવો, માથુ દુખવું, ઊંઘ ન આવવી, કામમાં તકલીફ એસીડીટી થવી વગેરે સ્ટ્રેસ વધવાના લક્ષણો ગણી શકાય.
આપણે સમાજમાં લોકો માને છે કે માનસિક બિમારી એટલે ગાંડપણ પરંતુ હકીકત એ નથી ઘણી બધી સમસ્યાઓના કારણે પણ માનસિક રોગના નિષ્ણાંતને બતાવવું જોઇએ.
સમાજમાં ડિપ્રેશનને પણ રોગ તરીકે લોકોએ સ્વીકારવો તે એક માનસીક અસ્થિરતા નથી. તેની પ્રેસર ટ્રીટમેન્ટ થઇ શકે. લાંબો સમય દવા લેવાની જરુર નથી. તેની આડઅસર થતી નથી. દવા લઇને વ્યકિત નોર્મલ લાઇફ જીવી શકે છે.
માનસિક બિમારીના કારણે એસીડેટી, અલ્સર, બ્લડ પ્રેશર વધવું, અસ્થમા, સ્ક્રીન એલજી પ્રાથમિક તબકકામાં થાય, ઉપરાંત માથુ દુખવું પેટના દુખાવો, શરીરના અલગ અલગ ભાગમાં દુખાવો થાય, આ તમામ સાયકોસોમેટીક દુખાવાઓ થઇ શકે.
હવે લોકોમાં જાગૃતતા આવી છે અને ડિપ્રેસન થયું હોય તો ડોકટરને બતાવવા આવે તેઓને થેરાણી, કાઉસેલીંગ કે દવા થકી મટાડી શકાય છે.
જરૂરીયાત કરતા વધારે ભારણ એટલે સ્ટ્રેસ: ડો. વિજય નાગ્રેચા
જયારે પ્રેકટીસ શરુ કરી ત્યારે માનસીક રોગ એક સ્ટીગમાં હતો. સ્ટીગમાં એટલે માનસીક રોગ વિના ડોકટર પાસે બતાવવા જાય એટલે એ ગાંડા જ હોઇ જે લોકો ગાંડા હોઇ જેને મગજની અસ્થીરતા હોઇ એજ મનોચિકીત્સક પાસે જઇ પહેલા જેમા ટી.બી. નો સ્ટીગમાં હતો ટી.બી. હોઇ લોકો એના ઘરેનો જાઇ એનું પાણીનો પીવી એ માનસીકતા દુર થતી ગઇ તેમ માનસીક રોગની અંદર શરુઆતમાં એવું જ હતું કે ગાંડા સિવાય માનસીક રોના રોગ હોતા જ નથી માનસીક રોગ એટલે ગાંડપણ ગાંડપણ એટલે મારામારી કરતો મગજનો અસ્થીર માણસ માનસીક રોગને લોકો એ જ રીતે જોતા હતા. પછી જેમ જેમ સમય બદલાતો ગયો તેમજ નવો શબ્દ આવ્યો. ડિપ્રેશન નાની વાતમાં લોકો મનોચીકીત્સકની મુલાકાત લેતા રહ્યા. ત્યારબાદ તારે જમી પરનામનું પીકચર આવ્યું ત્યારે ઓટીઝમ નામનો નવો શબ્દ આવ્યો આ એક જાતની જશ્ની છે. લોકો સામાજીક ઇફેકટના કારણે પણ માનસીક રોગની અવેરનેશ લોકોમાં વધતી ગઇ લોકોને છાપા, મીડીયા દ્વારા માનસીક રોગનું એટલું બધુ છપાવા લાગ્યું કે લોકોને એવું લાગવા માંડયું કે ગાંડા ન હોઇ તો પણ આપણે મનોચિકીત્સક પાસે જઇ સારવાર કરાવવી જોઇએ. સ્ટ્રેટ વગર જીંદગી શકય જ નથી.
સ્ટ્રેસ એ મીકેનીકલ શબ્દ છે. સ્ટ્રેસ એટલે જરુરીયાત કરતા વધારે ભારણ મુંકવું સ્ટ્રેસ અને ડી્રપ્રેશનમાં વધારે સબંધ નથી પણ સ્ટ્રેસવારો માણસ ડ્રીપ્રેશન માં જઇ શકે. ડીપ્રેશન એટલે ઉદાસતા આ એક એવો રોગ છે કોઇપણ વસ્તુ એની સામે મુકવામાં આવે તો એને આનંદ નો કરી શકે એને ડિપ્રેસશન કહેવા
ડિપ્રેશન પણ બીજા રોગની જે આનુવંશિક હોઇ શકે: ડો. મિલન રોકડ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મગજ તથા માનસિક રોગોના નિષ્ણાંત ડો. મિલન રોકડએ જણાવ્યું હતું કે, હાલ ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તે પહેલા પણ હતું પરંતુ કોરોનાના કારણે ડિપ્રેશન વઘ્યું છે. હવે લોકોમાં અવેરનેશ વધી છે. સાયકાઇટીક ઇવનેશ અને વ્યકિતઓના વલણબદલી રહ્યાં છે. હવે લોકો ડોકટરને બતાવવા આવે છે. ડિપ્રેશનના લક્ષણોની વાત કરવામાં આવે તો વ્યકિતની વાતચીતમાં ફેરફાર, ખાવા-પિવાનું ઓછું, ઊંઘ ન આવવી, ગુસ્સો, ચિડીયો સ્વભાવ તથા આપઘાતના વિચારો આવવા ઘણી વખત પરિવારને લાગતું હોય કે વ્યકિતમાં ફેરફાર લાગે છે પરંતુ તેઓ ગણકારતા નથી અને છેલ્લા જેતે વ્યકિત સ્યુસાઇડ કરી લે છે ત્યાં સુધી તેની દવા કરતાં નથી અને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જયારે કોઇ લક્ષણો દેખાય તો ડોકટરોનો સંપર્ક કરવો જોઇએ. તો સારા પરિણામ મેળવી શકાય, લોકોમાં એવી માન્યતા છે કે દવાઓ ઊંઘની જ
આપવામાં આવે તથા ગાંડપણ હોય તેને જ માનસિક રોગના નિષ્ણાંત પાસે જવું જોઇએ. પરંતુ તે ખોટી વાત છે દવાઓથી વિચારોમાં ફરક કરી શકાય. વ્યકિતના મુળમાં ફરક કરી શકાય છે.
ડિપ્રેશનએ 100 ટકા ટ્રિટેબલ છે વ્યકિત દવાઓથી સારુ ફીલ કરે છે.
મગજમાં ડોયામીન, નોરેપીફ્રીન, સીરોટોમીન રસાયણોમાં વધઘટ થાય તો આ પ્રકારના રોગો થાય.
ડિપ્રેશન રોગ છે અને તે પણ આનુવંશિક હોય શકે છે આપણે ત્યાં કાઉન્સેલીંગ કરતા દવાનો ભાગ વધુ હોય કારણ કે વ્યકિત એવા સ્ટેજમાં આવે ત્યારે દવા વધુ અસર કરે કાઉન્સેલીંગ પણ સાથો સાથ કરવામાં આવે જેથી ઝડપથી તે નોમલ લાઇફ જીવી શકે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મગજ તથા માનસિક રોગોના નિષ્ણાંત ડો. મિલન રોકડએ જણાવ્યું હતું કે, હાલ ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તે પહેલા પણ હતું પરંતુ કોરોનાના કારણે ડિપ્રેશન વઘ્યું છે. હવે લોકોમાં અવેરનેશ વધી છે. સાયકાઇટીક ઇવનેશ અને વ્યકિતઓના વલણબદલી રહ્યાં છે. હવે લોકો ડોકટરને બતાવવા આવે છે. ડિપ્રેશનના લક્ષણોની વાત કરવામાં આવે તો વ્યકિતની વાતચીતમાં ફેરફાર, ખાવા-પિવાનું ઓછું, ઊંઘ ન આવવી, ગુસ્સો, ચિડીયો સ્વભાવ તથા આપઘાતના વિચારો આવવા ઘણી વખત પરિવારને લાગતું હોય કે વ્યકિતમાં ફેરફાર લાગે છે પરંતુ તેઓ ગણકારતા નથી અને છેલ્લા જેતે વ્યકિત સ્યુસાઇડ કરી લે છે ત્યાં સુધી તેની દવા કરતાં નથી અને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જયારે કોઇ લક્ષણો દેખાય તો ડોકટરોનો સંપર્ક કરવો જોઇએ. તો સારા પરિણામ મેળવી શકાય, લોકોમાં એવી માન્યતા છે કે દવાઓ ઊંઘની જ
આપવામાં આવે તથા ગાંડપણ હોય તેને જ માનસિક રોગના નિષ્ણાંત પાસે જવું જોઇએ. પરંતુ તે ખોટી વાત છે દવાઓથી વિચારોમાં ફરક કરી શકાય. વ્યકિતના મુળમાં ફરક કરી શકાય છે.
ડિપ્રેશનએ 100 ટકા ટ્રિટેબલ છે વ્યકિત દવાઓથી સારુ ફીલ કરે છે.
મગજમાં ડોયામીન, નોરેપીફ્રીન, સીરોટોમીન રસાયણોમાં વધઘટ થાય તો આ પ્રકારના રોગો થાય.
ડિપ્રેશન રોગ છે અને તે પણ આનુવંશિક હોય શકે છે આપણે ત્યાં કાઉન્સેલીંગ કરતા દવાનો ભાગ વધુ હોય કારણ કે વ્યકિત એવા સ્ટેજમાં આવે ત્યારે દવા વધુ અસર કરે કાઉન્સેલીંગ પણ સાથો સાથ કરવામાં આવે જેથી ઝડપથી તે નોમલ લાઇફ જીવી શકે
સ્ટ્રેસના કારણે સાયકોલોજીકલ તથા ફિઝીકલ પ્રોબ્લેમ થઇ શકે: ડો. મલય ઘોડાસરા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ન્યુરો ફિઝીશીયન ડો. મલય ઘોડાસરાએ જણાવ્યું હતું કે હાલ ડિપ્રેશનનુ: પ્રમાણ વધી ગયું છે. ડિપ્રેશન એટલે ઉદાસીનતા તેને એક પ્રકારની સાઇકોલોજીકલ પ્રોબ્લેક કહેવાય ડિપ્રેશનના દર્દીના મગજમાં ડોપામાઇન, ન્યોરેડ્રેનાઇન શિરોટ્રોનીક વગેરે કેમીકલનું પ્રમાણ ઘટી જતું હોય, જેને બાયોકેમીકલ એવીડન્સ કહીએ. જો કોઇ વ્યકિતને સ્યુસાઇડલ વિચારો આવતા હોય તો તેમને તુરંત જ માનસિક રોગના નિષ્ણાંતને બતાવવું જોઇએ. ન્યુરોફીઝીશનનો વિષય સાઇકોલોજીકલ નથી ખરેખર એક બિમારી હોય જેમ કે માથાનો દુખાવો, ચકકર આવવા, તાણ આંચકી, વાય, પેરાલીસીસ, હાથ-પગ ખોટા થઇ જવા, કામ ન કરવા,: ખાલી ચડવી, બોલવામાં તકલીફ પડે, ડબલ દેખાય આંખના પોપચા ઢળી જાય. યાદ શકિત ઓછી થઇ જવી, બેભાન થઇ જવું, પડી જવું, આ તમામ લક્ષણવાળા દર્દીને ન્યુરો ફીઝીશીયનને બતાવવાની જરુર ત હોય તેને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય માનસિક રોગના નિષ્ણાંત માનસીક બિમારી
જેને વિચારોની બિમારી જેમાં વિચારો નબળા, ખોટા, ઊંઘી દિશામાં જાય તો તકલીફ છે તે કોઇ ફીઝીકલ પ્રોબ્લેક ન કહેવાય તેને સાયકલોજીક પ્રોબ્લેમ કહેવાય. વ્યકિતએ બને એટલો ઓછો સ્ટ્રેસ લેવો મેડીટેશન કરવું જોઇએ લોકોએ બ્લડ પ્રેશન, કોલેસ્ટ્રોલ સમયાંતરે ચેક કરાવવું જોઇએ. સ્ટ્રેસને કારણે સાયકોલોજીકતથા ફીઝીકલ પ્રોબ્લેમ થાય તેમાં બ્લડ પ્રેશર હાઇ થવું, હાઇપર ટેન્શન થવું, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ વધી શકે, હાર્ટ એટેક આવી શકે, પ્રેરાલીસીસ એટેક આવી શકે વગેરે જો લાંબો સમય સ્ટ્રેસ રહેતો હોય તો તેઓને થઇ શકે.